Feb 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1037

 

અધ્યાય-૩૧-નીલરાજાનો વધ 


  II धृतराष्ट्र उवाच II तेश्वनिकेषु भग्नेषु पांडुपुत्रेण संजय I चलितानां द्रुतानां च कथमासीन्मनो हि वः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-પાંડુપુત્ર અર્જુને જયારે સૈન્યમાં ભંગાણ પાડ્યું ત્યારે આમતેમ નાસભાગ કરીને ચલિત થયેલાઓનું 

મન કેવું થઇ ગયું હતું?કોઈ સ્થળે પણ સ્થિતિને નહિ જોનારાં સૈન્યોમાં જે વેળા ભંગાણ પડ્યું હશે તે વેળા 

તેમને પુનઃ શત્રુઓ સામે ગોઠવવાં અશક્ય થયાં હશે,માટે તે સંબંધમાં જે બન્યું હોય તે મને કહે.

Feb 3, 2026

ભાગવત રહસ્ય-૫૪-Bhgavat Rahasya-54

પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો.પરીક્ષિતને મૃત્યુની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.મરણનું દુઃખ ભયંકર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-જીવ જ્યારે શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી 
વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1036

 

અધ્યાય-૩૦-માયાવી શકુનિ નાઠો 


II संजय उवाच II प्रियमिन्द्रस्य सततं सखायमतितौजसम् I हत्वा प्राग्ज्योतिषं पार्थः प्रदिक्षणमवर्तत II १ II

સંજય બોલ્યો-અમાપ તેજવાળા ઇન્દ્રના પ્રિય મિત્ર ભગદત્તને મારીને અર્જુન દક્ષિણદિશા તરફ ગયો.ત્યારે ગાંધારરાજ સુબલના પુત્ર વૃષક અને અચલ નામના બે ભાઈઓ યુદ્ધમાં આગળ આવીને અર્જુનને પીડવા લાગ્યા.એટલે અર્જુને તીક્ષ્ણ બાણો વડે વૃષકના ઘોડા,સારથી,ધનુષ્ય,રથ અને ધ્વજના ટુકડા કરી નાખ્યા અને સાથે આવેલા પાંચસો ગાંધાર યોદ્ધાઓને મૃત્યુલોકમાં વિદાય કરી દીધા.ત્યારે વૃષક પોતાના ભાઈના રથમાં ચડી ગયો.અને હવે બંને ભાઈઓ સાથે મળીને અર્જુનને બાણોથી પીડવા લાગ્યા.ત્યારે અર્જુને એક જ બાણ મૂકીને તે બંનેને મારી નાખ્યા.હે રાજન,યુદ્ધમાં પછી પાની નહિ કરનારા તે પોતાના બંને મામાઓને આમ યુદ્ધમાં માર્યા ગયેલા જોઈને તમારા પુત્રોએ દુઃખનાં આંસુ સાર્યા.ને પોતાના બે ભાઈઓને મરણ પામેલા જોઈને સેંકડો માયા રચવામાં કુશળ એવો શકુની ત્યાં આવી પહોંચ્યો ને શ્રીકૃષ્ણ તથા અર્જુનને મોહિત કરવા પોતાની માયા રચવા લાગ્યો.ને તેની માયાના પ્રભાવથી અનેક જાતનાં હથિયારો અર્જુન પર પડવા લાગ્યાં.વળી,ત્યાં અનેક જાતનાં પ્રાણીઓ,પક્ષીઓ ને રાક્ષસો ભુખાળવાં થઈને અર્જુન તરફ ધસવા લાગ્યાં.

Feb 2, 2026

ભાગવત રહસ્ય-૫૩-Bhgavat Rahasya-53

પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારીને મળે તો –તે અભિમાની થાય છે.અયોગ્ય વ્યક્તિને ધન મળે તો –તે –તેનો દુરુપયોગ કરે છે. જ્ઞાન-ધન-માન-એ-ત્રણ એવી વસ્તુ છે કે –તે સુપાત્રને મળે તો –એ 
સુખી થાય છે.અને જો અનધિકારી ને મળે તો દુઃખી થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1035

 

અધ્યાય-૨૯-ભગદત્તનો વધ 


  II धृतराष्ट्र उवाच II तथा क्रुद्वः किंकरोद भगदत्तस्य पांडवः I प्राग्ज्योतिषो वा पार्थस्य तन्मे शंस यथातथम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-અર્જુન જયારે તે પ્રમાણે કોપી ઉઠ્યો ત્યારે તેણે ભગદત્તને શું કર્યું?અને ભગદત્તે શું કર્યું?તે મને કહે.

સંજય બોલ્યો-ભગદત્ત સાથે યુદ્ધ કરવા આવેલા અર્જુન અને શ્રીકૃષ્ણને જોઈને સર્વ લોકો માની બેઠા કે-'આ બંને જણા મૃત્યુની દાઢમાં આવ્યા છે' હે મહારાજ,રથમાં બેઠેલા અર્જુન અને શ્રીકૃષ્ણ પર ભગદત્તે બાણોનો વરસાદ કર્યો ને તેમને વીંધી નાખ્યા.ત્યારે કોપેલા અર્જુને સામે તેના ધનુષ્યને કાપી નાખ્યું.ભગદત્તે ચૌદ તોમરો છોડ્યાં કે જેના અર્જુને ટુકડેટુકડા કરી નાખ્યા ને સામે બાણોનો મોટો ઢગ છોડીને તેના હાથીના કવચને તોડી નાખ્યું.હાથી અત્યંત ઘાયલ થયો.

Feb 1, 2026

ભાગવત રહસ્ય-૫૨-Bhgavat Rahasya-52

શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. આરંભથી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે છે.શ્રીકૃષ્ણ ચરિત્રનો આરંભ –પુતના ચરિત્રથી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે.જે ગતિ માતા યશોદાને આપી છે-તેવી જ ગતિ પુતનાને પણ આપી છે.શિશુપાળ-ભરી સભામાં ગાળો આપે છે-તેને મુક્તિ આપે છે.
જે ભીષ્મ પિતાએ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે.