Apr 16, 2026

ભાગવત રહસ્ય-૧૨૪-Bhgavat Rahasya-124

ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થાય છે.
શાંતિ-એ સંયમથી,સદાચારથી,સારા સંસ્કાર(ધર્મ)થી મળે છે.સંપત્તિ (અર્થ) થી નહિ.સંપત્તિથી વિકારવાસના વધે છે.એટલે –ધર્મ પ્રકરણ પહેલાં અને અર્થ પ્રકરણ પછી છે.આમાં ઉત્તાનપાદ અને ધ્રુવના ચરિત્ર નું વર્ણન છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1106

 

અધ્યાય-૧૧૦-યુધિષ્ઠિરનો ગભરાટ 


II धृतराष्ट्र उवाच II भारद्वाजं कथं युद्धे युयुधानो न्यवारयत् I संजयाचक्ष्य तत्वेन परं कौतूहलं हि मे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ યુદ્ધમાં સાત્યકિએ,દ્રોણાચાર્યને કેવી રીતે અટકાવ્યા,તે સાંભળવાનું મને ઘણું કુતુહલ છે.'

સંજય બોલ્યો-હે રાજન,સાત્યકિ આદિ પાંડવ યોદ્ધાઓ સાથે દ્રોણાચાર્યનો રુંવાં ખડાં થઇ જાય તેવો મહાન સંગ્રામ થયો હતો.

સાત્યકિ પોતાની સેનાનો સંહાર કરી રહ્યો હતો તે જોઈને દ્રોણાચાર્ય એકદમ સાત્યકિ સામે ધસી ગયા ને પાંચ તીક્ષ્ણ બાણો વડે તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ પચાસ નારાચ બાણોનો પ્રહાર કર્યો ને તેમને વીંધ્યા.કોપાયમાન થયેલા દ્રોણાચાર્ય સાત્યકિ પર એટલા બધા પ્રહાર કર્યા કે સાત્યકિને 'હવે શું કરવું?'તેની સૂઝ રહી નહોતી.તેનું મોં ઉતરી ગયું હતું.

Apr 15, 2026

ભાગવત રહસ્ય-૧૨૩-Bhgavat Rahasya-123

આ શરીર પાંચ તત્વોનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે.
(બહુ ઊંડાણ પૂર્વક નીચેની વાત સમજવાનો પ્રયત્ન કોઈ કરે તો ઘણો બધો પ્રકાશ પડી શકે!!?? )
(૧) પૃથ્વી તત્વ- ના દેવ ગણેશ છે. ગણપતિ વિઘ્ન હર્તા-વિઘ્નનો નાશ કરનાર છે.
(૨) જળ તત્વ- ના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાન મળે છે.
(૩) તેજ તત્વ - ના દેવ સૂર્ય છે. સૂર્ય નીરોગી બનાવે છે.આરોગ્ય આપે છે.તે પૃથ્વી પર પ્રત્યક્ષ –દેવ- છે.
(૪) વાયુ તત્વ- ના દેવી માતાજી છે. માતાજીની ઉપાસના –બુદ્ધિ-શક્તિ અને ધન આપે છે.
(૫) આકાશ તત્વ-ના દેવ વિષ્ણુ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે-(પરમાત્મા પ્રેમમય છે)  

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1105

 

અધ્યાય-૧૦૯-રાક્ષસ અલંબુષનો વધ 


II संजय उवाच II अलंबुषं तथा युद्धे विचरंतमभीतवत I हैडीम्बिः प्रपयो तूर्ण विव्याध निशितैः शरैः II १ II

સંજય બોલ્યો-ફરી પાછો  આવીને રાક્ષસ અલંબુષ તે રીતે જ નિર્ભયની જેમ યુદ્ધમાં ઘુમવા લાગ્યો ત્યારે હિડિમ્બાપુત્ર ઘટોત્કચ તેની સામે ધસી ગયો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યો.તે વખતે બે રાક્ષસો વચ્ચે ઇન્દ્ર ને શમ્બરાસુર જેવું ભયંકર યુદ્ધ શરુ થયું હતું.ઘટોત્કચે,અલંબુષને વીસ નારાચ બાણોથી વિંધિંને સિંહની જેમ વારંવાર ગર્જના કરવા લાગ્યો.બંને રાક્ષસો માયા રચીને લગભગ સરખી રીતે જ યુદ્ધ કરતા હતા.બંને માયાયુદ્ધમાં કુશળ હતા.ઘટોત્કચ જે માયા ઉપજાવતો હતો તેનો અલંબુષ પોતાની માયાથી નાશ કરતો હતો.તે જોઈને ભીમસેન આદિ યોદ્ધાઓ તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.

Apr 14, 2026

ભાગવત રહસ્ય-૧૨૨-Bhgavat Rahasya-122

વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો સંહાર કર્યો છે. દક્ષને પકડી –દક્ષનું મસ્તક કાપી-તેનાથી યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે.દેવોને સજા કરી છે. દેવો ગભરાયા-બ્રહ્માજીને શરણે ગયા.બ્રહ્માજીએ ઠપકો આપ્યો-જે યજ્ઞમાં શિવજીની પૂજા નહોતી ત્યાં તમે ગયા જ કેમ ? જાઓ શિવજીની ક્ષમા માગો. દેવો કહે છે-એકલા જવાની હિંમત થતી નથી-આપ અમારી સાથે ચાલો.બધા સાથે કૈલાસમાં આવે છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1104

 

અધ્યાય-૧૦૮-રાક્ષસ અલંબુષની હાર 

 II संजय उवाच II द्रौपदेयान महेष्वासान सौमदत्तिर्महायशाः I अकैकं पम्चभिर्विद्ववा पुनर्विव्याध सप्तभिः II १ II

સંજય બોલ્યો-મહાયશસ્વી સૌમદત્તિએ મહાધનુર્ધર એવા દ્રૌપદીના દરેક પુત્રને પાંચ પાંચ બાણોથી વીંધીને ફરી તેમને સાત સાત બાણોથી વીંધી નાખી તેઓને એટલા બધા પીડિત કરી નાખ્યા કે તેઓ મૂઢ જેવા થઇ ગયા.પણ નકુલના પુત્ર શતાનીકે સૌમદત્તિને બે બાણોથી વીંધીને હર્ષપૂર્વક ગર્જના કરી મૂકી.તેટલામાં બીજા ભાઈઓએ સાવધ થઈને ત્રણ ત્રણ બાણો મૂકીને સૌમદત્તિને વીંધ્યો.સામે સૌમદત્તિએ દરેકને એક એક બાણોથી છાતીમાં પ્રહાર કર્યો,એટલે પાંચે ભાઈઓ સાથે મળીને તે સૌમદત્તિને ઘેરી લીધો ને બાણોનો પ્રહાર કરીને તેને વીંધવા માંડ્યો.