અધ્યાય-૪૨-કર્ણને શાપનું સ્મરણ અને તેનો આવેશ
II संजय उवाच II मद्राधिपस्याधिरथिर्महात्मा वचो निशभ्याप्रियमप्रतीतः I उवाच शल्यं विदितं ममैतद् यथाविधाअर्जुनवासुदेवो II १ II
સંજય બોલ્યો-મદ્રરાજના તે અપ્રિય વચન સાંભળ્યા પછી કર્ણને તેના પ્રતિ અવિશ્વાસ પેદા થયો અને તેણે શલ્યને કહ્યું કે-'હે શલ્ય,અર્જુન અને કૃષ્ણ કેવા બળવાન છે અને તેમનાં મહાસ્ત્રો કેવા અદભુત શક્તિવાળા છે તે બધું જેટલું મારા જાણવામાં છે તેટલું તારા જાણવામાં નથી.છતાં હું નિર્ભય થઈને આજે તેમની સામે યુદ્ધ કરીશ,પરંતુ પૂર્વે મારા ગુરુ પરશુરામનો શાપ મને અત્યંત સંતાપ ઉપજાવે છે.પૂર્વે હું દિવ્ય અસ્ત્રોનો અભ્યાસ કરવા માટે બ્રાહ્મણના વેશે પરશુરામ પાસે રહેતો હતો તે વખતે ત્યાં પણ અર્જુનનું હિત કરવાની ઈચ્છાથી દેવરાજ ઇન્દ્રે મને વિઘ્ન કર્યું હતું.





