Jun 16, 2026

ભાગવત રહસ્ય-૧૭૦-Bhgavat Rahasya-170

સેવા ને પૂજામાં ભેદ છે.જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. અને જ્યાં વેદ-મંત્રો પ્રધાન છે પૂજા.
બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે-ત્યારે –પ્રાણાય સ્વાહા-ઉદાનાય સ્વાહા...વગેરે કહી હસ્ત પ્રક્ષાનલમ-કહી-સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે છે. ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે-પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે.દેવને મંત્રને આધીન રહેવું પડે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1152

 

અધ્યાય-૧૫૫-ભીમસેનનું પરાક્રમ 


II धृतराष्ट्र उवाच II तस्मिन् प्रविष्टे दुर्घर्षे स्रुंजयानमितौजसि I अमृप्यमाणे संरब्धे का वोभुद्वै मतिस्तदा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-દુરાધર્ષ ને અમાપ તેજવાળા તે દ્રોણાચાર્ય સૃન્જયોને ન સાંખીને ક્રોધપૂર્વક સૈન્યમાં દાખલ થયા,ત્યારે તમારા બધાનો શો નિશ્ચય હતો? મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા મારા પુત્ર દુર્યોધનને તે સમયે કેટલાંએક હિતવચનો કહીને દ્રોણાચાર્ય જયારે સૈન્યમાં પેઠા ત્યારે દુર્યોધને ને અર્જુને શું કરવા ધાર્યું હતું? દ્રોણાચાર્યનું રક્ષણ કોણ કરી રહ્યા હતા? પુરુષોમાં વ્યાઘ્ર સરખા તે દ્રોણાચાર્ય પાંચાલોના મધ્યમાં પ્રવેશ કરી કેમ મરણ પામ્યા? હે સંજય,તું પાંડવોને હર્ષ પામેલા,સર્વથી ઉત્કૃષ્ટ તથા સંતુષ્ટ કહે છે અને મારા યોદ્ધાઓને શોક્ગ્રસ્ત ને પરાજય પામેલા જણાવે છે પણ તે રાત્રિના સમયમાં યુદ્ધમાં પાછા નહિ હઠનારા તે પાંડવોનું,કુરુઓમાં કેમ પ્રગટ યુદ્ધ થયું હતું?

Jun 15, 2026

ભાગવત રહસ્ય-૧૬૯-Bhgavat Rahasya-169

એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા –પ્રભુ ભજન કરતા.સેવાના અવિરત શ્રમથી 
તેઓ થાકી જતા.આવી ઉદાત્ત ભક્તિ જોઈને ઈશ્વરને પણ તેમની પર દયા આવી. 
“મારો ભક્ત –મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે ? ચાલ હું જઈ તેને તેના કાર્યમાં મદદ કરું.”
ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે.
આવીને કહે છે-“ભાઈ, મને તમારે ત્યાં નોકર રાખો”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1151

 

અધ્યાય-૧૫૪-રાત્રિયુદ્ધની ભયંકરતા 


II धृतराष्ट्र उवाच II यत्तदा प्राविशत्पांडुनाचार्यः कुपितो बली I उक्त्वा दुर्योधनं मंदं मम शास्त्रातिगं सुतम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-જયારે કોપેલ બળવાન આચાર્ય,શાસ્ત્રોનું ઉલ્લંઘન કરનારા મારા મંદબુદ્ધિ પુત્ર દુર્યોધનને કેટલાંક હિતવચનો કહીને સૈન્યમાં દાખલ થઈને સૈન્યમાં ઘૂમવા લાગ્યા ત્યારે પાંડવોએ તે મહાધનુર્ધરને કેવી રીતે અટકાવ્યા હતા? તે વખતે દ્રોણના જમણા ને ડાબા ચક્રનું તથા પૃષ્ઠ ભાગનું કોણ રક્ષણ કરતા હતા? કયા રથીઓ તેમની સામે થયા હતા? કોપાયમાન દ્રોણ  પાંચાલોની સેનાનો સંહાર કરી રહ્યા હતા એમ છતાં તે મૃત્યુ કેમ પામ્યા ?

Jun 4, 2026

ભાગવત રહસ્ય-૧૬૮-Bhgavat Rahasya-168

બહુ ભણેલો ના હોય- હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે છે.અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે.બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી.વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરોના બધા કેસ સારા થતાં જ હોય છે તેવું હોતું નથી, તેમ છતાં તે સારું કરશે જ એવી શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલાં ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહિ.ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તે દવા આપે નહિ અને દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી.આવી જ રીતે સેવા માર્ગ માં –પરમાર્થમાં-શ્રદ્ધા રાખવી પડે છે.