Sep 8, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1215

અધ્યાય-૧૧-મકરવ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ 


 II धृतराष्ट्र उवाच II सेनापत्यं तु संप्राप्य कर्णो वैकर्तनस्तदा I तथोक्तमु स्वयं राज्ञा स्निग्धं भ्रातृसमं वचः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ત્યારે દુર્યોધને પોતે એક ભાઈની જેમ સ્નેહાળ વચન કર્ણને કહ્યું ને તે સેનાપતિ બન્યો,

સૂર્યના ઉદયની બાદ કે કર્ણે સેનાઓને તૈયાર થવાની આજ્ઞા આપ્યા પછી શું થયું હતું તે મને કહે.

સંજય બોલ્યો-ત્યારે તૈયાર કરાતા હાથી,ઘોડા,રથો,અને પાળાઓનો મહાન કોલાહલ થયો ને તેનો તુમુલ શબ્દ આકાશમાં અથડાવા લાગો.કર્ણના રથ પર શ્વેત પતાકા ફરકતી હતી,શ્વેત ઘોડાઓ જોડાયેલા હતા ને તેની ધજામાં નાગકક્ષ (હાથીની કેડે બાંધવાના સુવર્ણના પટ્ટાનું) ચિહન જણાતું હતું.તે રથમાં સેંકડો ભાથાઓ,ગદાઓ અને અનેક જાતનાં વિવિધ હથિયારો ભરેલા હતા ને તે રથની આસપાસ લોખંડી ઓઢણ જડેલો હતો.

Sep 7, 2026

ભાગવત રહસ્ય-૨૪૯-Bhgavat Rahasya-249

બીજી તરફ ચિત્રકૂટની તળેટીમાં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજીની આજ્ઞા માગી છે.
“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં”
ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?
રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! 
મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? 
ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1214

 

અધ્યાય-૧૦-કર્ણનો સેનાપતિ તરીકે અભિષેક 


II संजय उवाच II हते द्रोणे महेष्वासे तस्मिन्नहनि भारत I क्रते च मोघसंकल्पे द्रोणपुत्रे महारथे II १ II

સંજય બોલ્યો-હે ભારત,દ્રોણાચાર્ય માર્યા ગયા પછી,અશ્વત્થામાનો સંકલ્પ પણ નિષ્ફળ કરાયો હતો.જયારે કૌરવ સૈન્ય પાછું હટવા લાગ્યું હતું તે જોઈને અર્જુન પોતાના સૈન્યને વ્યૂહકારે ગોઠવીને ભાઈઓ સહીત મોખરામાં ઉભો હતો.તેને જોઈને ને પોતાના સૈન્યને નાસતું જોઈને તમારા પુત્રે ઠીક પુરુષાર્થ કર્યો હતો ને પોતાના બાહુબળથી પાંડવો સામે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું હતું ને તેમને આગળ વધતા અટકાવ્યા હતા.તેટલામાં સાયંકાળ થઇ ગયો એટલે દુર્યોધને સૈન્યને છાવણી તરફ પાછું વાળ્યું.

Sep 6, 2026

ભાગવત રહસ્ય-૨૪૮-Bhgavat Rahasya-248

ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે-
અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.કામ એ હિત-શત્રુ છે.
તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે.
કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.
કામનું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.
કામને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણને પધરાવવા જોઈએ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1213

 

અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો પશ્ચાતાપ 


II संजय उवाच II श्रियाकुलेन यशसा तपसा च श्रुतेन च I त्वामद्य संतो मन्यंते ययातिमिव नाहुषं  II १ II

સંજય બોલ્યો-લક્ષ્મી,કુળ,યશ,તપ તથા શાસ્ત્ર વડે તમે નહુષપુત્ર યયાતિ સરખા છો,એમ સત્પુરુષો માને છે.વળી,

હે રાજા,તમે એક મોટા ઋષિ સરખા છો અને કૃતાર્થ છો,માટે તમે તમારા આત્માને સ્થિર કરો ને મનમાં ખેદ ન કરો.

Sep 5, 2026

ભાગવત રહસ્ય-૨૪૭-Bhgavat Rahasya-247

ભરદ્વાજ ઋષિ ભરતને કહે છે-કે-રાક્ષસોનો સંહાર કરવા રામજી આ લીલા કરી રહ્યા છે,
માટે શોક ન કરો.તમારું સ્વાગત કરવું એ અમારો ધર્મ છે,આજ ની રાત તમે બધા અહીં રહો.
ભરદ્વાજે અણિમાદિક –રિદ્ધિ-સિદ્ધીનું આવાહન કર્યું છે, હજારો સેવકો,હજારો મકાનો 
ઉભાં થયા છે.ભરદ્વાજે સિદ્ધિનો ઉપયોગ કદી કર્યો ન હતો પણ આજે રામભક્તોનું તેમને 
 સન્માન કરવું હતું.જેને જે ભાવે તે ભોજન આપે છે,બધાનું ભાવથી ભવ્ય સ્વાગત કર્યું છે.