Mar 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1085

 

અધ્યાય-૮૮-અર્જુન રણમાં દેખાયો 


 II संजय उवाच II ततो व्यूढेष्वनिकेषु समुत्फ़्रुष्टेषु मारिष I ताड्यमानासु भेरीषु मृदङ्गेषु नदत्सु च II १ II

સંજય બોલ્યો-તે પછી,હે રાજા,જયારે સૈન્યો બરોબર ગોઠવાઈ ગયા ત્યારે ત્યાં ચોતરફ બુમાબુમ થઇ રહી હતી,મૃદંગો ગાજી રહ્યા હતાં,શંખો ફૂંકાઈ રહ્યા હતા ને સાંભળતાં રુંવાં ખડાં થઇ જાય તેવો કોલાહલ સર્વ સ્થળે મચી રહ્યો હતો.ત્યાં રૌદ્ર મુહૂર્ત થયું ને અર્જુન રણમાં દેખાયો.તે જેવો રણમાં આવ્યો ત્યારે ત્યાં ભયંકર ઉત્પાતો દેખાવા લાગ્યા હતા.તે સમયે,વ્યૂહરચના કરવામાં કુશળ એવા ધૃષ્ટદ્યુમ્ને અને નકુલપુત્ર શતાનીકે સૈન્યોની વ્યૂહ રચના કરી હતી.

Mar 24, 2026

ભાગવત રહસ્ય-૧૦૨-Bhgavat Rahasya-102

આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.
શરીરની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ –દરાજ(ચામડીનો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1084

 

અધ્યાય-૮૬-ધૃતરાષ્ટ્ર પ્રત્યે સંજયનાં વચનો 


 II संजय उवाच II हंत ते संप्रवक्ष्यामि सर्व प्रत्यक्षदर्शिवान् I शुश्रुश्वस्व स्थिरो भूत्वा तव ह्यपनयो महान् II १ II

સંજય બોલ્યો-મેં બધું પ્રત્યક્ષ જોયું છે માટે હું તમને કહું છું તે તમે સ્થિર થઈને સાંભળો.ખરું જોતાં તો પાંડવોના સંબંધમાં તમે જ મોટી અનીતિ કરી છે.આ તમારો વિલાપ પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવો છે.તમે શોક ન કરો.કાળે નિર્માણ કરેલી અદભુત યોજના ઓળંગી શકાય તેમ નથી,આ પ્રમાણેનું ભાવિ પ્રથમથી જ નિર્માણ થયેલું હોવું જોઈએ.જો તમે પહેલેથી જ તમારા પુત્રોને જુગાર રમતાં અટકાવ્યા હોત તો આ સંકટ આવત જ નહિ.તમે એક પિતાને છાજે તેવું કર્તવ્ય કરીને તમારા પુત્રને સન્માર્ગે દોર્યો હોત અને ધર્મપૂર્વક વર્ત્યા હોત તો આ સંકટ ન જ આવત.

Mar 23, 2026

ભાગવત રહસ્ય-૧૦૧-Bhgavat Rahasya-101

હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.દીકરો,મા ને ઉપદેશ આપે છે.ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે.તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા નો પ્રારંભ 
અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે.
ત્રણ અધ્યાયમાં પહેલાં વેદાંતનું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિનું વર્ણન કર્યું છે.
તે પછી સંસારચક્રનું વર્ણન આવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1083

 

અધ્યાય-૮૫-ધૃતરાષ્ટ્રના ઉદ્દગારો 


II धृतराष्ट्र उवाच II श्वोभूते किमकार्पुस्ते दुखःशोक समन्विताः I अभिमन्यौ हते तत्र के वायुद्वयंत मामकाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,અભિમન્યુનો વધ થયા પછી,બીજે દિવસે શોકથી યુક્ત થયેલા પાંડવોએ શું કર્યું? મારા પક્ષના કયા કયા યોદ્ધાઓ તેમની સામે લડ્યા?અર્જુનનાં પરાક્રમો પ્રથમથી જ જાણનારા કૌરવો તેનો અપરાધ કરીને કેમ નિર્ભય રહ્યા હતા? ક્રોધાયમાન કાળ સરખા એ અર્જુનને યુદ્ધ કરવા આવતો જોઈને મારા પુત્રોએ શું કર્યું? આજના સંગ્રામમાં દુર્યોધન સંબંધમાં શું નવીન બન્યું છે? આજે જ્યાં ત્યાં વિલાપના શબ્દો કાને પડે છે.ભાટચારણો,સ્તુતિપાઠકોના શબ્દો મારે કાને અથડાતા નથી.સર્વે યોદ્ધાઓની છાવણીઓ આજે શાંત કેમ લાગે છે?

Mar 22, 2026

ભાગવત રહસ્ય-૧૦૦-Bhgavat Rahasya-100

નવ કન્યાઓના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.
કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?