Aug 7, 2021

Gujarati-Ramayan-Rahasya-36-ગુજરાતી-રામાયણ-રહસ્ય-36

બીજી બાજુ અંદર શયન કરી રહેલા ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે-બહાર સનત્કુમારો આવ્યા છે અને ઝગડો ચાલતો હોય તેવું લાગે છે,મારા દ્વારે આવીને ક્રોધ કરે છે એટલે તે અંદર આવવાને લાયક નથી.પણ તેમના પર અનુગ્રહ કરીને હું જ તેમને બહાર જઈને દર્શન આપીશ.
ભગવાન લક્ષ્મીજી સાથે બહાર પધારે છે પણ સનત્કુમારોને નજર આપતા નથી.જીવને કરેલાં પાપનો પસ્તાવો ના થાય ત્યાં સુધી ભગવાન નજર આપતા નથી.સનત્કુમારો વંદન કરે છે,પણ ભગવાન તેમના સામું પણ જોતા નથી.સનત્કુમારોને પોતાની ભૂલ સમજાય છે કે –ક્રોધ કર્યો તે ભૂલ કરી.પાર્ષદો તેમની ફરજ બજાવતા હતા તેમના પર ક્રોધ કરવાનું ઉચિત નહોતું.પણ ભગવાનના દર્શનની ઉત્કંઠામાં વિઘ્ન થયું અને ક્રોધ થઇ ગયો.

Aug 6, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-1


Gujarati-Ramayan-Rahasya-35-ગુજરાતી-રામાયણ-રહસ્ય-35

ક્રોધ એ કામનો નાનો ભાઈ છે,અને આ નાનોભાઈ મોટાભાઈનાં ખાસડાં લઇ જાય એવો છે.અતિ સાવધ રહેનાર કદાચ કામને મારી શકે છે પણ ક્રોધને મારવો અતિ કઠણ છે.કામનું મૂળ “સંકલ્પ” છે.જ્ઞાનીઓ અને યોગીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી એટલે તેમને કામ ત્રાસ આપી શકતો નથી,પણ તેમનું ઘણી વખત ક્રોધથી પતન થાય છે.

Aug 5, 2021

Gujarati-Ramayan-Rahasya-34-ગુજરાતી-રામાયણ-રહસ્ય-34

ડોસાને વૃદ્ધાવસ્થામાં ખાવાનું પચતું નથી,છતાં તેને ઘડી ઘડી ખાવાનું મન થયા કરે છે.લૂલી બહુ પજવે છે.ભગવાનનું નામ મુખે આવતું નથી.અને પાછો કહે છે ”હવે ભગવાન ઉપાડી લે તો સારું” પણ એમ ને એમ ભગવાન તેને ઉપાડવા ક્યાંથી આવે ? જ્યાં સુધી બાજી આપણા હાથમાં છે ત્યાં સુધી પ્રભુને રાજી કરવામાં આવે તો બેડો પાર છે.મરણપથારીએ પડ્યા પછી જેના માટે પૈસાનું પાણી કર્યું હશે તે લોકો જ “ડોસો જલદી મરે તો સારું” એવી ઈચ્છા રાખે છે.પુત્ર-પુત્રી પણ મને કંઈ મળશે એ ઈચ્છાથી થોડી સેવા કરે છે.બધાં સ્વાર્થના સગાં આસપાસ ભેગાં થાય છે.

Aug 4, 2021

Narayana Kavach-Gujarati-Shloka and Meaning-નારાયણ કવચ-ગુજરાતી શ્લોક અને અર્થ સાથે

Gujarati-Ramayan-Rahasya-33-ગુજરાતી-રામાયણ-રહસ્ય-33

વ્યાસજી મહાભારતમાં ઉંચા હાથ કરીને કહે છે કે-
અરે,હું ઉંચા હાથ કરીને આટલી બૂમો પાડું છું,પણ તમે કોઈ સાંભળતા કેમ નથી?
મારે બહુ લાંબી વાત કરવાની નથી,કારણકે તમને લાંબુ સાંભળવાનો વખત નથી તે હું જાણું છું,
ને તમારે શું જોઈએ છે તે પણ હું જાણું છું,તમારે અર્થ અને કામ જોઈ છે ને?
તો ધર્મ નું સેવન કરો!! ધર્મ દ્વારા જ તમને અર્થ અને કામ મળશે.
(ઉર્ધ્વબાહુ.વિરૌંમૈવ્ય ન ચ કશ્ચિત શ્રુણોતી મેં,ધર્માદર્થસ્ચ કામાસ્ચ ના કિમર્થ સ સેવ્યતે?)