Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૬

क्व निरोधो विमूढस्य यो निर्बन्धं करोति वै । स्वारामस्यैव धीरस्य सर्वदासावकृत्रिमः ॥ ४१॥

જે હઠથી પ્રયત્ન કરે છે,તે મૂઢ (અજ્ઞાની) પુરુષને ચિત્ત નો નિરોધ ક્યાંથી થાય ? પણ,

--આત્મામાં જ રમણ કરનાર જ્ઞાનીને એ ચિત્ત નિરોધ સર્વદા અને સહજ હોય છે. (૪૧)

 

भावस्य भावकः कश्चिन् न किञ्चिद् भावकोपरः । उभयाभावकः कश्चिद् एवमेव निराकुलः ॥ ४२॥

કોઈ એક ભાવરૂપ (પ્રપંચ-માયા) ને “સત્ય” માનવાવાળો છે,

--તો બીજો કોઈ અભાવરૂપ “કશુજ નથી (મિથ્યા)” માનનારો હોય છે,જયારે

--કોઈ વિરલ એ બંને (ભાવ-અભાવ) ને નહિ માનવા વાળો “જે ને તે” સ્થિતિમાં શાંત રહે છે. (૪૨)

 

शुद्धमद्वयमात्मानं भावयन्ति कुबुद्धयः । न तु जानन्ति संमोहाद्यावज्जीवमनिर्वृताः ॥ ४३॥

દુર્બુદ્ધિ પુરુષો શુદ્ધ અને અદ્વિતીય “આત્મા” ની “ભાવના” કરે છે, પણ,

--“મોહ” ને લીધે તે આત્માને જાણતા નથી (કે જાણવાનો પ્રયત્ન કરતા નથી) અને એથી,

--સારા યે (આખા) જીવન દરમિયાન તે “સુખ” વગરના રહે છે.   (૪૩)

 

मुमुक्षोर्बुद्धिरालम्बमन्तरेण न विद्यते । निरालम्बैव निष्कामा बुद्धिर्मुक्तस्य सर्वदा ॥ ४४॥

મુમુક્ષુ (મોક્ષ ને ઇચ્છનાર) ની બુદ્ધિ,સંસારિક વિષયોના આલંબન (આધાર) વગર રહી શકતી નથી,

--જયારે મુક્તની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને વિષયોના આલંબન (આધાર) વગરની હોય છે. (૪૪)

 

विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणार्थिनः । विशन्ति झटिति क्रोडं निरोधैकाग्रसिद्धये ॥ ४५॥

“વિષયો-રૂપી વાઘ” ને જોઈને,ગભરાયેલા અને પોતાના શરીરની ચિંતાથી પોતાનું રક્ષણ કરવા,

--શરણું ઇચ્છતા તેવા મૂઢો (અજ્ઞાનીઓ) “ચિત્તના નિરોધ અને એકાગ્રતા”ની સિદ્ધિ માટે,

--જલ્દીથી પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે.(૪૫)

 

निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषयदन्तिनः । पलायन्ते न शक्तास्ते सेवन्ते कृतचाटवः ॥ ४६॥

જયારે “વાસનારહિત (વાસના-વગરના) પુરુષ-રૂપ” સિંહને જોઈને “વિષયો-રૂપી વાઘ” નાસી જાય છે,

--અને અસમર્થ અને ક્રિયામાં આસક્ત રહેનારા તે મૂઢો (અજ્ઞાનીઓ) ખુદ આવી ને,તે,

--વાસના વગરના મુક્ત-જ્ઞાની પુરુષોનું  સેવન (સત્સંગ-વગેરે) કરે છે. (૪૬)

 

न मुक्तिकारिकां धत्ते निःशङ्को युक्तमानसः । पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्नश्नन्नास्ते यथासुखम् ॥ ४७॥

નિશંક (શંકા-સંશય વગરનો) અને સ્થિર મનવાળો,જ્ઞાની-મુક્ત પુરુષ,

--મોક્ષને માટે ક્રિયાઓ (સાધનાઓ-કર્મો) કરતો નથી (ક્રિયાઓનો આગ્રહ રાખતો નથી) પણ,

--જોતો,સાંભળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો –(કશામાં આસક્ત થયા વિના) સુખમાં રહે છે. (૪૭)

 

वस्तुश्रवणमात्रेण शुद्धबुद्धिर्निराकुलः । नैवाचारमनाचारमौदास्यं वा प्रपश्यति ॥ ४८॥

યથાર્થ વસ્તુ (સત્ય) ના શ્રવણ માત્રથી જ શુદ્ધ બનેલી બુદ્ધિવાળો,અને સ્વસ્થ ચિત્તવાળો,મનુષ્ય,

--કર્મ કે અકર્મ (વિકર્મ-ઉદાસીનતા) ને જોતો નથી.(૪૮)


यदा यत्कर्तुमायाति तदा तत्कुरुते ऋजुः । शुभं वाप्यशुभं वापि तस्य चेष्टा हि बालवत् ॥ ४९॥

શુભ કે અશુભ ,જયારે જે કંઈ પણ કરવાનું આવે, તે એ સરળ (મુક્ત-જ્ઞાની) મનુષ્ય કરે છે,

--અને  તેનો વ્યવહાર અને ચેષ્ટા (વર્તન) બાળકના જેવું હોય છે.(બાળક જેવું દેખાય છે)   (૪૯) 


स्वातन्त्र्यात्सुखमाप्नोति स्वातन्त्र्याल्लभते परम् । स्वातन्त्र्यान्निर्वृतिं गच्छेत्स्वातन्त्र्यात् परमं पदम् ॥ ५०॥

