Nov 3, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1262

 

અધ્યાય-૫૨-યુદ્ધનું ભયંકર સ્વરૂપ 


II संजय उवाच II क्षत्रियास्ते महाराज परस्परवधैषिण:I अन्योन्यं समरे जघ्नुः कृतवैराः परस्परम् II १ II

સંજય બોલ્યો-આમ,હે મહારાજ,પરસ્પર વૈર કરી બેઠેલા તે ક્ષત્રિયો અન્યોન્યનો વધ કરવાની ઇચ્છા કરી રણમાં એકમેકને મારી નાખતા હતા.ત્યાં ચારે બાજુ,સંખ્યાબંધ રથો,ઘોડેસ્વારો,હાથીસવારો ને પાળાઓ સામસામા આવી ગયા હતા.સર્વ સ્થળે,ગદાઓ,પરિઘો,કણપો,ભાલાઓ,ભિંદિપાલો તથા ભુશુંડીઓ સામસામે ફેંકાતાં હતાં.એ અતિ દારુણ સંગ્રામમાં,તીડોની જેમ ચોતરફથી પડતી બાણવૃષ્ટિ અમે એકીટશે જોઈ રહ્યા હતા.ત્યાં અન્યોન્યને મારીને ઘોર સંહાર થઇ રહ્યો હતો.યુદ્ધમાં ઝડપથી દોડતા હાથીઓ,પાળા,ઘોડાઓ ને રથીઓને છૂંદી નાખતા હતા.શૂરાઓ સામસામે મોટા બરાડા પડતા હતા ને આખું રણક્ષેત્ર પશુઓના કતલખાના સરખું ઘોર થઇ રહ્યું હતું.

Nov 2, 2026

ભાગવત રહસ્ય-૨૯૭-Bhagvat Rahasya-297

નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું. 
ભાવનાથી નંદ-મહોત્સવ કરવાનો.સંતો રોજ સવારે નંદ-મહોત્સવ કરે છે,તેથી તેમના મન પર 
દુઃખ-સુખની અસર થતી નથી.દવાથી જેમ અંગ બહેરું થાય છે-તેમ ભક્તિરસથી મન બહેરું થાય છે.
શરીર ગમે ત્યાં હોય-પણ ભાવના કરવાની કે-“હું નંદબાબાના મહેલમાં છું,યશોદાજીની ગોદમાં 
લાલો બેઠો છે,મરક મરક સ્મિત કરે છે.ગાયો કુદાકુદ કરે છે,ને ગોપીઓ આનંદમાં નાચે છે.ને હું સેવા કરું છું.” 
આવા સ્મરણથી આખો દિવસ આનંદમાં જશે અને દિવસ સુખમય થશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1261

 

અધ્યાય-૫૧-સંકુલ યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II सुदुष्करमिदं कर्म कृतं भीमेन संजय I येन कर्णो महाबाहु रथोपस्थे निपापित II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભીમસેને આ અતિ દુષ્કર કર્મ કરી બતાવ્યું છે,તેણે કર્ણને મૂર્છિત કરી રથની બેસણી પર પાડી દીધો હતો.હે સૂત,દુર્યોધન મને નિત્ય કહ્યા કરતો હતો કે-'એકલો કર્ણ જ સૃન્જયો ને પાંડવોને રણમાં મારી નાખશે' પણ તે જ કર્ણને ભીમસેને રણમાં હરાવી દીધો.તો એ જોઈને દુર્યોધને પછી શું કર્યું હતું?

Nov 1, 2026

ભાગવત રહસ્ય-૨૯૬-Bhagvat Rahasya-296

સનાતન ધર્મ માં “દેવો” અનેક છે,પરંતુ ઈશ્વર (પરમાત્મા) “એક” જ છે.
પરમાત્માના જે પણ “દેવ” સ્વ-રૂપમાં પ્રેમ હોય તેનું “ધ્યાન” કરવાનું કહેલું છે.
ભાગવતમાં ભક્તિ માટે આગ્રહ છે-પણ દુરાગ્રહ નથી.ભક્તિમાં દુરાગ્રહ આવે તો ભક્તિ 
છિન્ન-ભિન્ન થાય છે.પરમાત્માના કોઈ પણ “એક” સ્વરૂપનું મન જયારે -વારંવાર ચિંતન કરે 
એટલે મન ત્યાં ચોંટી જાય છે.અને તેથી મનની શક્તિ વધે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1260

 

અધ્યાય-૫૦-ભીમસેનની ચઢાઈ-તેમાં કર્ણની હાર 


II संजय उवाच II तानभिद्रवतो द्रष्ट्वा पांडवांस्तावकं बलम् I दुर्योधनो महाराज वारयामास सर्वशः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,પાંડવ યોદ્ધાઓને તમારા સૈન્ય સામે ચઢી આવતા જોઈને દુર્યોધને સર્વ યોદ્ધાઓને તથા પોતાના સૈન્યને નાસભાગ કરતા અટકાવવા માંડ્યા,છતાં તે સૈન્ય પાછું વળ્યું જ નહિ.તે જોઈને સુબલપુત્ર શકુનિ તથા બીજા કેટલાક કૌરવો શસ્ત્રોથી સજ્જ થઈને ભીમ સામા યુદ્ધ કરવા ધસી ગયા.ત્યારે કર્ણ પણ તે સૈન્યને નાસતું જોઈને શલ્યને,રથને ભીમ સામે હંકારવાનું કહ્યું.કર્ણને પોતાની સામે ધસી આવતો જોઈને ભીમસેને કર્ણનો વિનાશ કરવાનો નિશ્ચય કરીને,સાત્યકિ તથા ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે-'તમે યુધિષ્ઠિરનું રક્ષણ કરજો,તે હમણાં જ મારા દેખતાં મોટા સંશયમાંથી મુક્ત થયા છે.તેમના દુઃખનો આજે હું અંત લાવીશ.આજે હું અતિઘોર સંગ્રામ કરીને કર્ણને મારીશ કે તે મને મારશે.'

Oct 31, 2026

ભાગવત રહસ્ય-૨૯૫-Bhagvat Rahasya-295

મહાપ્રભુજી કહે છે-કે-મથુરા અને મધુરા એક જ છે.મધુરાધિપતે અખિલમ મધુરમ. 
મધુ=મધ અને રા=રક્ષણ કરે છે. એટલે મધથી શરીરનું રક્ષણ કરે છે-તે.
મધથી માનવ શરીરને- જે-મનુષ્ય- સાચવે તેનું શરીર મથુરા (મધુરા) બને છે.
મધ બે જગ્યાએ છે.કામસુખ ને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયેલું છે.
શરીર હંમેશને માટે કોઈનું સારું રહેતું નથી,શરીરને તો-ક્ષય રોગ લાગુ પડ્યો છે.
”શીર્યતે ઇતિ શરીરમ” એટલે ભલે બીજું બધું બગડે પણ મન ના બગડે તેની કાળજી રાખવાની છે.