II वैशंपायन उवाच II तौ रथाभ्यां रथिश्रेष्ठौ दवस्योमयतः स्थितौ I दिक्षु सर्वासु भूतानां चक्राते कदनं महत् II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યારે રથીઓમાં શ્રેષ્ઠ એવા તે શીકૃષણ અને અર્જુન રથોમાં બેસીને વનની બંને બાજુએ ઉભા રહ્યા ને સર્વ દિશાઓમાં પ્રાણીઓનો સંહાર કરવા લાગ્યા.જે જે દિશાઓમાંથી પ્રાણીઓ ભાગતા હતા,ત્યાં ત્યાં તે બંનેના રથો તેમની પાછળ દોડી જતા હતા.તે બંનેના રથો એટલી ઝડપથી દોડતા હતા કે તેમની વચ્ચેનો કોઈ ગાળો લોકો જોઈ શકતા નહોતા.ને બંને રથો જાણે એકરૂપ જ હોય તેમ દેખાતા હતા.(1-3)