સ્વતંત્રતા(મુક્તતા)થી (જ્ઞાની) “સુખ”ને પામે છે,સ્વતંત્રતાથી “પર-બ્રહ્મ”ને મેળવે છે,

-- સ્વતંત્રતાથી પરમાનંદને પ્રાપ્ત કરે છે,સ્વતંત્રતાથી પરમ-પદની (સ્વ-રૂપની) પ્રાપ્તિ થાય છે.  (૫૦)

 

अकर्तृत्वमभोक्तृत्वं स्वात्मनो मन्यते यदा । तदा क्षीणा भवन्त्येव समस्ताश्चित्तवृत्तयः ॥ ५१॥

જયારે મનુષ્ય,પોતાના આત્મા ને અકર્તા (કર્મ નહિ કરનાર) અને અભોક્તા (ફળ નહિ ભોગવનાર) માને છે,

--ત્યારે તેની બધી ચિત્ત વૃત્તિઓનો નાશ થાય છે. (૫૧)

 

उच्छृङ्खलाप्यकृतिका स्थितिर्धीरस्य राजते । न तु सस्पृहचित्तस्य शान्तिर्मूढस्य कृत्रिमा ॥ ५२॥

ધીર (જ્ઞાની) પુરુષની શાંતિ વગરની (ઉચ્છ્રુંખલ) સ્વાભાવિક સ્થિતિ શોભે છે,પણ,

--સ્પૃહા (ઈચ્છા) યુક્ત ચિત્ત વાળા મૂઢ (અજ્ઞાની)ની શાંતિ કૃત્રિમ હોઈ શોભતી નથી. (૫૨)

 

विलसन्ति महाभोगैर्विशन्ति गिरिगह्वरान् । निरस्तकल्पना धीरा अबद्धा मुक्तबुद्धयः ॥ ५३॥

જેઓએ “કલ્પના” નો ત્યાગ કર્યો છે,જે બંધન વગરના છે અને જેમની બુદ્ધિ “મુક્ત” છે,

--એવા ધીર (જ્ઞાની) પુરુષો પણ કદીક (પ્રારબ્ધ વશાત)

--મોટા ભોગો ભોગવે છે અને પર્વતની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. (૫૩)

 

श्रोत्रियं देवतां तीर्थमङ्गनां भूपतिं प्रियम् । दृष्ट्वा सम्पूज्य धीरस्य न कापि हृदि वासना ॥ ५४॥

પંડિત,દેવતા કે તીર્થનું પૂજન કરતાં,અને સ્ત્રી,રાજા કે પુત્રો વગેરેને જોતાં,

--ધીર (જ્ઞાની) પુરુષના મનમાં કોઈ વાસના હોતી નથી.(૫૪)

 

भृत्यैः पुत्रैः कलत्रैश्च दौहित्रैश्चापि गोत्रजैः । विहस्य धिक्कृतो योगी न याति विकृतिं मनाक् ॥ ५५॥

નોકરો,પુત્રો,પુત્રી,પત્ની,ભાઈ કે સગાસંબંધી ઓ મશ્કરી કરે કે ધિક્કારે,તેમ છતાં,

--યોગી (ધીર-જ્ઞાની) જરા પણ વિકાર (ક્રોધ-દુઃખ) પામતો નથી.(૫૫)

 

सन्तुष्टोऽपि न सन्तुष्टः खिन्नोऽपि न च खिद्यते । तस्याश्चर्यदशां तां तां तादृशा एव जानते ॥ ५६॥

ધીર (જ્ઞાની) પુરુષ સંતુષ્ટ (સંતોષી) છે,છતાં સંતુષ્ટ નથી,અને,

--ખિન્ન (ક્રોધિત-દુઃખી) હોવા છતાં પણ ખેદ (દુઃખ) પામતો નથી,

--તેની એવી આશ્ચર્ય-ભરી અવસ્થા તો એના જેવા જ જાણી શકે !! (૫૬)

 

कर्तव्यतैव संसारो न तां पश्यन्ति सूरयः । शून्याकारा निराकारा निर्विकारा निरामयाः ॥ ५७॥

કર્તવ્યતા (મારું આ કર્તવ્ય છે એવું માનવું) એ જ સંસાર છે,પણ એ કર્તવ્યતાને,

--શૂન્યાકાર,આકારરહિત,વિકારરહિત,અને દુઃખ રહિત  જ્ઞાનીઓ (તેમ) “જોતા” નથી.(૫૭)

 

अकुर्वन्नपि सङ्क्षोभाद् व्यग्रः सर्वत्र मूढधीः । कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥ ५८॥

મૂઢ (અજ્ઞાની) કર્મો,ના,કરતો હોય,તેમ છતાં ક્ષોભ (સંકલ્પ-વિકલ્પ)ને લીધે બધે વ્યાકુળ બને છે,

--જયારે કુશળ (જ્ઞાની) પુરુષ કર્મો કરતો હોવા છતાં વ્યાકુળ થતો નથી. (૫૮)


 

सुखमास्ते सुखं शेते सुखमायाति याति च । सुखं वक्ति सुखं भुङ्क्ते व्यवहारेऽपि शान्तधीः ॥ ५९॥

જ્ઞાની (શાંત બુદ્ધિ વાળો) વ્યવહારમાં પણ સુખે બેસે છે,સુખે સુએ છે,સુખે આવે છે-જાય છે,

--સુખે બોલે છે અને સુખે ખાય છે.(૫૯)

 

स्वभावाद्यस्य नैवार्तिर्लोकवद् व्यवहारिणः । महाहृद इवाक्षोभ्यो गतक्लेशः सुशोभते ॥ ६०॥

