Jul 23, 2026

ભાગવત રહસ્ય-૨૦૩-Bhgavat Rahasya-203

પરમાત્મા સર્વના હૃદય માં રહી,દીવાની જેમ-માત્ર સાક્ષીરૂપે પ્રકાશ આપે છે.
જીવ પાપ કરે કે પુણ્ય કરે તેની અસર –સાક્ષી પરમાત્માને થતી નથી.
ઈશ્વરને ન કહેવાય-નિષ્ઠુર કે ન –કહેવાય દયાળુ. ઈશ્વરના માટે કોઈ ધર્મ નથી.
ઈશ્વર આનંદરૂપ છે,સર્વવ્યાપક છે.આપણી બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે.
બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે.ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી.ઈશ્વર સ્વયં પ્રકાશ છે. 
ઈશ્વર સિવાય સર્વ પરપ્રકાશ્ય છે.

Jul 22, 2026

ભાગવત રહસ્ય-૨૦૨-Bhgavat Rahasya-202

બલિરાજાને ત્યાં જવા,લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો છે.ને પાતાળલોકમાં આવ્યા છે.કોઈ તેમને ઓળખી શક્યા નહિ. લક્ષ્મીજીએ બલિરાજા ને કહ્યું-કે –હું બ્રાહ્મણ કન્યા છું.આશાથી આવી છું.જગતમાં મારે કોઈ ભાઈ નથી,અને મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બહેન નથી,આજથી તું મારો ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન.બલિને આનંદ થયો છે.બલિરાજાએ પ્રણામ કર્યા. ને કહ્યું-કે-અત્યાર સુધી મને એક દુઃખ હતું કે મારે કોઈ બહેન નથી.હવે મને બહેન મળી ગઈ.આ બધું તમારું છે.આને તમારું પિયર માનજો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1182

 

દ્રોણવધ પર્વ 

અધ્યાય-૧૮૪-બંને પક્ષનાં સૈન્યો રણમાં જ નિંદ્રામાં 

 II संजय उवाच II व्यासेनैवमथोक्तस्तु धर्मराजो युधिष्ठिरः I स्वयं कर्णवधाद्विरो निवृत्तो भरतर्षभ II १ II

સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,વ્યાસજીએ એ પ્રમાણે કહ્યું એટકે ધર્મરાજ પોતે કર્ણનો વધ કરવા જતા અટકી ગયા ને ધૃષ્ટદ્યુમ્નને કહેવા લાગ્યા કે-'તું દ્રોણાચાર્યને અટકાવી દે.તું તેમનો નાશ કરવા જ બાણ,કવચ અને ધનુષ્ય સાથે અગ્નિમાંથી ઉત્પન્ન થયો છે,માટે ભય રાખ્યા વિના તેમની સામે ધસી જા.બીજા સર્વ યોદ્ધાઓ સૈન્ય સાથે તારી સાથે જ છે' એમ કહીને યુધિષ્ઠિરે સર્વ પાંડવ સૈન્યને ધૃષ્ટદ્યુમ્ન સાથે જઈ દ્રોણાચાર્યનો વધ કરવાની આજ્ઞા આપી.તેથી તે સર્વ દ્રોણાચાર્ય સામે ધસ્યા.

Jul 21, 2026

ભાગવત રહસ્ય-૨૦૧-Bhgavat Rahasya-201

બલિરાજાએ ધન આપ્યું,મન આપ્યું પણ જ્યાં સુધી –પોતાનું તન આપ્યું નથી.-
પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી –
ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.બલિરાજ ને સૂક્ષ્મ અભિમાન હતું કે –
'હું દાન આપું છું.મન માં થોડી ઠસક હતી કે મેં બધું આપી દીધું છે. હું મોટો દાનવીર છું'
સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1181

 

અધ્યાય-૧૮૩-યુધિષ્ઠિરનો કોપ અને વ્યાસનાં સાંત્વના વચનો 


II धृतराष्ट्र उवाच II कर्णदुर्योधननादीनां शकुनेः सौबलस्य च I अपनीतं महत्तात तव चैव विशेषतः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે શક્તિના દુરુપયોગના સંબંધમાં કર્ણ,દુર્યોધન અને સુબલપુત્ર શકુનિ આદિ સર્વનો મહાન અપરાધ છે તેમાં વળી તારો તો ખાસ અપરાધ ગણાય.તમે બધા જાણતા હતા કે તે શક્તિ એક જ વીરનો નાશ કરનારી હતી.

સંજય બોલ્યો-'હે રાજન,પ્રતિદિન સંગ્રામમાંથી પાછા ફર્યા બાદ,અમારા સર્વની એ જ મસલત હતી કે કર્ણે બીજા કોઈ પર તે શક્તિ ફેંકવી નહિ પણ માત્ર અર્જુન કે કેશવ પર જ તે શક્તિ ફેંકવી.છતાં,પ્રભાત સમયે કર્ણની તથા બીજા યોદ્ધાઓની બુદ્ધિને દેવો નાશ કરી નાખતા હતા,માટે આ બાબતમાં હું દૈવને જ સર્વોત્કૃષ્ટ કારણ માનું છે.કર્ણ પણ કોઈ દૈવી માયાથી મોહિત થઈને કે દૈવે નષ્ટ કરેલી બુદ્ધિને અધીન થઈને શ્રીકૃષ્ણ કે અર્જુનના પર તેનો પ્રયોગ કર્યો નહિ ને તે શક્તિનો દુરુપયોગ થયો છે.'

Jul 20, 2026

ભાગવત રહસ્ય-૨૦૦-Bhgavat Rahasya-200

બલિરાજા અને વામનજીનું ચરિત્ર ની કથા પાછળનું રહસ્ય એવું છે –કે-
બલિરાજા એ જીવાત્મા છે-અને વામનજી એ પરમાત્મા છે.બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય છે-એટલે કે જે શુક્રની સેવા કરે-જે સંયમી છે-જે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનું પાલન કરે છે-તેને કોઈ મારી શકતું નથી.વામન ભગવાન પણ બલિરાજાને મારી શકતા નથી.
કંસ –વગેરેને માર્યા છે-પણ બલિરાજાને મારતા નથી.