Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 2, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1122
અધ્યાય-૧૨૬-યુધિષ્ઠિરની ચિંતા
II संजय उवाच II व्युहेष्वालोयमानेषु पांडवानां ततस्ततः I सुदरमन्वयु: पार्थाः पांचालाः सोमकैः सह II १ II
સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્ય પાંડવોના વ્યુહોને ચારે બાજુથી મથવા માંડ્યા ત્યારે પાંડવો,પાંચાલો અને સોમકો રણમાંથી અત્યંત દૂર નીકળી ગયા.તે સમયે ભયંકર ને રોમાંચકારી સંગ્રામ ચાલી રહ્યો હતો.ત્યાં જાણે પ્રલયકાળના જેવો જગતનો ઘોર સંહાર મંડાઈ રહ્યો હોય તેમ જણાતું હતું.ત્યારે યુધિષ્ઠિરને કશો આરો દેખાયો નહિ ને તેમને ચિંતા થવા લાગી.તેમને અર્જુનના ગાંડીવનો ટંકાર સંભળાતો નહોતો ને સાત્યકિના કોઈ સમાચાર નહોતા.
May 1, 2026
ભાગવત રહસ્ય-૧૩૯-Bhgavat Rahasya-139
ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ.જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક ત્યાગ કર્યો.બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ કરીએ)તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજીએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યા,ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું,હરણ ઉપર સ્નેહ (મોહ) થયો.
હરણબાળ પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો.
ભરતજીના મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના(સંકલ્પ) પુનર્જન્મનું કારણ બની.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1121
અધ્યાય-૧૨૫-બૃહત્ક્ષત્ર,ધૃષ્ટકેતુ,જરાસંઘનો પુત્ર ને ક્ષત્રધર્મા પડ્યા
II संजय उवाच II अपराहणे महाराज संग्रामः सुमहानभूत I पर्जन्यसंनिर्घोषः पुनर्द्रोणस्य सोमकैः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,તે દિવસે બરાબર દિવસના પાછળ ભાગમાં દ્રોણાચાર્ય અને સોમક યોદ્ધાઓ વચ્ચે મહાન સંગ્રામ થઇ રહ્યો હતો.હે રાજા,પોતાના પાંચે ભાઈઓમાં શ્રેષ્ઠ કેકયોનો મહારથી બૃહત્ક્ષેત્ર દ્રોણાચાર્ય સામે ચઢી આવ્યો ને દ્રોણ પર તીક્ષ્ણ બાણો વરસાવી દ્રોણને અત્યંત પીડાવા માંડ્યો હતો.દ્રોણાચાર્યે તેના પર સર્પના જેવા પંદર બાણો ફેંક્યા કે જે બાણોને બૃહત્ક્ષેત્રે વચમાં જ ટુકડા કરી નાખ્યા.બંને વચ્ચે ઘોર સંગ્રામ શરુ થયો હતો.
Apr 30, 2026
ભાગવત રહસ્ય-૧૩૮-Bhgavat Rahasya-138
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1120
અધ્યાય-૧૨૪-તુમુલ યુદ્ધ
II धृतराष्ट्र उवाच II किं तस्या मम सेनायां नासन् केचिन्म्हरथाः I ये तथा सात्यकिं यांतं नैवाघ्नन्नाप्यवारयन II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-શું મારી સેનામાં તેવા કોઈ મહારથી ન હતા કે તેઓ આમ નિર્ભય થઈને ચાલ્યા જતા સાત્યકિને મારી શક્યા નહિ? હે સંજય,તું મને કહે છે તે પ્રમાણે યાદવવીર સાત્યકિએ રણમાં જે પરાક્રમ કર્યું હતું તે કરવાને ઇન્દ્ર પણ ઉત્સાહ કરી ન શકે.ખરેખર યાદવો ને અંધકોના વીર સાત્યકિનું પરાક્રમ અચિંત્ય ને માનવામાં ન આવે તેવું છે.તારા કહેવા પ્રમાણે હવે મને લાગે છે કે મારા પુત્રો આ જગતમાં નથી જ કારણકે તે એકલા સાત્યકિએ જ મારી ઘણી સેનાનો સંહાર કરી નાખ્યો છે.એટલા બધા યોદ્ધાઓ હતા તે છતાં,સાત્યકિ તેમની વચ્ચેથી કેવી રીતે પસાર થઇ ગયો હતો તે તું મને કહે.



