Nov 2, 2011

PAGE-2-તત્વોપદેશ

PAGE-2
તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
                NEXT PAGE

વળી આનાથી વિરુદ્ધ –જો અનેક વિષયો અને અનેક ઇન્દ્રિયો રૂપ આત્મા જો (જુદા જુદા) હોય ,
તો અનેક સ્વામી વાળા, આ દેહ ની વ્યવસ્થા પણ જળવાઈ રહે નહિ,
જેમ,એક દેશમાં જો એક જ રાજા  હોય તો જ ત્યાં રાજ્ય-વ્યવસ્થા બરોબર જળવાઈ રહે છે,
તેમ,દેહમાં એક જ, “આત્મા-રૂપ સ્વામી” હોય તો જ બરાબર વ્યવસ્થા જળવાઈ રહે.   (૮)

એ જ પ્રમાણે “મન” અથવા “પ્રાણ” પણ તું (ત્વમ=આત્મા) નથી. કેમ કે એ બંને જડ છે.
“મારું મન બીજે ઠેકાણે ગયું છે” એમ જે આપણે કહીએ છીએ, તેથી,
મન અને આત્મા જુદાં છે એવો અનુભવ થાય છે.  (૯)

તેમ જ “મારો પ્રાણ ભૂખ અને તરસ થી પીડાય છે” એમ જે આપણે કહીએ છીએ,તેથી,
પ્રાણ અને આત્મા પણ જુદાજુદા છે તેવો અનુભવ થાય છે.
વળી આત્મા તો મન અને પ્રાણ નો દ્રષ્ટા છે,તેથી,
જેમ ઘડાને જોનાર ઘડાથી જુદો હોય છે તેમ,આત્મા,મન અને પ્રાણ થી જુદો જ છે.  (૧૦)

એ જ રીતે “બુદ્ધિ” પણ તું (ત્વમ=આત્મા) નથી.કેમકે-
બુદ્ધિ સુષુપ્તિ અવસ્થામાં લય પામે છે (કારણકે તે વેળા તે આત્મા ના સંબંધ વિનાની હોય છે) અને
જાગ્રત અવસ્થામાં ચૈતન્ય-આત્મા ની છાયા (પ્રતિબિંબ) સાથે સંબંધ પામી ને જ,
આખા શરીર માં વ્યાપી ને રહે છે, માટે જ આત્મા એ બુદ્ધિ નથી.  (૧૧)

જાગ્રત અવસ્થામાં એ “બુદ્ધિ” ચૈતન્ય-આત્મા ના સંબંધવાળી હોઈ ને જ,
અનેક રૂપ-વાળી તથા અતિ-ચંચળ બને છે,અને સુષુપ્તિમાં આત્માનો સંબંધ છૂટવાથી લય પામે છે,
પણ તું (ત્વમ) તો એ બુદ્ધિ નો દ્રષ્ટા,પ્રકાશક અને સદા એક જ રૂપવાળો હોઈ તેનાથી જુદો છે. (૧૨)

સુષુપ્તિમાં દેહ-વગેરે નો અભાવ હોય છે,તો પણ એ દેહના સાક્ષી તરીકે તું (આત્મા) તો હોય છે,જ.
કારણ કે ઉંઘી ને ઉઠ્યા પછી, જાગ્રત સમયે “આજે  હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો” એમ એવો,
પોતાના આત્મા નો અનુભવ થાય છે, તેથી પણ સાબિત થાય છે કે-
પોતાના સિવાય આત્મા નો બીજો કોઈ પ્રકાશક નથી.  (૧૩)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

                NEXT PAGE

PAGE-1-તત્વોપદેશ

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

    NEXT PAGE


ગુરુએ શિષ્ય ને કહ્યું કે-“તત્વમસિ” એ વાક્ય માં રહેલા “ત્વમ” પદ ના અર્થ નું તું વિવેચન કર. (૧)

આ દેહ દૃશ્ય છે,જાતિ વગેરે ધર્મો થી યુક્ત છે, તે ભૂતો નો (પંચમહાભૂતોનો વિકારથી) બનેલો છે,
અશુદ્ધ છે,અનિત્ય જ છે, તેથી તું (ત્વમ=આત્મા) એ દેહ નથી     (૨)

