Apr 12, 2026

ભાગવત રહસ્ય-૧૨૦-Bhgavat Rahasya-120

જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવાનો નથી.એક વખત એક ચોર શિવમંદિરમાં ચોરી કરવા આવ્યો. શિવાલયમાં હોય શું ? આમ તેમ નજર કરતાં –ઉપર નજર કરી તો તાંબાની જળાધારી દેખાણી.તેણે વિચાર્યું કે –આ લઇ જાઉં.તેના પચીસ –પચાસ આવશે. જળાધારી બહુ ઉંચી હતી, એટલે જળાધારી ઉતારવા શિવલિંગ પર પગ મુક્યો- પગ મૂકતાં જ શિવજી પ્રગટ થયા. ચોર ગભરાણો. મને મારશે કે શું ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1102

 

અધ્યાય-૧૦૬-દ્રોણનો પાંડવો પર ધસારો-યુધિષ્ઠિરનું પાછા હટવું 


II धृतराष्ट्र उवाच II अर्जुने सैन्धवं प्राप्ते भरद्वाजेन संवृताः I पांचलाः कुरुभिः सार्ध किमकुर्वत संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,જે સમયે અર્જુન સિંધુરાજ પાસે પહોંચ્યો ત્યારે દ્રોણાચાર્યથી ઘેરાયેલા પાંચાલોએ કેવું યુદ્ધ કર્યું હતું?

સંજય બોલ્યો-હે મહારાજ,તે દિવસના પાછળના ભાગમાં રુંવાં ઊભાં થઇ જાય તેવા કૌરવ-પાંચાલના એ સંગ્રામમાં દ્રોણાચાર્યના વધ માટેનો યુદ્ધજુગાર આરંભાયો.પાંચાલો મનમાં હર્ષિત થઈને ગર્જનાઓ કરી કરીને બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા હતા ને કૌરવો સાથેનું તેમનું તુમુલ યુદ્ધ શરુ થયું હતું.મોટા મોટા અસ્ત્રોનો પ્રયોગ કરતા પાંચાલરથીઓ પૃથ્વીને કંપાવતા કંપાવતા સાધારણ વેગથી દ્રોણના રથ સુધી આવી પહોંચ્યા.

Apr 11, 2026

ભાગવત રહસ્ય-૧૧૯-Bhgavat Rahasya-119

દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમાં રહેનાર છે. 
પરંતુ તે તો સ્તુતિરૂપ છે.આખું જગત (સંસાર)એ સ્મશાન છે. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે.ઘર એ પણ સ્મશાન છે.
મનુષ્યને બાળવાનું સ્મશાન ગામ બહાર હોય પણ કીડી-મંકોડાનું સ્મશાન આપણા ઘરમાં જ હોય છે.સ્મશાન એટલે આખું જગત-એટલે-કે- શિવજી જગતની સર્વ ચીજોમાં વિરાજેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1101

 

અધ્યાય-૧૦૫-મહારથીઓની ધજાઓનું વર્ણન 

II धृतराष्ट्र उवाच II ध्वजान् बहुविधाकारान भ्राजमानानतिश्रिया I पार्थानां मामकानां तान्ममाचक्ष्व संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવોની તથા મારા યોદ્ધાઓની અનેક પ્રકારના આકારવાળી ધજાઓ વિષે તું મને કહે.

સંજય બોલ્યો-તે યોદ્ધાઓની ધજાઓ અનેક પ્રકારનું હતી,તેમના આકાર રંગ અને નામ વિષે હું તમને કહું છું સાંભળો.તે જુદુજુદી જાતની ધજાઓ અગ્નિ સરખી,વિવિધ રંગોવાળી ને બધી લગભગ સુવર્ણની જ હતી.અર્જુનની ધજા સિંહસમાન  પૂંછડાવાળા તથા ઉગ્ર મુખવાળા વાનરના ચિહ્નવાળી હતી ને ભયકંર દેખાતી હતી.પતાકાઓથી શોભતો અર્જુનનો ધ્વજ કૌરવોના સૈન્યને ત્રાસ પમાડતો હતો.

Apr 10, 2026

ભાગવત રહસ્ય-૧૧૮-Bhgavat Rahasya-118

બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી. ત્રણે દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો ? નારદજી કહે છે-તમે ભલે મત્સર કરો-પણ અનસૂયા તમને સદભાવથી જોશે. તમારા પ્રત્યે સદભાવ રાખશે.
દેવીઓ આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયાએ કરાવી છે. “આજથી પ્રતિજ્ઞા કરો –કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ. જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1100

 

અધ્યાય-૧૦૪-કૌરવોનો ઘેરો 

 II संजय उवाच II तापका हि समीक्ष्यैव धृष्यन्धकपुरुत्तमो I ग्रागत्वरज्जिधांरांतस्तथैव विजयः परान् II १ II

સંજય બોલ્યો-તમારા પક્ષના યોદ્ધાઓ એ પ્રમાણે શ્રીકૃષ્ણ તથા અર્જુનને ત્યાં આગળ જોઈને તેમને મારી નાખવાની ઈચ્છાથી એકદમ ઉતાવળ કરવા લાગ્યા અને અર્જુન પણ પોતાના શત્રુઓને મારી નાખવા ઇચ્છીને ઉતાવળ કરવા લાગ્યો.ત્યારે ભૂરિશ્રવા,શલ,કર્ણ,વૃષસેન,જયદ્રથ,કૃપાચાર્ય,મદ્રરાજ,અને અશ્વત્થામા-એ આઠ મહારથીઓ જાણે આકાશને પી જતા હોય,તેમ જોશભેર અર્જુન પર ચઢી આવ્યા હતા.તે દંશીલા મહારથીઓએ તીક્ષ્ણ બાણો મૂકીને અર્જુનની દશેય દિશાઓને ઢાંકી દીધી હતી.તેઓ પોતપોતાના શંખો વગાડવા લાગ્યા અને આકાશ તથા સમુદ્ર સહીત પૃથ્વીને ગજાવી મૂકવા મંડ્યા.