Apr 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1116

 

અધ્યાય-૧૨૦-દુર્યોધન નાઠો 


II संजय उवाच II जित्वा यवनकांबोजान युयुधानस्ततोर्जुनम् I जगाम तव सैन्यस्य मध्येन रथिनां वरः II १ II

સંજય બૉંલ્યો-યવનોનો ને કંબોજોનો એ રીતે પરાજય કરીને રથીશ્રેષ્ઠ સાત્યકિ તમારા સૈન્યની મધ્યમાં થઈને અર્જુન પાસે જવા લાગ્યો.જેમ,કોઈ એક વાઘ મૃગોને ત્રાસ પમાડે તેમ,તે સાત્યકિ તમારા સૈન્યને ત્રાસ પમાડતો હતો.દ્રોણ,કૃતવર્મા,જલસંઘ અને કામ્બોજ યોદ્ધાઓની સેનાને પાર કરીને તે કૌરવોના સૈન્યસાગરના મધ્યમાં તે આવી પહોંચ્યો હતો.તે સમયે તમારા પુત્રો તેને મારી નાખવાની ઈચ્છાથી આગળ ધસી આવ્યા ને તેના રથની આસપાસ વીંટાઈ વળ્યા.આમ,દુર્યોધન,ચિત્રસેન,દુઃશાસન,

વિવિંશતિ,શકુનિ,દુઃસહ,દુર્ઘર્ષણ,ક્રથ-આદિ અનેક શૂરા યોદ્ધાઓ જે અર્જુનની પાછળ જતા હતા તે સાત્યકિ સામે ધસ્યા.

Apr 25, 2026

ભાગવત રહસ્ય-૧૩૩-Bhgavat Rahasya-133

જરા-(વૃદ્ધાવસ્થા) સાથે લગ્ન થયા પછી પુરંજનની દશા બગડી છે. શરીર વૃદ્ધ થયું છે.
ભોગ ભોગવે એને –જરા-વૃદ્ધાવસ્થા વળગે છે. યોગીને જરા-અવસ્થા વળગી શકે નહિ.
જવાની એ "જવા" ની જ છે. વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી.
ને પછી –મૃત્યુનો સેવક-પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રી માં અતિ આશક હોવાથી –અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં-શરીર છોડવાથી –પુરંજન –વિદર્ભ નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1115

 

અધ્યાય-૧૧૯-મ્લેચ્છોનો પરાજય 

 II संजय उवाच II ततः स सत्यकिर्धिमान महात्मा वृष्णिपुङ्गव:I सुदर्शनं निहत्याजौ यन्तारं पुनरब्रवीत II १ II

સંજય બોલ્યો-હે રાજન,સુદર્શનના વધ પછી વૃષ્ણિવંશના બુદ્ધિમાન,મહામનસ્વી સાત્યકિ સારથિને કહેવા લાગ્યો કે-'હે સૂત,રથ,ઘોડા ને હાથીઓથી ભરેલી દેઓનાચાર્યની સેના મહાસાગર સમાન હતી.જે યોદ્ધો વિજયની અભિલાષા ન રાખે તેવાને માટે તે પ્રાણનાશક સેનાસાગર દુર્ઘર્ષ હતો.જલસંઘની સેનાએ તે સેનાસાગરને ઘેરી રાખ્યો હતો.આવા સેનાસાગરને આપણે પાર કરી ગયા છીએ.હવે તેનાથી ભિન્ન જે સેના છે તેને તો હું નાની નદી સમાન જ સમજુ છું,માટે નિર્ભય થઈને ઘોડાઓ ચલાવ.

Apr 24, 2026

ભાગવત રહસ્ય-૧૩૨-Bhgavat Rahasya-132

તે સમયે નારદજી પ્રાચીનર્બહિ રાજા પાસે આવ્યા છે. રાજા કર્મપ્રધાન છે. અનેક યજ્ઞો તેમણે કર્યા હતા.નારદજી રાજાને પૂછે છે-તમે અનેક યજ્ઞો કર્યા,(કર્મો કર્યા) તમને શાંતિ પ્રાપ્ત થઇ –કે નથી થઇ ? રાજા કહે છે –ના-મન ને શાંતિ નથી.મને શાંતિ મળી નથી.
નારદજી : તો પછી આ યજ્ઞો (કર્મો) તમે શા માટે કરો છો ?
રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1114

 

અધ્યાય-૧૧૮-સુદર્શનનો વધ 

 II संजय उवाच II द्रोणं स जित्वा पुरुषप्रवीरस्तथैव हार्दिक्यमुखौस्तवदीयान I प्रहस्य सुतं वचनं वमापे शिनिप्रवीरः कुरुपुंगवाय्य्र II १ II

સંજય બોલ્યો-હે ક્રુરુશ્રેષ્ઠ રાજા,પુરુષોમાં વીર એવા તે સાત્યકિએ દ્રોણાચાર્યનો તથા કૃતવર્માનો પરાજય કરીને હસતાં હસતાં સારથિને કહ્યું કે-'હે સૂત,અર્જુને ને કેશવે આ શત્રુઓનો નાશ કરી જ નાખ્યો હતો,આપણે જે કરી રહ્યા છીએ તે તો કેવળ નિમિત્ત જ છે અને આપણે અર્જુને મારેલાને જ મારીએ છીએ' તેમ કહીને તે આગળ વધ્યો,તેને અટકાવવા કોઈ યોદ્ધો સમર્થ થયો નહિ.એવામાં ધનુર્ધર રાજા સુદર્શને તેને અટકાવ્યો ને તેમની વચ્ચે દારુણ સંગ્રામ શરુ થયો.

Apr 23, 2026

ભાગવત રહસ્ય-૧૩૧-Bhgavat Rahasya-131

સમય આવ્યે-ધ્રુવજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ધ્રુવજીને ગાદીએ બેસાડી ઉત્તાનપાદ રાજા વનમાં તપ કરવા ગયા છે.ભ્રમિ સાથે ધ્રુવજીનું લગ્ન થયું છે.
સુરુચિનો પુત્ર અને ધ્રુવજીના ભાઈ રાજકુમાર- ઉત્તમ -એક વખત જંગલમાં શિકાર કરવા ગયા છે-ત્યાં યક્ષો સાથે યુદ્ધ થયું-જેમાં તે માર્યો ગયો.સમાચાર સાંભળી ધ્રુવજી યક્ષો જોડે યુદ્ધ કરવા જાય છે-ભીષણ યુદ્ધ થયું છે-ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યા.