Oct 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1249

 

અધ્યાય-૪૦-શલ્ય પ્રત્યે કર્ણનાં દુષ્ટ વચનો 


II संजय उवाच II अधिक्षिप्तस्तु राधेयः शल्येनामिततेजसा I शल्यमाह सुसंकृद्वो वाक् शल्यमवधारयन II १ II

સંજય બોલ્યો-અમાપ તેજવાળા શલ્યરાજે જયારે કર્ણનું અપમાન કર્યું ત્યારે તેને અત્યંત ક્રોધ ચઢી ગયો.'વાણીરૂપ 

શલ્યથી આ વીંધનારો છે માટે જ આનું નામ શલ્ય છે' એવો મનમાં નિશ્ચય કરીંને કર્ણ શલ્યને કહેવા લાગ્યો કે-

'હે શલ્ય,ગુણવાન પુરુષ જ ગુણવાનોના ગુણો જાણે છે.તું તો ગુણોથી હીન છે તેથી ગુણ-અવગુણ ને શી રીતે જાણે?અર્જુનનાં અસ્ત્રો,ક્રોધ,વીર્ય,ધનુષ્ય,બાણો ને તેના પરાક્રમને હું બરોબર જાણું છું.ને શ્રીકૃષ્ણના માહાત્મ્યને જેટલું હું જાણું છું તેટલું તું જાણતો નથી.મારા ને અર્જુનના વીર્યને જાણીને જ હું તે અર્જુનને યુદ્ધમાં બોલાવી રહ્યો છું.

Oct 20, 2026

ભાગવત રહસ્ય-૨૮૪-Bhagvat Rahasya-284

કૃષ્ણકથામાં રાજાનો અલૌકિક પ્રેમ જોઈને શુકદેવજી પ્રસન્ન થયા છે.શુકદેવજી કહે છે-કે-
કૃષ્ણકથામાં તારો પ્રેમ જોઈ મને બહુ આનંદ થાય છે,રાજા તારે લીધે મને પણ કૃષ્ણકથા-ગંગાનું 
પાન કરવાનો લાભ મળ્યો.આ કૃષ્ણકથા-ગંગા પ્રગટ થઇ પછી ભાગીરથી ગંગાજીનું મહત્વ 
ઓછું થયું છે.આ કૃષ્ણકથા-ગંગા અનેકને પાવન કરે છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો તેનાથી મનનો મેલ ધોવાતો નથી.ખાલી શરીર શુદ્ધ થાય છે,
જયારે આ કૃષ્ણકથા મનનો મેલ દૂર કરે છે.મનને શુદ્ધ કરે છે.માટે કૃષ્ણ કથા શ્રેષ્ઠ છે.વળી કૃષ્ણકથા-ગંગા જ્યાં ઈચ્છો 
ત્યાં પ્રગટ થાય છે,ભાગીરથી-ગંગા ને કહો –કે અમારા શહેરમાં પ્રગટ થાઓ-તો તે ત્યાં શું પ્રગટ થશે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1248

 

અધ્યાય-૩૯-કર્ણ અને શલ્ય વચ્ચે ટપાટપી 


II शल्य उवाच II मा सूतपुत्र दानेन सौवर्ण हस्तिपडगवम I प्रयच्छ पुरुषायाद्य दक्ष्यसि त्वं धनंजयम् II १ II

શલ્ય બોલ્યો-'ઓ સૂતપુત્ર,તું હાથી સમાન બળવાળા છ બળદોથી જોડેલા સુવર્ણના રથનું દાન કર મા ! તું કેવળ મુરખાઇથી જ આટલું બધું ધન આપી દેવા તૈયાર થયો છે કારણકે આજે તું વિના પ્રયાસે જ અર્જુનને જોઇશ.તું એક મૂઢ પુરુષની જેમ બીજાઓને ધન આપી દેવા તૈયાર થયો છે,ને મોહને લીધે સમજતો નથી કે અપાત્રે દાન કરવાથી કેટલા દોષો પ્રગટ થાય છે.તું ધનનો વ્યર્થ દુરુપયોગ કરવા જ ધારે છે.આટલા બધા ધનથી તો અનેક જાતના યજ્ઞો થઇ શકે.તું તે ધન વડે યજ્ઞો જ કર્યા કર !

Oct 19, 2026

ભાગવત રહસ્ય-૨૮૩-Bhagvat Rahasya-283

ઉઘાડી આંખે જગત “ના” દેખાય –પણ પરમાત્મા શ્રીકૃષ્ણ દેખાય એ જ સમાધિ છે.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,
તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે 
સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.
સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1247

 

અધ્યાય-૩૮-કર્ણનો ગર્વ 


II संजय उवाच II प्रयाणे च ततः कर्णो हर्षयन वाहिनीं तव I एकैकं समरे द्रष्ट्वा पांडवान पर्यप्रुच्छत II १ II

સંજય બોલ્યો-પાંડવો સામે યુદ્ધ કરવાના પ્રયાણ સમયે કર્ણ તમારી સેનાને હર્ષ ઉપજાવીને રણમાં ઉભેલા પ્રત્યેક યોદ્ધાને અર્જુન વિશેના પ્રશ્ન પૂછવા લાગ્યો-'જે કોઈ યોદ્ધો આજે મને શ્વેત ઘોડાઓવાળા અર્જુનને દેખાડી આપશે તેને તેના મનમાં આવે તેટલું ઇષ્ટ ધન હું આપીશ.જો તે ઓછું લાગે તો,રત્નોથી ભરેલ ગાડું આપીશ,જો તે ઓછું લાગે તો,સો ગાયો આપીશ,જો તે ઓછું લાગે તો,સો ગામો આપીશ,જો તે ઓછું લાગે તો,ઉજ્જવળ રથ આપીશ,જો તે ઓછું લાગે તો,સો શ્યામાઓ (સ્ત્રીઓ)આપીશ.

Oct 18, 2026

ભાગવત રહસ્ય-૨૮૨-Bhagvat Rahasya-282

સમાધિમાં બેઠા પહેલાં યોગીઓને મન અને સર્વ ઇન્દ્રિયો સાથે ઝગડો કરવો પડે છે.
ઈન્દ્રિયોને કાબુમાં રાખી તેના બધા દરવાજા બંધ કરવા પડે છે.આંખ બંધ કરવી પડે છે,
નાક બંધ કરવું પડે છે.તેમ છતાં વાસના રૂપી ધૂળ ક્યારે ઘુસી જાય છે તે ખબર પડતી નથી.
તેથી જ્ઞાનમાર્ગને કઠણ માન્યો છે,જ્ઞાનમાર્ગમાં પતનનો ભય હોય છે.જયારે-ભક્તિમાર્ગમાં
ઇન્દ્રિયો જોડે ઝગડો નથી,ભક્તિમાર્ગમાં આંખ અને સર્વ ઇન્દ્રિયો શ્રીકૃષ્ણને આપવાની હોય છે.