સામાન્ય લોકોની જેમ વ્યવહાર કરવા છતાં પણ જેને સ્વ-ભાવથી જ દુઃખ થતું નથી,

--તે મનુષ્ય મોટા સરોવરની જેમ ક્ષોભ-રહિત,કલેશ-રહિત (વગરનો) હોઈ શોભે છે.  (૬૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૫

निर्वासनो निरालम्बः स्वच्छन्दो मुक्तबन्धनः । क्षिप्तः संस्कारवातेन चेष्टते शुष्कपर्णवत् ॥ २१॥

વાસનારહિત,કોઈના પર આધાર નહિ રાખનારો,સ્વચ્છંદ અને બંધનમાંથી મુક્ત થયેલો મનુષ્ય,

--“સંસાર-રૂપી” પવનથી પ્રેરિત બની,(પવનથી સૂકાં પાંદડાં જેમ અહીં તહીં જાય છે,તેવી)

--સૂકાં પાંદડાંની જેવી ચેષ્ટા(વર્તન) કરે છે.(૨૧)

 

असंसारस्य तु क्वापि न हर्षो न विषादता । स शीतलमना नित्यं विदेह इव राजये ॥ २२॥

અસંસારી (જ્ઞાની)ને કશે પણ નથી હર્ષ કે નથી શોક,

--શીતળ (શાંત) મનવાળો તે હંમેશ દેહ રહિત (દેહ ના હોય તેવા)ની જેમ શોભે છે (૨૨)

 

कुत्रापि न जिहासास्ति नाशो वापि न कुत्रचित् । आत्मारामस्य धीरस्य शीतलाच्छतरात्मनः ॥ २३॥

શાંત અને શુદ્ધ આત્માવાળા અને આત્મામાં જ સ્થિર બનેલા ધીર(જ્ઞાની) પુરુષને,

--નથી કશું ત્યજવાની ઈચ્છા કે નથી કશું મેળવવાની ઈચ્છા (આશા) (૨૩)

 

प्रकृत्या शून्यचित्तस्य कुर्वतोऽस्य यदृच्छया । प्राकृतस्येव धीरस्य न मानो नावमानता ॥ २४॥

“સ્વ-ભાવ” થી જ “શૂન્ય ચિત્તવાળા” અને સહજ કર્મ કરતા ધીર (જ્ઞાની) પુરુષને,

--સામાન્ય મનુષ્યની જેમ માન કે અપમાન લાગતાં નથી.(૨૪)

 

कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपिणा । इति चिन्तानुरोधी यः कुर्वन्नपि करोति न ॥ २५॥

“આ કર્મ મારા દેહ વડે થયું છે,નહિ કે મારા આત્મા વડે” એમ જે સતત ચિંતન કરે છે,

--તેવો પુરુષ કર્મ કરતો હોવા છતાં કાંઈજ (કર્મ) કરતો નથી.(૨૫)

 

अतद्वादीव कुरुते न भवेदपि बालिशः । जीवन्मुक्तः सुखी श्रीमान् संसरन्नपि शोभते ॥ २६॥

સામાન્ય મનુષ્યની જેમ તે (જ્ઞાની) કર્મો કરે છે,પણ તેમ છતાં,તે નાદાન (મૂર્ખ) હોતો નથી,

--કર્મોમાં આસક્તિ નહિ હોવાથી તે જીવન્મુક્ત પુરુષ સંસારમાં શોભે છે.(૨૬)

 

नानाविचारसुश्रान्तो धीरो विश्रान्तिमागतः । न कल्पते न जाति न श‍ृणोति न पश्यति ॥ २७॥

અનેક પ્રકારના વિચારો કરીને અંતે થાકી ગયેલો,અને તેથી જ શાંત થયેલો,ધીર(જ્ઞાની) પુરુષ,

--નથી કલ્પનાઓ કરતો,નથી જાણતો,નથી સાંભળતો કે નથી જોતો.(૨૭)

 

असमाधेरविक्षेपान् न मुमुक्षुर्न चेतरः । निश्चित्य कल्पितं पश्यन् ब्रह्मैवास्ते महाशयः ॥ २८॥

આવો જ્ઞાની પુરુષ સમાધિના પણ અભાવને લીધે મુમુક્ષુ (મોક્ષની ઈચ્છા રાખનાર) નથી,

--(તેનાથી વિરુદ્ધ) કોઈ પણ વિક્ષેપના અભાવથી બદ્ધ (બંધન વાળો) પણ નથી,

--પરંતુ નિશ્ચય કરી ને આ બધાને કલ્પનામય જોતો,તે ”બ્રહ્મ”-રૂપે જ રહે છે. (૨૮)

 

यस्यान्तः स्यादहङ्कारो न करोति करोति सः । निरहङ्कारधीरेण न किञ्चिदकृतं कृतम् ॥ २९॥

જેનામાં અહંકાર છે તે કાંઇ ના કરે તો પણ કર્મ કરે જ છે,

--જયારે અહંકાર વગરના ધીર પુરુષને માટે તો “કાંઇ ના કરેલું કે કરેલું “ (કર્મ) છે જ નહિ. (૨૯)



नोद्विग्नं न च सन्तुष्टमकर्तृ स्पन्दवर्जितम् । निराशं गतसन्देहं चित्तं मुक्तस्य राजते ॥ ३०॥

એવા જીવન્મુક્તનું ચિત્ત (પ્રભુમય-મન) કે જે પ્રકાશમય છે,તેમાં દ્વૈત નથી તેથી ઉદ્વેગ નથી,

--નથી કોઈ સંકલ્પ-વિકલ્પ તેથી દુનિયા તરફ નિરાશ દૃષ્ટિ છે.

--નથી કોઈ અજ્ઞાન કે જેથી નથી કોઈ સંદેહ. (૩૦)

 

निर्ध्यातुं चेष्टितुं वापि यच्चित्तं न प्रवर्तते । निर्निमित्तमिदं किन्तु निर्ध्यायेति विचेष्टते ॥ ३१॥

ધીર પુરુષનું ચિત્ત (ઈશ્વરમાં તન્મય-મન)  ધ્યાન કરવાને કે કોઈ ક્રિયા કરવા પ્રવૃત્ત થતું નથી,

--પરંતુ કાંઇ પણ નિમિત્ત ના હોવા છતાં યથાપ્રાપ્ત ધ્યાન અને ક્રિયા કરે પણ છે. (૩૧)

 

तत्त्वं यथार्थमाकर्ण्य मन्दः प्राप्नोति मूढताम् । अथवा याति सङ्कोचममूढः कोऽपि मूढवत् ॥ ३२॥

“સત્ય-તત્વ” ને સાંભળીને જડ મનુષ્ય મૂઢ (અજ્ઞાની) બને છે અને સંકોચ (ગભરાટ) પ્રાપ્ત કરે છે,

--તેવી જ રીતે કોઈ જ્ઞાનીની દશા,એ અજ્ઞાનીની જેમ જ

--બાહ્યદૃષ્ટિથી મૂઢતા જેવી જ દેખાય છે.(બાહ્યદૃષ્ટિથી જ્ઞાનીનું મૂઢના જેવું વર્તન લાગે છે) (૩૨)

 

एकाग्रता निरोधो वा मूढैरभ्यस्यते भृशम् । धीराः कृत्यं न पश्यन्ति सुप्तवत्स्वपदे स्थिताः ॥ ३३॥

મૂઢ (અજ્ઞાની) મનુષ્યો એકાગ્રતા અથવા ચિત્ત-નિરોધનો વારંવાર અભ્યાસ કરે છે,પરંતુ,

--જ્ઞાનીઓ તો આત્મપદમાં “સૂતેલાની જેમ” સ્થિર બનેલા હોઈને,

--કશું પણ (એકાગ્રતા-કે ચિત્તનિરોધ- વગેરે) કરવાપણું જોતા જ નથી. (૩૩)

 

अप्रयत्नात् प्रयत्नाद् वा मूढो नाप्नोति निर्वृतिम् । तत्त्वनिश्चयमात्रेण प्राज्ञो भवति निर्वृतः ॥ ३४॥

પ્રયત્ન ના કરવાથી અથવા પ્રયત્ન વડે,પણ મૂઢ (અજ્ઞાની) મનુષ્ય સુખ પામતો નથી,ત્યારે,

--માત્ર તત્વનો નિશ્ચય થતાં જ ધીર (જ્ઞાની) મનુષ્ય સુખી બને છે. (૩૪)

 

शुद्धं बुद्धं प्रियं पूर्णं निष्प्रपञ्चं निरामयम् । आत्मानं तं न जानन्ति तत्राभ्यासपरा जनाः ॥ ३५॥

તે શુદ્ધ,પ્રિય,પૂર્ણ,પ્રપંચરહિત,દુઃખ રહિત,ચૈતન્ય આત્મા પુરુષને ,

--સંસારમાં રહેલા અભ્યાસી (મૂઢ-અજ્ઞાની) લોકો પણ જાણતા નથી (જાણી શકતા નથી)   (૩૫)

 

नाप्नोति कर्मणा मोक्षं विमूढोऽभ्यासरूपिणा । धन्यो विज्ञानमात्रेण मुक्तस्तिष्ठत्यविक्रियः ॥ ३६॥

મૂઢ (અજ્ઞાની) પુરુષ અભ્યાસ-રૂપ કર્મ (યોગ-વગેરે) વડે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી,જયારે,

--ધીર (જ્ઞાની) પુરુષ વિજ્ઞાન (જ્ઞાન) માત્રથી જ મુક્ત અને નિર્વિકાર બને છે (૩૬)

 

मूढो नाप्नोति तद् ब्रह्म यतो भवितुमिच्छति । अनिच्छन्नपि धीरो हि परब्रह्मस्वरूपभाक् ॥ ३७॥

મૂઢ (અજ્ઞાની) પુરુષ “બ્રહ્મ” ને મેળવવાની ને “બ્રહ્મ-રૂપ” થવાની ઈચ્છા રાખે છે,તેથી જ,

--તે તે “બ્રહ્મ”ને મેળવી શકતો નથી કે બ્રહ્મ-રૂપ થઇ શકતો નથી,જયારે

--ધીર (જ્ઞાની) ઇચ્છતો ના હોવા છતાં પણ “બ્રહ્મ-રૂપ” જ છે.(૩૭)

 

निराधारा ग्रहव्यग्रा मूढाः संसारपोषकाः । एतस्यानर्थमूलस्य मूलच्छेदः कृतो बुधैः ॥ ३८॥

કોઈ આધાર વગરના અને દુરાગ્રહી મૂઢો (અજ્ઞાનીઓ) જ સંસાર-રૂપી મૂળનું પોષણ કરવાવાળા છે,

--જયારે તે અનર્થના મૂળ-રૂપ સંસારના મૂળનો જ્ઞાનીઓએ ઉચ્છેદ (નાશ) કર્યો છે. (૩૮)

 

न शान्तिं लभते मूढो यतः शमितुमिच्छति । धीरस्तत्त्वं विनिश्चित्य सर्वदा शान्तमानसः ॥ ३९॥

