હરી જતો જે સર્વનાં મન,તે જ મનહરનું મન,
Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 17, 2024
અચળ ભક્તિ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-429
અધ્યાય-૧૩૬-યવક્રીતનો વિનાશ
II लोमश उवाच II चेन्क्तभगः सा तदा यवक्रितोSकृत्तो भयः I जगाम माधवे मासि रैभ्याश्रमपदं प्रति II १ II
લોમશ બોલ્યા-હવે સર્વ રીતે નિર્ભય થયેલો તે યવક્રીત,એકવાર વૈશાખ માસમાં ફરતો ફરતો રૈભ્યના આશ્રમે જઈ પહોંચ્યો.ત્યાં તેણે રૈભ્યની સુંદર પુત્રવધૂને ફરતી જોઈ.કામથી બુદ્ધિ ખોઈ બેઠેલા તેણે તે સુંદરીને કહ્યું કે-
'તું મારી પાસે આવ' તે સ્ત્રી યવક્રીતને જાણતી હતી એટલે તેના શાપથી ડરીને તેની પાસે ગઈ.
યવક્રીતે તેને એકાંતમાં લઇ જઈને શોકસાગરમાં ડુબાડી દીધી.
Feb 16, 2024
એક દુઃખી જનને-By અનિલ શુક્લ
વિતાવી દીધી જે પળો જિંદગીની,વહી જ ગઈ છે તે,
વહી ગયું જળ નદીનું સામેથી,તેની ચિંતા કરેથી શું?
વહી ગયેલું જળ જઈ સાગરને મળ્યું,જળ સાગર બન્યું,
હજી નજર સામે પણ નદીનું તે જ જળ વહેતું નથી શું?
દુઃખની વાતો કરી હતી તમે,તો દુઃખથી,અમે સાંભળી હતી,
ભલે ન કહો,પણ તે દુઃખ,ન ખબર પડે તેમ સુખ નથી થતું શું?
સુખની શતરંજ તો ખેલી જ હતી ને? આનંદથી બહુ સુખી બની,
દુઃખની શતરંજ ફેલાઈ છે આજે,તો તે સુખથી ન ખેલાઈ શકાય શું?
અનિલ
ઑગસ્ટ-1-2021
Sant Gnaneshvar-1964-Rare Song Video-ભક્તિ શક્તિ હૈ-બહુત દિન બીતે-જ્યોત સે જ્યોત-સંત જ્ઞાનેશ્વર ના ગીતો
ભક્તિ........ શક્તિ હૈ,
કર્મ............ ધર્મ હૈ.
જ્ઞાન......... મુક્તિ કા પથ હૈ......
આત્મા કી અનંત યાત્રા મેં..........
યે તન........ તો બસ........ રથ હૈ.....
પથ..... અનેક હૈ-............રથ........... અનેક હૈ,
એક ........... હી........... લક્ષ્ય............ દિખાતે ચલો.....
ઉસ વિરાટ મેં........ હો વિલીન........... તુમ...... નિત્ય હી.......... અલખ.......... જગાતે ચલો....
Bhakti Shakti Hai- Sant Gnanesvar-Rare Video
Jyotse jyot jagate chalo-Mukesh-Sant Gnanesvar movie-1964-Rare Video
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-428
અધ્યાય-૧૩૫-યવક્રીતનું આખ્યાન
II लोमश उवाच II एषा मधुविला राजन्समंगा संप्रकाशते I एतत्कर्दमिलं नाम भरतस्याभिपेचनम् II १ II
લોમશ બોલ્યા-હે રાજન,આ મધુવિલ નદી સમંગા નામે શોભી રહી છે.આ કર્દમિલ નામનું ભરતનું અભિષેક તીર્થ છે.વૃત્રને મારીને લક્ષ્મીરહિત થયેલો ઇન્દ્ર.પૂર્વે આ સમંગામાં સ્નાન કરીને પાપમુક્ત થયો હતો.મૈનાકની વચ્ચે આવેલું આ વિનશન નામનું તીર્થ છે.પૂર્વે અહીં અદિતિએ પુત્રપ્રાપ્તિ માટે ચરુ તૈયાર કર્યો હતો.આ ઋષિઓને પ્રિય કનખલ પર્વતો છે.આ મહાનદી ગંગા શોભી રહી છે.અહીં સનતકુમાર સિદ્ધિ પામ્યા હતા.તેમાં સ્નાન કરો.
આ પુણ્ય નામે જળનો ઝરો છે,આ ભૃગુતુંગ પર્વત છે,આ ઉષણી ગંગા છે.આ સ્થૂલશિરા ઋષિનો આશ્રમ છે.
આ રૈભ્યાશ્રમ છે,અહીં ભારદ્વાજનો યવક્રીત નામે પુત્ર નાશ પામ્યો હતો.(9)



