Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 12, 2026
ભાગવત રહસ્ય-૩૩-Bhgavat Rahasya-33
Jan 10, 2026
ભાગવત રહસ્ય-૩૨-Bhgavat Rahasya-32
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો છે.—મારા વંશમાં તેં એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશમાં પણ કોઈ રહેશે નહિ.
પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ? સારું થયું –તમે શ્રાપ આપ્યો.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1016
અધ્યાય-૧૦-ધૃતરાષ્ટ્રના પ્રશ્નો
II वैशंपायन उवाच II एतत्प्रुष्टा सूतपुत्रं ह्रुच्छोकेनार्दिनो भ्रुशम् I जये निराशः पुत्राणां धृतराष्ट्रोपतत् क्षितो II १ II
વૈશંપાયન બોલ્યા-હૃદયના શોકથી અત્યંત પીડાયેલા ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે સૂતપુત્ર સંજયને પૂછ્યું અને પોતાના પુત્રોના વિજય વિષે આમ આશા છોડી દઈ,તે પૃથ્વી પર ગબડી પડયો.ત્યારે દાસીઓ તેમના પાર ઠંડુ જળ છાંટવા લાગી ને પંખો નાખવા લાગી.સર્વ રાણીઓ પણ ત્યાં આવીને તેમને હાથ વડે પંપાળવા લાગી ને તેમને હળવેથી ઉઠાડીને બેસાડ્યા.છતાં તે નિશ્ચેષ્ટ જ બેઠા રહ્યા.થોડી વારે તે ભાનમાં આવ્યા ત્યારે તે ફરીથી સંજયને કહેવા લાગ્યા કે-
Jan 9, 2026
ભાગવત રહસ્ય-૩૧-Bhgavat Rahasya-31
કૃષ્ણ કિર્તનથી જગતનું વિસ્મરણ થાય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1015
અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો શોક
II धृतराष्ट्र उवाच II किं कुर्वाणं रणे द्रोणं जघ्नुः पांडवसृञ्जयाः I तथा निपुणमस्त्रेपु सर्वशस्त्रभृतामपि II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-સર્વ શાસ્ત્રધારીઓમાં અને સર્વ અસ્ત્રોમાં નિપુણ એવા દ્રોણાચાર્યને,પાંડવો અને સૃન્જયોએ મારી નાખ્યા તો તે વેળાએ તે રણસંગ્રામમાં શું કરતા હતા?શું તે વેળાએ તેમનો રથ ભાંગી ગયો હતો?તેમનું ધનુષ્ય ભાંગી ગયું હતું?કે પછી તે પોતે જ તે સમયે પ્રમાદી બની ગયા હતા તેથી તે મૃત્યુ પામ્યા હતા?કેમ કે તે મહારથી શત્રુઓથી ગાંજ્યા જાય તેવા નહોતા.
બ્રાહ્મણશ્રેષ્ઠ,ઇન્દ્રિયનિગ્રહી,અસ્ત્રપારંગત,દિવ્ય અસ્ત્રોને ધારણ કરનાર,અવિચલ અને યુદ્ધમાં દારુણ કર્મ કરતા તે આચાર્યને ધૃષ્ટદ્યુમ્ને શી રીતે મારી નાખ્યા? ધૃષ્ટદ્યુમ્ન તેમને મારી શક્યો,એથી અવશ્ય દૈવ જ પુરુષાર્થ કરતાં મહાન છે એમ મારુ માનવું છે.તેમને મરણ પામેલા સાંભળીને આજે હું શોકના વેગને રોકી શકતો નથી.
Jan 8, 2026
ભાગવત રહસ્ય-૩૦-સ્કંધ-૧-Bhgavat Rahasya-30-Skandha-1
કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.