મૂઢ (અજ્ઞાની) મનુષ્ય શાંત બનવા ઈચ્છે છે,તેથી જ તે શાંતિ પામતો નથી,

--ધીર (જ્ઞાની) પુરુષ “તત્વ” નો નિશ્ચય કરી,સર્વદા શાંત ચિત્તવાળો જ હોય છે. (૩૯)

 

क्वात्मनो दर्शनं तस्य यद् दृष्टमवलम्बते ।धीरास्तं तं न पश्यन्ति पश्यन्त्यात्मानमव्ययम् ॥ ४०॥

બાહ્ય-દૃશ્ય પદાર્થો (સંસાર) નું અવલંબન (આધાર) કરતો હોય તેવા,

--મૂઢ (અજ્ઞાની) ને “આત્મા” નું દર્શન ક્યાંથી થાય ?

--જ્ઞાની પુરુષ તે દૃશ્ય પદાર્થ (સંસાર) ને ના જોતાં,અવ્યય (અવિનાશી) આત્માને જુએ છે. (૪૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૪

પ્રકરણ-૧૮

 

॥ अष्टावक्र उवाच ॥

यस्य बोधोदये तावत्स्वप्नवद् भवति भ्रमः । तस्मै सुखैकरूपाय नमः शान्ताय तेजसे ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-

જે બોધ (તેજ રૂપી-જ્ઞાન) ના ઉદયથી,જગત એક ભ્રમ કે સ્વપ્ન જેવું થઇ જાય છે,

--તે એક માત્ર શાંત અને આનંદરૂપ-તેજ (પરમાત્મા)ને નમસ્કાર હો (૧)

 

अर्जयित्वाखिलान् अर्थान् भोगानाप्नोति पुष्कलान् । न हि सर्वपरित्यागमन्तरेण सुखी भवेत् ॥ २॥

સર્વ ધન કમાઈને મનુષ્ય પુષ્કળ ભોગો પ્રાપ્ત કરે છે,

--પરંતુ તે બધાના પરિત્યાગ વગર તે સુખી થતો જ નથી.(૨)

 

कर्तव्यदुःखमार्तण्डज्वालादग्धान्तरात्मनः । कुतः प्रशमपीयूषधारासारमृते सुखम् ॥ ३॥

“કર્મ-જન્ય દુઃખ (કર્મોથી પેદા થતાં દુઃખો) –રૂપી”   “સૂર્યની જવાળાઓથી”  જેનું મન ભસ્મ થયું છે,

--તેણે “શાંતિ-રૂપી”  “અમૃતધારા” ની વૃષ્ટિ (વરસાદ) વગર “સુખ” ક્યાંથી મળે ? (૩)

 

भवोऽयं भावनामात्रो न किञ्चित् परमर्थतः । नास्त्यभावः स्वभावानां भावाभावविभाविनाम् ॥ ४॥

આ સંસાર “ભાવના-માત્ર” (સંકલ્પ-માત્ર) છે, અને “પરમાર્થ-દૃષ્ટિ” થી તે કંઈ જ નથી,(મિથ્યા છે)

--કારણકે ભાવ-રૂપ (સંકલ્પ-રૂપ=જગત) અને અભાવ-રૂપ (વિકલ્પ-રૂપ=પ્રલય) પદાર્થોમાં

--સ્થિર થયેલા એવા “સ્વ-ભાવ” નો કોઈ અભાવ (વિકલ્પ) હોતો નથી.(૪)

 

न दूरं न च सङ्कोचाल्लब्धमेवात्मनः पदम् । निर्विकल्पं निरायासं निर्विकारं निरञ्जनम् ॥ ५॥

આત્મા નું “સ્વ-રૂપ” દૂર નથી કે સમીપ (નજીક)માં નથી,(આત્મા તો સર્વ-વ્યાપક છે)-

--તે (આત્મા) સંકલ્પ-રહિત,પ્રયત્ન-રહિત,વિકાર-રહિત,દુઃખ-રહિત અને શુદ્ધ છે,

--તે (આત્મા) તો હંમેશને માટે પ્રાપ્ત છે.(૫)

 

व्यामोहमात्रविरतौ स्वरूपादानमात्रतः । वीतशोका विराजन्ते निरावरणदृष्टयः ॥ ६॥

“મોહ”ના નિવૃત્ત (નાશ) થવાથી, થતા પોતાના “સ્વ-રૂપ” (આત્મા)ના ગ્રહણ-માત્રથી,

--પુરુષ “શોક-રહિત” થાય છે, અને

--આવો આવરણહીન (માયા વિહીન-અનાસકત) પુરુષ, શોભાયમાન (ધન્ય) થાય છે.(૬)

 

समस्तं कल्पनामात्रमात्मा मुक्तः सनातनः । इति विज्ञाय धीरो हि किमभ्यस्यति बालवत् ॥ ७॥

“આ બધું જગત કલ્પના માત્ર છે,અને આત્મા મુક્ત અને નિત્ય છે”

--એમ જાણ્યા પછી ધીર (જ્ઞાની-પંડિત) પુરુષ,શું બાળકના જેવી ચેષ્ટા કરે ?(૭)

 

आत्मा ब्रह्मेति निश्चित्य भावाभावौ च कल्पितौ । निष्कामः किं विजानाति किं ब्रूते च करोति किम् ॥ ८॥

“આત્મા” એ “બ્રહ્મ” (પરમાત્મા) છે,અને ભાવ-અભાવ (જગત અને પ્રલય) કલ્પના-માત્ર છે,

--એવો નિશ્ચય કર્યા પછી તેવા નિષ્કામ પુરુષ,માટે,પછી,

--જાણવાનું શું? બોલવાનું શું? કે કરવાનું શું ? (બાકી રહે છે?) (૮)


अयं सोऽहमयं नाहमिति क्षीणा विकल्पना । सर्वमात्मेति निश्चित्य तूष्णीम्भूतस्य  योगिनः ॥ ९॥

આ બધું “આત્મા” જ છે, એવો નિશ્ચય કર્યા પછી,શાંત બનેલા (જીવન્મુક્ત) યોગીની,

--“આ હું છું,અને આ હું નથી” એવી કલ્પનાઓ નષ્ટ થઇ જાય છે (૯)

 

न विक्षेपो न चैकाग्र्यं नातिबोधो न मूढता । न सुखं न च वा दुःखमुपशान्तस्य योगिनः ॥ १०॥

શાંત બનેલા યોગી (જીવન્મુક્ત) ને,નથી વિક્ષેપ કે નથી એકાગ્રતા,

--નથી જ્ઞાન કે નથી મૂઢતા (અજ્ઞાન),નથી સુખ કે નથી દુઃખ.(૧૦)

 

स्वाराज्ये भैक्षवृत्तौ च लाभालाभे जने वने । निर्विकल्पस्वभावस्य न विशेषोऽस्ति योगिनः ॥ ११॥

નિર્વિકલ્પ (વિકલ્પ વગરના=જીવન્મુક્ત) બનેલા,સ્વ-ભાવવાળા યોગીને,

--સ્વ-રાજ્યમાં (કે પોતાને સ્વર્ગનું રાજ્ય મળે તો તેમાં) કે ભિક્ષાવૃત્તિમાં,

--લાભમાં કે હાનિમાં,લોકોમાં રહે કે જંગલમાં રહે,કંઈ જ ફેર હોતો નથી.(૧૧)

 

क्व धर्मः क्व च वा कामः क्व चार्थः क्व विवेकिता । इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तस्य योगिनः ॥ १२॥

દ્વંદો (સુખ-દુઃખ વગેરે)થી મુક્ત બનેલા,યોગીને,કામ શો? અને અર્થ શો?

--અને “આ કર્યું અને આ કર્યું નહિ” એવો વિવેક શો?(૧૨)

 

कृत्यं किमपि नैवास्ति न कापि हृदि रञ्जना । यथा जीवनमेवेह जीवन्मुक्तस्य योगिनः ॥ १३॥

જીવન્મુક્ત બનેલા આવા યોગી ને માટે કશું કર્તવ્ય છે જ નહિ, વળી,

--તેના અંતરમાં કોઈ આસક્તિ નહિ હોવાને કારણે તે

--જગતમાં યથાપ્રાપ્ત (જે મળી જાય તેમાં આનંદ માની) જીવન જીવે છે.(૧૩)

 

क्व मोहः क्व च वा विश्वं क्व तद् ध्यानं क्व मुक्तता । सर्वसङ्कल्पसीमायां विश्रान्तस्य महात्मनः ॥ १४॥

સર્વ સંકલ્પોના અંતને પામેલા,યોગીને,માટે,મોહ શું? કે જગત શું ?

--ધ્યાન શું ? કે મુક્તિ શું ? (૧૪)

 

येन विश्वमिदं दृष्टं स नास्तीति करोतु वै । निर्वासनः किं कुरुते पश्यन्नपि न पश्यति ॥ १५॥

જે આ જગતને જુએ છે,તે એમ કહી શકતો નથી,કે “જગત નથી” (કારણ તેનામાં વાસનાઓ છે),

--પરંતુ જેનામાં વાસનાઓ રહી નથી તેવો પુરુષ જગતને જોતો હોવા છતાં જોતો નથી(૧૫)

 

येन दृष्टं परं ब्रह्म सोऽहं ब्रह्मेति चिन्तयेत् । किं चिन्तयति निश्चिन्तो द्वितीयं यो न पश्यति ॥ १६॥

જે પુરુષે શ્રેષ્ઠ “બ્રહ્મ” જોયું છે,તેવો પુરુષ “હું બ્રહ્મ છું” એવું ચિંતન પણ કરે છે,પણ,

--જે બીજું કશું જોતો જ નથી એવો (માત્ર આત્માને જ જોતો હોય) પુરુષ શાનું ચિંતન કરે ? (૧૬)

 

दृष्टो येनात्मविक्षेपो निरोधं कुरुते त्वसौ । उदारस्तु न विक्षिप्तः साध्याभावात्करोति किम् ॥ १७॥

જે પુરુષ પોતાનામાં વિક્ષેપો જુએ તે ભલે તેનો નિરોધ (ધ્યાન,સમાધિ વગેરે) કરે,

--પણ જેને કોઈ વિક્ષેપો નથી તે સાધ્યના અભાવથી (કાંઇ સાધવાનું રહેલું ના હોવાથી) શું કરે ?  (૧૭)

 

धीरो लोकविपर्यस्तो वर्तमानोऽपि लोकवत् । न समाधिं न विक्षेपं न लोपं स्वस्य पश्यति ॥ १८॥

લોકો સાથે રહેતો અને લોકો ની જેમ વર્તતો હોવાં છતાં લોકો થી જુદો એવો ધીર (જ્ઞાની) પુરુષ,

--નથી પોતાની સમાધિને જોતો,નથી વિક્ષેપને જોતો કે નથી કોઈ બંધનને જોતો.(૧૮)

 

भावाभावविहीनो यस्तृप्तो निर्वासनो बुधः । नैव किञ्चित्कृतं तेन लोकदृष्ट्या विकुर्वता ॥ १९॥

