Mar 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1067

 

અધ્યાય-૬૬-ગયરાજાનું ચરિત્ર 


   II नारद उवाच II गयं चामूर्तरयसं मृतं सृंजय शुश्रुम यो वै वर्यशतं राजा हुतशिष्टासनोभवत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,અમૂર્તરયસનો પુત્ર ગયરાજા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા એકસો વર્ષ સુધી હોમ કરતાં બાકી રહેલા અન્નનું જ ભોજન કરતો હતો.અગ્નિદેવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે માગ્યું હતું કે-

તપ,બ્રહ્મચર્ય,વ્રત,નિયમ તથા ગુરુકૃપાથી હું વેદો જાણવાની ઈચ્છા કરું છું.બીજાઓની હિંસા કર્યા વિના કેવળ સ્વધર્મથી જ હું અક્ષય ધન ઈચ્છું છું.બ્રાહ્મણોને દાન આપવાની મને નિત્ય શ્રદ્ધા રહે,ને મારી સજાતીય સ્ત્રીઓમાં પુત્રજન્મ થાય.મને અન્નદાન કરવામાં અક્ષય શ્રદ્ધા રહો,મારુ મન હંમેશા ધર્મમાં જ રમો ને ધર્મકાર્યોંમાં નિત્ય નિર્વિઘ્ન રહું' 

Mar 6, 2026

ભાગવત રહસ્ય-૮૪-Bhgavat Rahasya-84

વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદ માં છો ? વિદુરજી કહે છે-સત્સંગમાં બધી કથા કહીશ.પતિ-પત્નીનો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે જ બોલે છે.સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,હસ્તિનાપુરમાં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્માની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાનને દયા આવે છે.એવું કથામાં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1066

 

અધ્યાય-૬૪-રાજા અંબરીષનું ચરિત્ર 


   II नारद उवाच II नाभागमंबरिषं च मृतं सृंजय शुश्रुम I यः सहस्त्रं सहस्त्राणां राज्ञां चैकस्त्वयोधयत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,નાભાગનો પુત્ર અંબરીષરાજા પણ મરણ પામ્યો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા પોતે એકલો જ એકલાખ રાજાઓ જોડે યુદ્ધ કરતો હતો.પોતાને શરણે આવેલા શત્રુઓને વશ કરીને તથા આખી પૃથ્વી જીતી લઈને તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સેંકડો યજ્ઞો કર્યા હતા.તેના યજ્ઞોમાં બ્રાહ્મણોને સારું સન્માન ને ભોજન આપવામાં આવતું હતું.બીજા હજારો મનુષ્યો યજ્ઞમાં પોતાને સુખ થાય એવા હેતુથી ઇચ્છાનુસાર માદક પદાર્થો પીતા હતા ને મદોન્મત્ત થઇ હર્ષપૂર્વક નૃત્યો કરીને અંબરીશ રાજાની સ્તુતિ કરતા હતા.

Mar 5, 2026

ભાગવત રહસ્ય-૮૩-સ્કંધ-૩-Bhgavat Rahasya-83

સ્કંધ-3 (સર્ગ લીલા)
સંસાર બે તત્વોનું મિશ્રણ છે.જડ અને ચેતન.શરીર જડ છે અને આત્મા ચેતન છે.
આત્મા શરીરથી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે.
અતિશય ભક્તિ –કરે ,પરમાત્માના નામમાં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો –જ-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1065

 

અધ્યાય-૬૨-રાજા માંધાતાનું ચરિત્ર 


 II नारद उवाच II मांधाता चेद्योवनाश्वो मृतः सृंजय शुश्रुम I देवासुरमनुष्याणां त्रिलोक्यविजयी नृपः II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,યુવનાશ્વનો પુત્ર માંધાતા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજાએ દેવો,અસુરો ને મનુષ્યોનો જય કરીને ત્રણે લોક પર વિજય મેળવ્યો હતો.અશ્વિનીકુમારે તે રાજાને એના પિતાના પેટમાંથી બહાર કાઢ્યો હતો.એવું બન્યું હતું કે-એકવાર રાજા યુવનાશ્વ મૃગયા રમવા ગયો હતો ને ફરતાં ફરતાં તરસ્યો થયો હતો,ત્યારે રાજાએ પાણીની શોધ કરી.એટલામાં દહીં છાંટેલા ઘીનું પાત્ર તેના જોવામાં આવ્યું અને તે પોતે તે પી ગયો.મંત્રના પ્રભાવવાળા તે ઘીથી તે રાજાના પેટમાં ગર્ભ રહ્યો.આ વાતની વૈદ્યશ્રેષ્ઠ અશ્વિનીકુમારને જાણ થઇ,એટલે તેમણે રાજાનું પેટ ચીરીને બાળકને બહાર કાઢ્યો.ત્યારે પિતાના ખોળામાં સુતેલા તે બાળકને જોઈને દેવો માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આ બાળક કોને ધાવશે?'

Mar 4, 2026

ભાગવત રહસ્ય-૮૨-Bhgavat Rahasya-82

આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે
સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિમાં બહુ વધારે ફેર નથી.સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાનથી દેખાય છે-
તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી).
સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્નમાં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-
એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે.