Aug 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-890

 

અધ્યાય-૩૧-ઉપાસનાકાંડ-જ્ઞાનયોગ (ગીતા-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ)


मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥१॥ 

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥२॥

ભગવાન કહે છે-હે પાર્થ,મારામાં ચિત્ત પરોવીને,કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા 

મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે,એમાં જરાય શંકા નથી.હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ.

તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી.(૨)

Aug 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-889

 

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥२६॥

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥२७॥

युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥२८॥

આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની નિષ્પાપ બની ગયો છે,તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી,'જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે' એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.

Aug 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-888

 

અધ્યાય-૩૦-અધ્યાત્મયોગ (ગીતા-૬-આત્મ-સન્યાસ-યોગ)


श्रीभगवानुवाच--अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥१॥

શ્રી ભગવાન કહે છે-હે પાર્થ,કર્મના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરે છે તેજ સંન્યાસી

અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને 

ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)

Aug 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-887

 

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥१६॥

तद्‌बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥१७॥

વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે,તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને

પ્રકાશિત કરેછે.(૧૬)તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.

તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે.તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં 

પાપકર્મો નાશ પામે છે તેઓ જન્મમરણના ચક્કરમાં પડતા નથી.(૧૭)

Aug 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-886

 

અધ્યાય-૨૯-સન્યાસ યોગ(ગીતા-૫-કર્મ-સન્યાસ-યોગ)


अर्जुन उवाच--संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥१॥

અર્જુને કહ્યું-હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મના ત્યાગના વખાણ કરો છો

અને બીજી તરફ કર્મયોગના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)

Aug 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-885

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥३१॥

एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥३२॥

હે અર્જુન,યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા,

તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? વેદમાં બ્રહ્મા 

દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે.'આ સર્વે યજ્ઞો મન,ઈન્દ્રિય અને શરીર દ્વારા 

ફળની ઈચ્છાથી કરવામાં આવે છે' એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)