Apr 18, 2026

ભાગવત રહસ્ય-૧૨૬-Bhgavat Rahasya-126

સુનીતિએ દુઃખના વેગને દબાવ્યો છે-ધીરજ ધારણ કરી બોલ્યાં છે-કે-
બેટા,તારી ઓરમાન માએ તને શું ખોટું કહ્યું છે ? તને જે બોધ કર્યો છે તે સારો છે-હું પણ તને એ જ કહું છું-કે-ભીખ માગવી જ હોય તો કોઈ મનુષ્ય પાસે માગવી નહિ, એક ભિખારી પોતે જ બીજા ભિખારીને કઈ રીતે ભીખ આપી શકવાનો ? શ્રીકૃષ્ણ સિવાય આખું જગત ભિખારી છે.(દાતા એક રામ ભિખારી સારી દુનિયા) ભીખ માગવી જ હોય તો ભગવાન પાસે ભીખ માગવી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1108

 

અધ્યાય-૧૧૨-સાત્યકિનો કૌરવસેનામાં પ્રવેશ


II संजय उवाच II धर्मराजस्य तद्वाक्यं निशम्य शिनिपुंगवः I स पार्थाद्भयमाशंशन परित्यागान्महिपते: II १ II

સંજય બોલ્યો-ધર્મરાજાનું તે વાક્ય સાંભળ્યા પછી,શિનિશ્રેષ્ઠ સાત્યકિને,યુધિષ્ઠિરનો ત્યાગ કરવાથી અર્જુન તરફના ભયની તથા વિશેષે કરીને લોકો તરફના 'સાત્યકિ ડરી ગયો' એ રીતના અપવાદની વિચારણા થવા લાગી.તેથી તે મનમાં ને મનમાં બોલ્યો કે-'મને લોકો કહેશે કે,તું અર્જુન તરફ ગયો કેમ કે તું કૌરવસેનાથી ભયભીત થઇ ગયો છે' આ રીતે અનેક વિચાર કર્યા પછી સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,તમે તમારું રક્ષણ કરાયેલું માનતા હો તો તમારું કલ્યાણ થાઓ.હું અર્જુન તરફ જઈશ ને તમારું વચન પાળીશ.આ ત્રણેય લોકમાં મને અર્જુન કરતાં અધિક બીજો કોઈ પ્રિય નથી.

Apr 17, 2026

ભાગવત રહસ્ય-૧૨૫-Bhgavat Rahasya-125

રાજા ઉત્તાનપાદે –અણમાનીતી રાણી સુનીતિનો ત્યાગ કર્યો છે.
સુનીતિના પુત્ર-ધ્રુવજી ચાર-પાંચ વર્ષના થયા છે, એક દિવસ મા ને પૂછે છે-મારા પિતાજી ક્યાં છે ? મા નું હૃદય ભરાયું, આજ સુધી છુપાવ્યું –કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે. પણ આજે કહી દે છે-કે-સામે જે રાજમહેલ છે-તેમાં તારા પિતા રહે છે. ધ્રુવ પિતાને મળવા દોડ્યા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1107

 

અધ્યાય-૧૧૧-સાત્યકિનાં વચનો 


II संजय उवाच II प्रीतियुक्तं च हृदं च मधुराक्षरमेव च I कालयुक्तं च चित्रं च न्याय्यं यच्चाषि भाषितम् II १ II

સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,એ રીતે પ્રેમયુક્ત,સુંદર,મધુર અક્ષરોવાળું,સમયને યોગ્ય,અદભુત અને કહેવાને ન્યાયયુક્ત એવું ધર્મરાજાનું વચન સાંભળીને શિનિશ્રેષ્ઠ સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,અર્જુનને માટે તમે જે ન્યાયયુક્ત,અદભુત અને યશસ્કર વાક્ય કહ્યું તે મેં બરોબર સાંભળ્યું છે.આવા કટોકટીના સમયમાં મારા જેવાને,પોતાના અનુરાગી સુહૃદ તરીકે જોઈને તમે જે રીતે અર્જુનને કહો તે જ રીતે મને કહેવાને પણ યોગ્ય છો.મારે અર્જુનને માટે કદી પણ મારા પ્રાણોને વહાલા કરવાના હોય નહિ,વળી,જયારે તમારી પ્રેરણા થઇ છે તો હું આ મહારણમાં શું ન કરું?

Apr 16, 2026

ભાગવત રહસ્ય-૧૨૪-Bhgavat Rahasya-124

ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થાય છે.
શાંતિ-એ સંયમથી,સદાચારથી,સારા સંસ્કાર(ધર્મ)થી મળે છે.સંપત્તિ (અર્થ) થી નહિ.સંપત્તિથી વિકારવાસના વધે છે.એટલે –ધર્મ પ્રકરણ પહેલાં અને અર્થ પ્રકરણ પછી છે.આમાં ઉત્તાનપાદ અને ધ્રુવના ચરિત્ર નું વર્ણન છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1106

 

અધ્યાય-૧૧૦-યુધિષ્ઠિરનો ગભરાટ 


II धृतराष्ट्र उवाच II भारद्वाजं कथं युद्धे युयुधानो न्यवारयत् I संजयाचक्ष्य तत्वेन परं कौतूहलं हि मे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ યુદ્ધમાં સાત્યકિએ,દ્રોણાચાર્યને કેવી રીતે અટકાવ્યા,તે સાંભળવાનું મને ઘણું કુતુહલ છે.'

સંજય બોલ્યો-હે રાજન,સાત્યકિ આદિ પાંડવ યોદ્ધાઓ સાથે દ્રોણાચાર્યનો રુંવાં ખડાં થઇ જાય તેવો મહાન સંગ્રામ થયો હતો.

સાત્યકિ પોતાની સેનાનો સંહાર કરી રહ્યો હતો તે જોઈને દ્રોણાચાર્ય એકદમ સાત્યકિ સામે ધસી ગયા ને પાંચ તીક્ષ્ણ બાણો વડે તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ પચાસ નારાચ બાણોનો પ્રહાર કર્યો ને તેમને વીંધ્યા.કોપાયમાન થયેલા દ્રોણાચાર્ય સાત્યકિ પર એટલા બધા પ્રહાર કર્યા કે સાત્યકિને 'હવે શું કરવું?'તેની સૂઝ રહી નહોતી.તેનું મોં ઉતરી ગયું હતું.