તું (ત્વમ) તો અદૃશ્ય,રૂપ-રહિત,જાતિ-રહિત,ભૂતો થી (પંચમહાભૂતો ના વિકારથી) નહિ બનેલો,
તું (ત્વમ) શુદ્ધ,નિત્ય,અને “દ્રષ્ટા-રૂપ” છે. વળી,
જેમ,ઘડો એ દૃશ્ય પદાર્થ છે –એટલે તે (ઘડો પોતે) દ્રષ્ટા હોઈ શકે નહિ,
તેમ, દેહ પણ દૃશ્ય (આંખો થી જોઈ શકાય તેવો) હોવાથી,દ્રષ્ટા(દૃશ્ય ને જોનાર) હોઈ શકે નહિ. (૩)

તેમ જ તું (ત્વમ) ઇન્દ્રિયો પણ નથી, કેમકે, ઇન્દ્રિયો કરણ (વિષયો ને ગ્રહણ કરનાર સાધન) કહેવાય છે,
તું (ત્વમ) તો ઇન્દ્રિયો નો પ્રેરક છે,માટે તેઓથી જુદો છે, વળી જે કર્તા હોય તે ‘કરણ” હોઈ શકે નહિ.(૪)

તેમ જ એ ઇન્દ્રિયો તો જુદી જુદી અનેક છે, અને તું (ત્વમ) તો “એક” જ છે,
તેથી પણ તું (ત્વમ) ઇન્દ્રિયો થી જુદો છે.
જુદી જુદી ઇન્દ્રિયોથી થતી જુદી જુદી દરેક ક્રિયાઓ (કર્મો) માં “હું કર્મ કરું છું” એમ ભાન થાય છે,
તું (ત્વમ) એ કર્મો નો કરનાર નથી,માટે પણ તું એક-એક જુદુ-જુદી ઇન્દ્રિયો-રૂપ નથી.   (૫)

એ જ રીતે તું (ત્વમ) ઇન્દ્રિયો નો સમુદાય પણ નથી. કેમ કે એ ઇન્દ્રિયોમાંની એકાદનો પણ નાશ થાય,
તો પણ, “હું” (અહમ) એવી બુદ્ધિ તો એમ ની એમ જ રહે છે,
જો ઇન્દ્રિયો નો સમુદાય “આત્મા” (ત્વમ) હોય તો એકાદ ઇન્દ્રિય નો નાશ થતાં,પણ,
“આત્મા ના અસ્તિત્વ નું જે જ્ઞાન” રહે છે તે રહે જ નહિ.   (૬)

પ્રત્યેક (જુદી-જુદી) ઇન્દ્રિય પણ “આત્મા” નથી. જો આ દેહની જુદી-જુદી ઇન્દ્રિયો પોતે પોતાની સ્વામી બને,
તો પ્રત્યેક જુદીજુદી ઇન્દ્રિય,જુદા-જુદા અનેક મતના આશ્રય વાળી બને,અને અનેક વિષયોમાં ખેંચાઈ ને નાશ પામે. પણ આત્મા નો તો નાશ નથી-એટલે  પ્રત્યેક જુદી જુદી ઇન્દ્રિય –એ-આત્મા નથી. (૭)


TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA


    NEXT PAGE

તત્વોપદેશ-INDEX PAGE

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત

TATVOPADESH--GUJARATI--BY-- (AADI) SHANKARACHARYA

અનુક્રમણિકા (INDEX PAGE)

PAGE-10


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
       END

અંદર અને બહાર,”પોતે” વ્યાપી ને સૂર્ય વગેરેને –અને- આખા જગત ને જે પ્રકાશમાન કરે છે,
તે “બ્રહ્મ” અગ્નિ થી અત્યંત તપેલા લોઢાના ગોળાની જેમ પ્રકાશી રહ્યું છે.  (૬૨)

“બ્રહ્મ” એ જગત થી જુદા “લક્ષણો”વાળું હોઈ જુદું જ છે,છતાં બ્રહ્મ થી જુદું કાંઇ છે જ નહિ,”આમ” જ છે,
છતાં,પણ બ્રહ્મ થી જુદું જો કાંઇ દેખાય તો તે ઝાંઝવાના જળ જેવું તે-મિથ્યા જ છે.  (૬૩)

જે કાંઇ દેખાય છે (આંખથી) અને જે કાંઇ સંભળાય છે (કાનથી) તે બ્રહ્મ થી જુદું નથી,અને,
તત્વ નું જ્ઞાન થયા પછી, તે દ્વારા (આંખથી અને કાનથી)
સચ્ચિદાનંદ-રૂપ અને સર્વવ્યાપી (અદ્વૈત) “બ્રહ્મ” બધે અનુભવાય છે,  (૬૪)

સચ્ચિદાનંદ-રૂપ અને સર્વવ્યાપી એ “બ્રહ્મ” ને માત્ર “જ્ઞાન-દૃષ્ટિ” જ જોઈ શકે છે,(આંખ ની દૃષ્ટિ નહિ) પરંતુ,
જેમ,તેજસ્વી સૂર્ય ને આંધળો મનુષ્ય જોઈ શકતો નથી,
તેમ “અજ્ઞાન-દૃષ્ટિ” વાળો  તે “બ્રહ્મ” નાં દર્શન કરી શકતો નથી.    (૬૫)

શ્રવણ,મનન તથા નિદિધ્યાસન વડે પ્રગટ થયેલા,
“જ્ઞાન-રૂપ” અગ્નિ થી,ચારે બાજુ અત્યંત તપી જઈ,સર્વ પ્રકારના મેલ થી રહિત થયેલો જીવ,
અગ્નિથી તપાવેલા સોના ની પેઠે,પોતાની મેળે જ (બ્રહ્મ-રૂપે) પ્રકાશે છે.  (૬૬)

જ્ઞાન-રૂપ પ્રકાશ થી પ્રકાશતો અને અજ્ઞાન-રૂપ અંધકાર ને દૂર કરતો,
આત્મા-રૂપ સૂર્ય, હ્ર્દયાકાશ માં જ ઊગેલો છે,
તે સર્વ સ્થળે વ્યાપી રહેલો, અને સર્વ નું ધારણ-પોષણ કરનારો હોઈ “પોતે” જ પ્રકાશે છે,
અને બધાં ને પ્રકાશમાન  કરે છે.  (૬૭)

જે મનુષ્ય,દિશા-દેશ-કાળ,વગેરે ની જરૂર વિના જ,
બધે ગતિવાળા-સર્વવ્યાપી-ટાઢ-તાપ વગેરે ને દૂર કરનાર,નિત્ય સુખમય,અને નિર્લેપ એવા
“પોતાના” આત્મા-રૂપ તીર્થ ને સેવે છે, તે- બહાર ની બધી ક્રિયાઓથી રહિત થઇને,
“બધું જાણનાર-બધે ગતિવાળો-વ્યાપક-અને અમર”  થાય છે.  (૬૮)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

      PREVIOUS PAGE
       END

PAGE-9


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

જેનાં દર્શન કર્યા પછી બીજું કશું જોવાનું (દર્શન કરવાનું) રહેતું નથી,
જેના “સ્વ-રૂપે” થયા પછી,સંસારમાં ફરીથી જન્મ થતો નથી,અને
જેને જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે,એમ નિશ્ચય કરવો. (૫૫)

જે વસ્તુ,આડી-અવળી, ઉપર-નીચે,ભરચક ભરેલી છે,જે સત્-ચિત્-આનંદ-રૂપ છે,
જે અદ્વૈત,અનંત,નિત્ય અને “એક” જ છે,તે જ “બ્રહ્મ”(પરમાત્મા) છે, એમ ચોક્કસ પણે જાણવું.   (૫૬)

“નેતિ-નેતિ”   -એટલે-   “તે બ્રહ્મ આવું નથી-બ્રહ્મ આવું નથી”
એમ- જડ વસ્તુઓ ના ત્યાગ કરવા રૂપે,વેદાંત જે જણાવે છે,
(જડ વસ્તુઓ (જગત-વગેરે) એ બ્રહ્મ નથી-એટલે તેનો ત્યાગ કરવાનું  વેદાંત જણાવે છે)
અને જે અવિનાશી,નિર્વિકાર,તથા અખંડ(પરમ) આનંદ રૂપે “એક” જ છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે.
એમ ખાતરી પૂર્વક જાણવું.  (૫૭)

અખંડ (પરમ) આનંદ-રૂપ એ “બ્રહ્મ” ના,અમુક (થોડા) લેશ આનંદ નો આશ્રય કરી ને,
બ્રહ્મા (દેવો) વગેરે અને સર્વ જીવો ઓછા-વત્તા “આનંદી” થાય છે.(પરમાનંદી-નહિ) (૫૮)

સર્વ વસ્તુ, એ “બ્રહ્મ” થી યુક્ત છે,અને સર્વ વ્યવહાર એ ચૈતન્ય (બ્રહ્મ) ને લીધે જ થઇ રહ્યો છે.માટે,
જેમ, બધાય દુધમાં ઘી વ્યાપી ને રહેલું છે,તેમ,બધાયમાં બ્રહ્મ સર્વ વ્યાપક છે.  (૫૯)   

જે સૂક્ષ્મ નથી,સ્થૂળ નથી,ટૂંકું નથી કે લાંબુ નથી,વળી જે જન્મરહિત,અવિનાશી,નિર્વિકાર અને
રૂપ,ગુણ,વર્ણ તથા નામરહિત છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે તેવો નિશ્ચય કરવો.   (૬૦)

જેના (જે બ્રહ્મ-પરમાત્મા ના) પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે,
પણ સૂર્ય કે જેનાથી જગત ને પ્રકાશ મળે છે, તે સૂર્ય કાંઇ બ્રહ્મને પ્રકાશિત કરી શકતો નથી!!!!!,
એટલે,તે બ્રહ્મ (પરમાત્મા) જ “એક”માત્ર છે કે જેનાથી,આ બધું (સૂર્ય-વગેરે અને જગત) પ્રકાશી રહ્યું છે,
તે,જ માત્ર બ્રહ્મ (પરમાત્મા) છે એમ નિશ્ચય કરવો.  (૬૧)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

PAGE-8


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

જેમ ઘડો વગેરે માટીનાં વાસણો માટી જ છે,માટી થી જુદા નથી,
તેમ, આ સર્વ જગત આત્મા છે,આત્મા થી જુદું કાંઇ જ નથી,
એટલે આમ જ્ઞાની બધાને પોતાના આત્મા-રૂપ જુએ છે.    (૪૮)

આમ “બધું જ બ્રહ્મ છે” એવા જ્ઞાન વાળો મનુષ્ય જીવન્મુક્ત (મુક્તિ પામેલો) છે,
તે પૂર્વોક્ત (પહેલાંની) સર્વ ઉપાધિઓ (માયા) ના ધર્મો નો ત્યાગ કરે છે, કારણકે,
જેમ,ભમરાએ દરમાં પૂરેલો કીડો ભમરા નું ધ્યાન કરતાં કરતાં ભમરો જ બની જાય છે,
તેમ, બ્રહ્મ (પરમાત્મા) નું ધ્યાન કરતો કરતો,સત્,ચિત્,આનંદ ના ધર્મો ને જ પામ્યો હોય છે.  (૪૯)

મોહ-રૂપી મહાસાગરને તરી જઈ,રાગ-દ્વેષ વગેરે રાક્ષસો નો નાશ કરી,શાંતિ સાથે જોડાયેલો,
આત્મા-રામ યોગી બ્રહ્મ-સ્વ-રૂપે પ્રકાશે છે.    (૫૦)

બહારનાં અનિત્ય સુખો ની આસક્તિ ત્યજીને કેવળ આત્મ-સુખમાં જ શાંતિ પામેલો, તે પુરુષ,
ઘડા માં રહેલા દીવા પેઠે,હૃદયાકાશ માં જ આત્મ-સ્વ-રૂપે પ્રકાશે છે.  (૫૧)

એ મનનશીલ પુરુષ,શરીર રૂપ ઉપાધિમાં રહ્યો હોય તો પણ,આકાશ ની પેઠે ધર્મો થી લેપાતો નથી,
કારણકે એ બધું જાણતો હોય છતાં મૂઢ જેવો રહે છે,અને
વાયુ ની પેઠે કોઈ વિષય માં આસક્ત થયા વિના વિચરે છે.      (૫૨)

એ જીવન્મુક્ત મુનિ,દેહરૂપ ઉપાધિ (માયા) નો લય થયા પછી,
જેમ પાણી,પાણીમાં-આકાશ,આકાશમાં-અને તેજ,તેજમાં એકરૂપ થઇ જાય છે,
તેમ વ્યાપક પરમાત્મા માં અભેદ-રૂપે પ્રવેશ કરી,પરમાત્મા-રૂપ બની જાય છે.   (૫૩)

જેનો લાભ થયા પછી તે સિવાય નો બીજો કોઈ લાભ જ નથી,
જેના સુખ મળ્યા પછી તે સિવાય નું બીજું કોઈ વધુ સુખ નથી,
જેનું જ્ઞાન થયા પછી,તે સિવાય નું  બીજું કોઈ વધુ જ્ઞાન નથી,
એ જ –બ્રહ્મ- છે એમ નિશ્ચય સમજવું.   (૫૪)



AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

      PREVIOUS PAGE
        NEXT PAGE