સુદામાની –ભગવાન સાથેની મૈત્રી જુઓ.સુદામાની સ્થિતિ ગરીબ હતી.પણ સુદામા જ્ઞાની હતા. છ શાસ્ત્ર અને ચાર વેદનું તેમને જ્ઞાન હતું.પરંતુ તેમણે નિશ્ચય કરેલો કે ધનના માટે મારે જ્ઞાનનો ઉપયોગ કરવો નથી.જ્ઞાનનું ફળ પૈસો નથી. 'જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે.' સુદામા દેવ ઘરમાં જ કથા કરતાં. પતિ વક્તા અને પત્ની શ્રોતા.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Jan 14, 2026
ભાગવત રહસ્ય-૩૫-Bhgavat Rahasya-35
સુદામાની –ભગવાન સાથેની મૈત્રી જુઓ.સુદામાની સ્થિતિ ગરીબ હતી.પણ સુદામા જ્ઞાની હતા. છ શાસ્ત્ર અને ચાર વેદનું તેમને જ્ઞાન હતું.પરંતુ તેમણે નિશ્ચય કરેલો કે ધનના માટે મારે જ્ઞાનનો ઉપયોગ કરવો નથી.જ્ઞાનનું ફળ પૈસો નથી. 'જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે.' સુદામા દેવ ઘરમાં જ કથા કરતાં. પતિ વક્તા અને પત્ની શ્રોતા.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1018
અધ્યાય-૧૨-દ્રોણાચાર્યની પ્રતિજ્ઞા
II संजय उवाच II हंत ते कथयिष्यामि सर्व प्रत्यक्षदर्शिवान I यथा सैन्यपतद्द्रोणः सुदितः पांडुस्रुंजयेः II १ II
સંજય બોલ્યો-હે રાજન,પાંડવો અને સૃન્જયોએ દ્રોણાચાર્યને કેવી રીતે માર્યા તે બધું મેં પ્રત્યક્ષ જોયું છે,તે તમને કહું છું.
સેનાપતિના પદનો સ્વીકાર કર્યા પછી,દ્રોણાચાર્યે સર્વ સૈન્યના મધ્યમાં તમારા પુત્રને કહ્યું કે-'હે રાજન,ભીષ્મપિતામહ પછી તેં આજે મને સેનાપતિપદે નીમ્યો છે,તો તું તે કર્મનું યોગ્ય ફળ પામ.તારી શી કામના હું પૂર્ણ કરું?તારી ઇચ્છામાં આવે તે તું માગી લે' તે સાંભળી દુર્યોધને કર્ણ અને દુઃશાસન સાથે મંત્રના કરીને આચાર્યને કહ્યું કે-'તમે યુધિષ્ઠિરને જીવતો પકડી મારી પાસે લાવો'
Jan 13, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1017
અધ્યાય-૧૧-ધૃતરાષ્ટ્રના મુખે શ્રીકૃષ્ણનાં કર્મોનું કીર્તન
II धृतराष्ट्र उवाच II शृणु दिव्यानि कर्माणि वासुदेवस्य संजय I कृतवान यानि गोविन्दा यथा नान्यपुमान क्वचित् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,વાસુદેવનંદન ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય કર્મોનું વર્ણન તું સાંભળ.તે ભગવાન ગોવિંદે જે જે કર્યો કાર્ય છે તેવા કદાચ કોઈ બીજો પુરુષ કદાપિ પણ કરી શકનાર નથી.બાળપણમાં તે જયારે ગોકુળમાં હતા,ત્યારે પોતાના પરાક્રમોથી ત્રણે લોકમાં વિખ્યાત થયા હતા.યમુનાના તટ પરના વનમાં વાયુ સમાન વેગવાન અશ્વરાજ કેશીને તેમણે મારી નાખ્યો હતો.વળી,પ્રલંભ,નરકાસુર,જંભાસુર,આદિ અસુરો ને મામા કંસને પણ તેમણે જ માર્યા હતા.શ્રીકૃષ્ણે દુર્વાસાની આરાધન કરી હતી,કે જેમણે તેમને અનેક વરદાન આપ્યા હતાં.જરાસંઘને તેમણે ભીમસેન દ્વારા માર્યો હતો.
Jan 12, 2026
ભાગવત રહસ્ય-૩૩-Bhgavat Rahasya-33
Jan 10, 2026
ભાગવત રહસ્ય-૩૨-Bhgavat Rahasya-32
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો છે.—મારા વંશમાં તેં એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશમાં પણ કોઈ રહેશે નહિ.
પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ? સારું થયું –તમે શ્રાપ આપ્યો.





