Oct 3, 2026

ભાગવત રહસ્ય-૨૭૩-Bhagvat Rahasya-273

બીજો કાંડ-અયોધ્યા કાંડ છે.અયોધ્યામાં રામ રહે છે-અયોધ્યા –એટલે જ્યાં- યુદ્ધ નથી,
કલહ નથી,ઈર્ષ્યા નથી.કલહનું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે.અયોધ્યાકાંડ કહે છે-કે 
વેર ના કરો.જીવન થોડું છે.અયોધ્યાકાંડ પ્રેમનું દાન કરે છે.
રામનો ભરતપ્રેમ, રામનો સાવકી માતા પ્રત્યેનો પ્રેમ-વગેરે આ કાંડમાં જોવા મળે છે,
રામ ની નિર્વેરતા જોવા મળે છે.

Oct 2, 2026

ભાગવત રહસ્ય-૨૭૨-Bhagvat Rahasya-272

રામાયણનું એક એક પાત્ર –આદર્શ છે.રામ-જેવો પુત્ર થયો નથી,દશરથ જેવો પિતા થયો નથી,
કૌશલ્યા જેવી માતા થઇ નથી.રામ જેવા પતિ નથી,સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઇ નથી,
કે-ભરત જેવો ભાઈ થયો નથી.વશિષ્ઠ જેવો ગુરૂ થયો નથી,અને રાવણ જેવો શત્રુ થયો નથી.
ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,પુત્રપ્રેમ,ભ્રાતૃપ્રેમ,પતિપ્રેમ,
પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-તે રામાયણમાં બતાવ્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1238

 

દુર્યોધનનું એ વચન સાંભળી,શલ્યરાજ ક્રોધથી ધૂંધવાઈ ઉઠ્યો ને પોતાના બંને હાથોને અફાળવા લાગ્યો.તેને કુલ,ઐશ્વર્ય,શાસ્ત્ર તથા બળનું મોટું અભિમાન હતું તેથી ક્રોધથી લાલચોળ થઈને તેણે દુર્યોધનને કહેવા માંડ્યું કે-'ઓ ગાંધારીપુત્ર,જરૂર તું મારા બળ પર શંકા લાવે છે અને તેથી જ તું આ રીતે મારુ અપમાન કરે છે અને બેધડક થઈને 'તમે કર્ણનું સારથિપણું સ્વીકારો'એમ મને કહી રહ્યો છે.તું અમારા બધાથી એ કર્ણને અધિક માને છે ને તેની પ્રશંસા કર્યા કરે છે પણ તને કંઈ ખબર છે કે-અમે તો રાધાના પુત્રને યુદ્ધમાં અમારા સરખો જરાય ગણતા નથી?હે રાજા,મારા ભાગમાં આવેલા તેવા કોઈ મહાન શત્રુને તું દેખાડ,એટલે તેનો રણમાં પરાજય કરીને હું મારા દેશમાં ચાલ્યો જઈશ.આજે હું એકલો જ શત્રુઓ સામે યુદ્ધ કરી તેમને બાળીને ભસ્મ કરી નાખું ત્યારે તું મારા પરાક્રમને જોજે.અમારા સરખા પુરુષ પોતાના હૃદયમાં અભિમાન રાખીને જ કાર્ય કર્યા કરે છે માટે તું મારા પ્રત્યે શંકા ન કર.હું તને ખાસ કહી દઉં છું કે-યુદ્ધમાં તારે મારુ અપમાન કરવું નહિ.

Oct 1, 2026

ભાગવત રહસ્ય-૨૭૧-Bhagvat Rahasya-271

લવ-કુશ ,અયોધ્યામાં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને મા સીતાજીને બધી 
વાત કરે છે.અને પૂછે –છે-કે- મા,યજ્ઞમાં -રાજા રામની પાસે તારા જેવી જ સોના ની મૂર્તિ હતી.
મા, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે ?માતાજીએ આ સાંભળ્યું, અને તેમને ખાતરી થઇ કે-
“મારા રામજીએ મારો ત્યાગ કર્યો નથી,મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે ?
કલંક દૂર કરવા માટે –તેમણે મારો ત્યાગ કર્યો છે,મનથી નહિ.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1237

 

અધ્યાય-૩૨-કર્ણના સારથિ થવા માટે શલ્યને પ્રાર્થના 


II संजय उवाच II पुत्रस्तव महाराज मद्रराजमहारथम् I विनयेनोपसंगम्य प्रणयाद वाक्यमब्रवीत II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,પછી તમારો પુત્ર દુર્યોધન મહારથી મદ્રરાજ શલ્ય પાસે વિનયથી જઈને પ્રેમપૂર્વક કહેવા લાગ્યો કે-'હે સત્યવ્રતવાળા મદ્રરાજ,તમે શત્રુઓના તાપમાં વૃદ્ધિ કરનારા છો,શૂરવીર છો ને શત્રુઓના સૈન્યને માટે ભયંકર છો.કર્ણે  જે કહ્યું તે તમે સાંભળ્યું ને?આ રાજાઓની વચ્ચે હું જાતે તમારી પાસેથી એક વરદાન માગું છું.મારુ મસ્તક નમાવીને હું વિનયપૂર્વક યાચના કરું છું.અર્જુનનો વિનાશ કરવા માટે તથા મારુ હિત કરવા તમે પ્રેમપૂર્વક કર્ણનું સારથિપણું સ્વીકારવા કૃપા કરો.તમે જયારે કર્ણના સારથિ થશો તો કર્ણ મારા શત્રુઓને જીતી શકશે.

Sep 30, 2026

ભાગવત રહસ્ય-૨૭૦-Bhagvat Rahasya-270

ખરેખર જોઈએ તો-રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો નથી,રામજી સીતાજીનો ત્યાગ કરી 
શકે જ નહિ.પણ રાજાએ,પ્રજાને રાજી રાખવા પોતાની રાણીનો ત્યાગ કર્યો છે,
એનો તે પુરાવો છે.સીતાજીનો ત્યાગ કર્યો તે ઘણા લોકોને ગમ્યું નહિ,પણ સીતારામજીના 
દુઃખનો કોઈએ વિચાર કર્યો નથી.રામજી સિંહાસન પર એકલા વિરાજે છે.સીતાજી આશ્રમમાં 
એકલાં વિરાજે છે.કોઈએ એમ કહ્યું નથી કે સીતાજીને પધરાવો નહિ તો હું પ્રાણ ત્યાગ કરીશ.
ફક્ત એક વશિષ્ઠજીએ વિરોધ કર્યો છે. પણ રામજીએ કહ્યું-કે મને આ બાબતેમાં કંઈ કહેશો નહિ.