Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 3, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-806
સૈન્યનિર્યાણ પર્વ
અધ્યાય-૧૫૧-સેનાપતિની નિમણુંક અને કુરુક્ષેત્રમાં પ્રવેશ
II वैशंपायन उवाच II जनार्दनवचः श्रुत्वा धर्मराजो युधिष्ठिरः I भ्रात्रुनुवाच धर्मात्मा समक्षं केशवस्य ह् II १ II
વૈશંપાયને કહ્યું-ધર્માત્મા ધર્મરાજ યુધિષ્ઠિર,શ્રીકૃષ્ણનું કહેવું સાંભળીને તેમની સમક્ષમાં જ,પોતાના ભાઈઓને કહેવા લાગ્યા કે-
કૌરવોની સભામાં જે જે થયું તે તમે સાંભળ્યું ને ધ્યાનમાં લીધું છે માટે તમે હવે આપણી પાસે એકત્ર થયેલી સાત અક્ષૌહિણી સેનાના વિભાગ પાડો.તેઓના વિખ્યાત સાત અધિપતિઓના નામ તમે સાંભળો.દ્રુપદરાજા,વિરાટ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,સાત્યકિ,
ચેકિતાન અને ભીમસેન.આ સાત રણમાં દેહ પડે ત્યાં સુધી યુદ્ધ કરે તેવા વીર સેનાપતિઓ છે.આ સર્વ સેનાને દોરનારો,સેનાના વિભાગને સમજનારો અને બાણરૂપી જ્વાળાવાળા અગ્નિતુલ્ય ભીષ્મને રણમાં સહન કરે તેવો,આપણામાં મુખ્ય સેનાપતિ થવા કોણ સમર્થ છે? એ સંબંધમાં સહદેવ,તું સહુથી પ્રથમ તારો મત કહે.(8)
May 2, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-805
અધ્યાય-૧૫૦-શ્રીકૃષ્ણે કહેલું તાત્પર્ય
II वासुदेव उवाच II एवमुक्ते तु भीष्मेण द्रोणेन विदुरेण च I गान्धार्या धृतराष्ट्रेण न वै मन्दोन्वबुध्यत II १ II
વાસુદેવે કહ્યું-ભીષ્મે,દ્રોણે,વિદુરે,ગાંધારીએ,અને ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે કહ્યું,તો પણ મૂર્ખ દુર્યોધન સમજ્યો નહિ,એટલું જ નહિ પણ તે મૂર્ખ,સર્વનાં વચનોનો તિરસ્કાર કરીને ત્યાંથી ઉઠીને ક્રોધ વડે લાલચોળ આંખો કરીને,તે સભામાંથી ચાલી ગયો.તેની પાછળ તેના પક્ષના રાજાઓ પણ ગયા.ત્યારે તે દુર્યોધને તે રાજાઓને આજ્ઞા કરી કે-'આજે પુષ્યનક્ષત્ર છે માટે તમે કુરુક્ષેત્રમાં જાઓ' તેની આજ્ઞા સાંભળીને,તે સર્વ રાજાઓ કુરુક્ષેત્ર જવા નીકળ્યા.કૌરવોના પક્ષમાં અગિયાર અક્ષૌહિણી સેના એકઠી થઇ છે અને તે સર્વ સેના અગ્રભાગમાં,તાડના ચિહ્નયુક્ત ધ્વજવાળા ભીષ્મ શોભી રહયા છે.(5)
May 1, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-804
અધ્યાય-૧૪૯-શ્રીકૃષ્ણે કહેલાં ધૃતરાષ્ટ્રનાં વચન
II वासुदेव उवाच II एवमुक्ते तु गान्धार्या धृतराष्ट्रो जनेश्वरः I दुर्योधनमुवाचेदं राजमध्ये जनाधिप II १ II
વાસુદેવે કહ્યું-ગાંધારીના કહેવા પકચ્છી,ધૃતરાષ્ટ્ર રાજાઓની વચ્ચે દુર્યોધનને કહેવા લાગ્યા કે-હે પુત્ર દુર્યોધન,તને પિતા તરફ માન હોય તો હું તને કહું તે પ્રમાણે કર,તો તારું કલ્યાણ થશે.પૂર્વે,કુરુવંશની વૃદ્ધિ કરનારા,મૂળ પુરુષ સોમ નામના પ્રજાપતિ હતા.
એ સોમથી છઠ્ઠા પુરુષ નહુષના,યયાતિ થયા હતા.યયાતિના પાંચ પુત્રોમાં યદુ વડીલ હોવાથી રાજા થયો હતો.બળના ગર્વથી મોહિત થયેલો યદુ પિતાની આજ્ઞામાં રહ્યો નહિ ને પિતાનું ને ભાઈઓનું અપમાન કરવા લાગ્યો,ને સર્વ રાજાઓને વશ કરીને હસ્તિનાપુરમાં રહેવા લાગ્યો,ત્યારે યયાતિ બહુ ક્રોધ પામ્યા ને યદુને શાપ આપી રાજ્યથી ભ્રષ્ટ કર્યો ને પોતાની આજ્ઞાને આધીન રહેનારા,નાના પુત્ર પુરુને ગાદીએ બેસાડ્યો.આ પ્રમાણે મોટો પુત્ર પણ જો ગર્વિષ્ઠ હોય તો તે રાજ્ય મેળવતો નથી પણ નાના પુત્રો પણ વડીલોની સેવાથી રાજ્ય મેળવે છે.(13)