જે પુરુષ તૃપ્ત છે,ભાવ-અભાવ (સંકલ્પ-વિકલ્પ) અને વાસના વગરનો છે,તે,

--લોકોની નજરે કર્મો (ક્રિયાઓ) કરતો હોવા છતાં કાંઇ કરતો નથી. (૧૯)

 

प्रवृत्तौ वा निवृत्तौ वा नैव धीरस्य दुर्ग्रहः । यदा यत्कर्तुमायाति तत्कृत्वा तिष्ठतः सुखम् ॥ २०॥

જે વખતે જે કરવાનું આવી પડે તે કરીને આનંદથી રહેતા,

--જ્ઞાનીને પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં કોઈ જ દુરાગ્રહ હોતો નથી.(૨૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૩

પ્રકરણ-૧૭

 

 ॥ अष्टावक्र उवाच ॥

तेन ज्ञानफलं प्राप्तं योगाभ्यासफलं तथा । तृप्तः स्वच्छेन्द्रियो नित्यमेकाकी रमते तु यः ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-

જે પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રીયોવાળો છે અને સદાય એકલો (અસંગ) તથા આનંદમાં રહે છે,

--માત્ર તેણે જ જ્ઞાનનું અને યોગાભ્યાસનું ફળ પ્રાપ્ત કર્યું છે. (૧)

 

न कदाचिज्जगत्यस्मिन् तत्त्वज्ञो हन्त खिद्यति । यत एकेन तेनेदं पूर्णं ब्रह्माण्डमण्डलम् ॥ २॥

તત્વ (સત્ય) ને જાણનારો આ જગતમાં કદી ખેદ ને પામતો નથી, તે વાત સાચી છે,કેમ કે,

--તેના એકલાથી જ સમસ્ત બ્રહ્માંડ-મંડળ વ્યાપ્ત છે.(તેના સિવાય બીજું કશું છે જ નહિ) (૨)

 

न जातु विषयाः केऽपि स्वारामं हर्षयन्त्यमी । सल्लकीपल्लवप्रीतमिवेभं निम्बपल्लवाः ॥ ३॥

શલ્લકીનાં (એક જાતની મધુર રસવાળી વનસ્પતિનાં) પાન ખાઈને આનંદિત થયેલા હાથીને,

--જેવી રીતે લીંબડાનાં કડવા પાન આનંદ (હર્ષ) પમાડતાં નથી,તેમ,

--“આત્મા” રામ પુરુષને  કોઈ વિષયો હર્ષ પમાડતા નથી.(૩)

 

यस्तु भोगेषु भुक्तेषु न भवत्यधिवासितः । अभुक्तेषु निराकाङ्क्षी तदृशो भवदुर्लभः ॥ ४॥

જે મનુષ્ય ભોગવાયેલા ભોગોમાં આસક્ત થતો નથી અને,

--ના ભોગવાયેલા ભોગો પ્રત્યે આકાંક્ષા રાખતો નથી,તેવા મનુષ્ય સંસારમાં દુર્લભ છે.(૪)

 

बुभुक्षुरिह संसारे मुमुक्षुरपि दृश्यते । भोगमोक्षनिराकाङ्क्षी विरलो हि महाशयः ॥ ५॥

અહીં સંસારમાં ભોગેચ્છુ (ભોગોની ઈચ્છા વાળા) અને મોક્ષેચ્છુ (મોક્ષની ઈચ્છાવાળા) દેખાય છે,

--પરંતુ ભોગ અને મોક્ષ –એ બંને પ્રત્યે આકાંક્ષા વગરના વિરલા મહાત્મા કોઈક જ છે.(૫)

 

धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य हेयोपादेयता न हि ॥ ६॥

કોઈ ઉદાર મન (બુદ્ધિ) વાળાને જ પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) પ્રત્યે અને,

--જીવન તથા મરણ ને માટે ત્યાજ્ય (ત્યાગનો) કે ગ્રાહ્યભાવ (ગ્રહણ કરવાનો) હોતો નથી. (૬)

 

वाञ्छा न विश्वविलये न द्वेषस्तस्य च स्थितौ । यथा जीविकया तस्माद् धन्य आस्ते यथा सुखम् ॥ ७॥

જગતના વિલયની (નાશની) જેને ઈચ્છા નથી કે તે જગત રહે તો પણ જેને દુઃખ નથી,એવો,

--ધન્ય (કૃતાર્થ) પુરુષ,સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક (સંતોષમાં) રહે છે (૭)

 

कृतार्थोऽनेन ज्ञानेनेत्येवं गलितधीः कृती । पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन्नास्ते यथा सुखम् ॥ ८॥

સત્ય જ્ઞાનને પામેલો અને જે જ્ઞાનને પામવાથી,જેની બુદ્ધિ (જ્ઞાનમાં) લય પામી ગઈ છે,

--તેવો કૃતાર્થ (ધન્ય) પુરુષ,ઇન્દ્રિયો ના વિષયો (જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો)

--ભોગવતો હોવાં છતાં (તે વિષયો પ્રત્યે અનાસક્ત હોવાથી) સુખપૂર્વક રહે છે.(૮)

 

शून्या दृष्टिर्वृथा चेष्टा विकलानीन्द्रियाणि च । न स्पृहा न विरक्तिर्वा क्षीणसंसारसागरे ॥ ९॥

જયારે સંસારરૂપ સાગર ક્ષીણ થાય (સંસાર જતો રહે) ત્યારે દૃષ્ટિ શૂન્ય બને છે,

--સર્વ ક્રિયાઓ (કર્મો) નિરર્થક બને છે,ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે, અને

--નથી આસક્તિ રહેતી કે નથી વિરક્તિ રહેતી (૯)

 

न जागर्ति न निद्राति नोन्मीलति न मीलति । अहो परदशा क्वापि वर्तते मुक्तचेतसः ॥ १०॥

અહો,મનથી મુક્ત થયેલાની કેવી ઉત્કૃષ્ટ દશા છે !! કે,જે,

--નથી જાગતો,નથી સૂતો,નથી આંખ બંધ કરતો કે નથી આંખો ખોલતો.(૧૦)

 

सर्वत्र दृश्यते स्वस्थः सर्वत्र विमलाशयः । समस्तवासना मुक्तो मुक्तः सर्वत्र राजते ॥ ११॥

બધી વાસનાઓથી મુક્ત બનેલો,જ્ઞાની મુક્ત પુરુષ,સર્વ ઠેકાણે સ્વસ્થ (શાંત) દેખાય છે,

--સર્વત્ર નિર્મળ અંતઃકરણ વાળો રહે છે અને સર્વત્ર શોભે છે. (૧૧)

 

पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन् गृण्हन् वदन् व्रजन्।ईहितानीहितैर्मुक्तो मुक्त एव महाशयः ॥१२॥

ઇચ્છાઓ અને અનિચ્છાઓ (ને રાગ-દ્વેષ) થી મુક્ત એ મહાત્મા,ભલે,

--જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણ કરતો,બોલતો કે ચાલતો હોય છતાં મુક્ત જ છે. (૧૨)

 

न निन्दति न च स्तौति न हृष्यति न कुप्यति । न ददाति न गृण्हाति मुक्तः सर्वत्र नीरसः ॥ १३॥

તે નથી કોઈની નિંદા કરતો, કે નથી કોઈની સ્તુતિ (વખાણ) કરતો ,

--નથી ખુશ થતો કે નથી નાખુશ (ક્રોધિત) થતો,

--નથી કોઈને આપતો કે નથી કોઈની પાસેથી લેતો,અને સર્વત્ર રસ વગરનો થઈને રહે છે. (૧૩)

 

सानुरागां स्त्रियं दृष्ट्वा मृत्युं वा समुपस्थितम् । अविह्वलमनाः स्वस्थो मुक्त एव महाशयः ॥ १४॥

પ્રીતિયુક્ત (સુંદર) સ્ત્રી  જેની પાસે આવે કે,મૃત્યુ પાસે આવે,પણ તેને જોઈને જે મહાત્માનું મન,

--વિહવળ થતું નથી,પણ સ્વસ્થ રહે છે,તે મુક્ત જ છે. (૧૪)

 

सुखे दुःखे नरे नार्यां सम्पत्सु च विपत्सु च । विशेषो नैव धीरस्य सर्वत्र समदर्शिनः ॥ १५॥

આવા,બધેય સમદર્શી,ધીરજવાન પુરુષને,સુખમાં કે દુઃખમાં,સ્ત્રીમાં કે પુરુષમાં,

--સંપત્તિમાં કે વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી. (૧૫)

 

न हिंसा नैव कारुण्यं नौद्धत्यं न च दीनता । नाश्चर्यं नैव च क्षोभः क्षीणसंसरणे नरे ॥ १६॥

જેનો (જેના મનમાં) સંસાર નાશ પામ્યો છે-તેવા મનુષ્યમાં,

--નથી હિંસા કે નથી કરુણા,નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા,નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ (૧૬)

 

न मुक्तो विषयद्वेष्टा न वा विषयलोलुपः । असंसक्तमना नित्यं प्राप्ताप्राप्तमुपाश्नुते ॥ १७॥

મુક્ત પુરુષ,નથી વિષયોમાં આસક્ત થતો કે નથી વિષયોને ધિક્કારતો, પણ

--સદા અનાસક્ત થઇ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓનો ઉપભોગ કરે છે.(૧૭)

 

समाधानसमाधानहिताहितविकल्पनाः । शून्यचित्तो न जानाति कैवल्यमिव संस्थितः ॥ १८॥

જેનું મન નાશ પામ્યું છે,તે સમાધાન કે અસમાધાન,હિત કે અહિત,વગેરેની

--કલ્પનાને પણ જાણતો નથી,પરંતુ,તે કેવળ કૈવલ્ય (મોક્ષ)માં જ સ્થિર રહે છે.(૧૮)

 

निर्ममो निरहङ्कारो न किञ्चिदिति निश्चितः । अन्तर्गलितसर्वाशः कुर्वन्नपि करोति न ॥ १९॥

મમતા વગરનો,અહંતા (અભિમાન) વગરનો,અને જગતમાં કાંઈજ નથી (જગત મિથ્યા) એવા,

--નિશ્ચયવાળો,અને અંદરથી જેની બધી આશાઓ લય (નાશ) પામી ગઈ છે,

--તેવો મનુષ્ય કર્મ કરે છતાં તે કર્મથી (કર્મના બંધનથી) લેપાતો નથી.(૧૯)

 

मनःप्रकाशसंमोहस्वप्नजाड्यविवर्जितः । दशां कामपि सम्प्राप्तो भवेद् गलितमानसः ॥ २०॥

જેનું મન ક્ષીણ બન્યું છે, અને જે મનના પ્રકાશ-અંધકાર,સ્વપ્ન અને જડતા (સુષુપ્તિ)થી

--રહિત છે (વગરનો છે), તે કોઈ અવર્ણનીય  દશાને પ્રાપ્ત થાય છે.(૨૦)

 

પ્રકરણ-૧૭-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE