Sep 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1227

અધ્યાય-૨૩-સહદેવ અને દુઃશાસનનું યુદ્ધ 


II संजय उवाच II सहदेवं तथा कृद्वं दहंतं तव वाहिनीं I दुःशासनो महाराज भ्राता भ्रातरमभ्ययात II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,ક્રોધાયમાન થયેલો સહદેવ તમારી સેનાને જયારે બાળી નાખતો હતો ત્યારે તમારો પુત્ર દુઃશાસન તેના પર ચઢી ગયો.આમ ભાઈએ ભાઈ પર હુમલો કર્યો.તેમને સામસામે ભેટેલા જોઈને ત્યાં ઉભેલા સર્વ મહારથીઓ મોટામોટા સિંહનાદો કરવા લાગ્યા.તમારા પુત્રે ત્રણ બાણો વડે સહદેવને વક્ષઃસ્થળમાં પ્રહાર કર્યો,એટલે સામે સહદેવે તેને એક નારાચ બાણથી વીંધીને બીજાં સીતેર બાણોથી પ્રહાર કરીને તેના સારથિને પણ ઘાયલ કર્યો.

Sep 19, 2026

ભાગવત રહસ્ય-૨૬૧-Bhgavat Rahasya-261

હનુમાનજી અશોકવનમાં આવ્યા છે.સીતાજી સમાધિમાં બેઠા છે.હે રામ-હે રામ નો જપ કરે છે.
માતાજીનું શરીર દુર્બળ થયું છે. માતાજીને મનથી પ્રણામ કરી,જે ઝાડ નીચે સીતાજી 
બેસી ધ્યાન કરતાં હતા તે ઝાડ પર બેસીને રામ-કથા કહેવાની શરૂઆત કરી.
“શ્રી રામે -અનેક વાનરોને સીતાજીને શોધવા મોકલ્યા છે,હું રામદૂત લંકામાં આવ્યો છું,
આજે મારું જીવન ધન્ય થયું કે મને આજે સાક્ષાત આદ્યશક્તિ સીતાજીનાં દર્શન થયાં”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1226

 

અધ્યાય-૨૨-હાથીસૈન્યનો સંહાર 

II संजय उवाच II हस्तिभिस्तु महामात्रास्तव पुत्रेण चोदिताः I ध्रुष्ट्ध्युम्नं जिधांसतः कृद्वाः पार्षतमभ्ययुः II १ II

  સંજય બોલ્યો-પછી,તમારા પુત્રની આજ્ઞા થતાં,ક્રોધાયમાન થયેલા હાથીસવારો,ધૃષ્ટદ્યુમ્નને મારી નાખવા માટે ધસી ગયા.પૂર્વ દેશના,દક્ષિણ દેશના,અંગ,વંગ,પુન્ડ્ર,માગધ,તામ્રલિપ્તક,મેકલ,કોસલ,મદ્ર,દશાર્ણ,નિષધ અને કલિંગના ઉત્તમોત્તમ હાથીસવારો,ધૃષ્ટદ્યુમ્ન તરફ ધસી ગયા ને તેની પર બાણો,તોમર અને નારાચ આદિ શસ્ત્રોનો વરસાદ કરવા લાગ્યા.ત્યારે સામે ધૃષ્ટદ્યુમ્ન તે સર્વના સામે બાણો ફેંકી તેમને વીંધતો હતો.પરંતુ આખરે જેમ,સૂર્ય વાદળોથી ઢંકાઈ જાય છે તેમ તે હાથીઓથી ઢંકાઈ ગયો.તે વખતે પાંડવો ને પાંચાલો મોટી ગર્જનાઓ કરતા તેની મદદે આવી પહોંચ્યા.

Sep 18, 2026

ભાગવત રહસ્ય-૨૬૦-Bhgavat Rahasya-260

હનુમાનજીએ વાનરસેના સહિત દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જાંબવાન પાસે હનુમાનજી આવ્યા છે.ત્યાં સમાચાર મળ્યા કે-સીતાજી અશોકવનમાં છે.દરિયો ઓળંગીને જે જશે તેને જ સીતાજી મળશે.આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. બધા વિચારમાં પડી ગયા છે.કોણ દરિયો ઓળંગે? ત્યારે જાંબવાન ,હનુમાનજીને તેમની શક્તિનું ભાન કરાવે છે. (પોતાની શક્તિની ઓળખાણ કરાવે છે)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1225

 

અધ્યાય-૨૧-કર્ણ અને પાંડવોની ભેટ 


II धृतराष्ट्र उवाच II पांड्ये हते किमकरोदर्जुनो युधि संजय I एकविरेण कर्णेन द्रावितेषु परेषु च II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ યુદ્ધમાં પાંડ્યરાજ માર્યો ગયો ને બીજી તરફ એકલવીર કર્ણ શત્રુઓને હાંકી કાઢવા મંડ્યો ત્યારે અર્જુને શું કર્યું હતું?તે બળવાન છે ને સર્વ ભૂતોમાં અજિત રહેવાની,મહાત્મા શંકરે તેના પર કૃપા કરી છે.તે અર્જુન તરફથી મને તીવ્ર મહાભયની શંકા રહ્યા કરે છે,તો તેણે રણમાં જે કર્મ કર્યું હોય તે મને કહે.'

Sep 17, 2026

ભાગવત રહસ્ય-૨૫૯-Bhgavat Rahasya-259

શ્રીકૃષ્ણને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –
એવું કઈ પોથીમાં લખ્યું છે-કે પાપીને તમારાં દર્શન થાય છે? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-
“મુનિજનો જન્મ-જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના 
મુખમાંથી રામ-નામ નીકળતું નથી, કે પ્રભુના દર્શન થતા નથી.હું તો પાપી નથી પણ પુણ્યશાળી 
છું કે –અંતકાળમાં આપનાં દર્શન કરું છું.તમારાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે,
હવે હું પાપી રહ્યો નથી.તમારાં દર્શન દેવોને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.