અધ્યાય-૧૧૦-દશમો દિવસ (ચાલુ) અર્જુન સામે દુઃશાસન
॥ संजय उवाच ॥ अर्जुनस्तु रणे राजन द्रष्ट्वा भीष्मस्य विक्रमम I शिखंडीनमथोवाच समभ्येहि पितामहः ॥१॥
સંજયે કહ્યું-હે રાજન,એ રણમાં ભીષ્મનું પરાક્રમ જોઈને અર્જુને શિખંડીને કહ્યું-'તમે પિતામહ સામે ધસો,આજે તમારે ભીષ્મથી જરા પણ ડરવાનું નથી,હું તેમને તીક્ષ્ણ બાણોથી રથ પરથી ગબડાવી દેવાનો છું' એ પ્રમાણે અર્જુનનું વાક્ય સાંભળીને શિખંડી ભીષ્મ સામે ધસી ગયો.અર્જુનનું વચન સાંભળીને હર્ષમાં આવેલા ધૃષ્ટદ્યુમ્ન,વિરાટરાજ,દ્રુપદરાજ,અભિમન્યુ,યુધિષ્ઠિર,નકુલ,
સહદેવ-આદિ સર્વ મહારથીઓ પણ ફરીથી ભીષ્મ સામે ધસ્યા ને વચ્ચે આવતા યોદ્ધાઓ પર પ્રહાર કરવા લાગ્યા.


