અધ્યાય-૯૭-શાંતનુ રાજાને ગંગાજીનો મેળાપ
II वैशंपायन उवाच II ततः प्रतीपो राजासित्सर्वभूतहितः सदा I निपसाद समावहिर्गगा द्वारमतो जपन् II १ II
વૈશંપાયન બોલ્યા-ભૂતમાત્રના કલ્યાણમાં તત્પર રહેલો રાજા પ્રતીપ,ગંગા દ્વારે વસીને,અનેક વર્ષો સુધી તપ
કરતો બેઠો હતો.ત્યારે એક વખતે,અત્યંત આકર્ષક રૂપવતી ગંગા,સ્ત્રીરૂપ ધરીને બહાર આવી,
ને તે રાજર્ષિની શાલવૃક્ષના જેવી જમણી જાંઘ પર બેઠી,ત્યારે પ્રતીપે તેને પૂછ્યું કે-
હે કલ્યાણી,હું તારું શું પ્રિય કરું? તારી ઈચ્છા શી છે?તે મને કહે. (1-4)