Sep 17, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-4


Gujarati-Ramayan-Rahasya-76-ગુજરાતી-રામાયણ-રહસ્ય-76

મનુષ્યને પ્રભુએ જીભ આપી છે મીઠું બોલવાને માટે.પણ કોણ જાણે કેમ પણ મનુષ્યને કડવું બોલવું જ વધારે ગમે છે, અને એમાં એને જાણે મજા પણ આવે છે.
કાગડાની વાણી કર્કશ લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ લાભ નથી,તે જ રીતે કોયલની વાણી મીઠી લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ ખોટ પણ જતી નથી.જો લાભ નથી કે ખોટ પણ નથી તો મીઠી વાણી જ શા માટે ના બોલવી? શા માટે મીઠું ના બોલવું? પણ જે સમજવું સહેલું લાગે છે તે મનુષ્યને કરવું અઘરું લાગે છે.
જે કરવા જેવું નથી તે કરે છે અને જે કરવા જેવું છે તે નથી કરતો,ને પછી તે મનુષ્ય ઠેબાં ખાય છે.

Sep 16, 2021

Gujarati-Ramayan-Rahasya-75-ગુજરાતી-રામાયણ-રહસ્ય-75

વશિષ્ઠના ગયા બાદ શ્રીરામ સીતાજીને આ રાજ્યાભિષેકની વાત કહેવા ચાલ્યા,સીતાજી તે વખતે માતા કૌશલ્યાના ભવનમાં ગયા હતા.શ્રીરામ પણ કૌશલ્યના ભવનમાં આવ્યા.
માતાજી તે વખતે દેવમંદિરમાં હતા અને પ્રભુના ધ્યાનમાં લીન હતાં.
સુમિત્રા માતા,સીતાજી અને લક્ષ્મણ માતાજીની સેવામાં ઉભા હતા.રામચંદ્રે દેવમંદિરમાં પ્રવેશ કરી માતાજીને પ્રણામ કર્યા.કૌશલ્યાજી હજુ પ્રાર્થના કરી રહ્યા હતાં.“પ્રભુ મારા પુત્ર રામને રાજ્યશ્રી પ્રાપ્ત થાઓ.” તેમના મુખમાંથી નીકળેલા શબ્દો સહુને સંભળાયા.

Sep 15, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-3


Gujarati-Ramayan-Rahasya-74-ગુજરાતી-રામાયણ-રહસ્ય-74

દશરથ રાજાને રામ પર અપાર પ્રેમ હતો.તેમના પ્રાણ –રામમય હતા.રામનું નામ લેતા તેમના ચિત્તમાં આનંદની લહરીઓ ઉઠતી.અત્યારે રાજાને ઈચ્છા થઇ છે કે-મારો રામ રાજા થાય ને તેમનો રાજ્યાભિષેક મારી આંખોની સમક્ષ થાય એવી મારી ઈચ્છા પ્રભુ જરૂર પુરી કરશે.અત્યાર સુધીમાં પ્રભુએ મારી બધી ઇચ્છાઓ પુરી કરી છે તો આ પણ જરૂર પુરી થશે.ધોળા વાળના દર્શનથી રાજાને આ ઈચ્છા પેદા થઇ અને પેદા થતાં જ તે એવી જોરદાર બની ગઈ કે-જો તે ઈચ્છા જો તાત્કાલિક પુરી ના થાય તો પોતાનો એક મહાન મનોરથ સિદ્ધ થયા વિનાનો રહી જશે –એવું દશરથ રાજાને લાગવા માંડ્યું.

Sep 14, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-2-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-2


Gujarati-Ramayan-Rahasya-73-ગુજરાતી-રામાયણ-રહસ્ય-73

એક દિવસ દશરથરાજા સભામાં જવા માટે તૈયાર થતા હતા ,તે વખતે નોકરોએ નિયમ મુજબ દર્પણ લાવી રાજાની સામે ધર્યું.રાજાએ દર્પણમાં જોયું,મુગટ જરા વાંકો હતો તે સરખો કર્યો,પણ આજે એક નવી વાત બની.રાજાની નજર કાનના એક સફેદ વાળ તરફ પડી.અને તેમને એકાએક પોતાની ઉંમર નું ભાન થયું ને વિચારવા માંડ્યા કે-આ ધોળો વાળ મને કહે છે કે-હવે તમે વૃદ્ધ થયા,ક્યાં સુધી ગાદી પર ચીટકી રહેશો?હવે તમે ત્યાં શોભતા નથી, માટે ઉઠો, ને રામને ત્યાં રાજગાદીએ બેસાડો.

Sep 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-1


Gujarati-Ramayan-Rahasya-72-ગુજરાતી-રામાયણ-રહસ્ય-72

મનુષ્ય સંસારમાં સુખની પાછળ દોટ મૂકે છે,પણ જેમ મુઠ્ઠીમાં પાણી રહી શકે નહિ,તેમ સંસારનું સુખ હાથમાં રહી શકે નહિ.દશરથ રાજા જેવા સુખને સતત રાખી શક્યા નહિ તો સાધારણ માણસનું શું ગજું?
શાસ્ત્રો કહે છે કે-સંસારમાં સુખ-દુઃખ દેખાય છે તે અજ્ઞાનનું પરિણામ છે.સુખ સાચું નથી તેમ દુઃખ પણ સાચું નથી.બેય સરખાં છે,બેય એક છે,અને બેય ખોટાં છે.સુખ –દુઃખ એ કેવળ મનની કલ્પના છે,આત્માને એ સ્પર્શ કરી શકતાં નથી.
આત્મા નિર્લેપ છે,પર છે.એ આત્માને કોઈ આકાર નથી,,તે અમૂર્ત (નિરાકાર) અને પૂર્ણ છે.દ્રષ્ટા છે.
પણ જીવ પોતાનું સ્વ-રૂપ ભૂલ્યો છે,એની જ બધી રામાયણ છે.

Sep 12, 2021

Gujarati-Ramayan-Rahasya-71-ગુજરાતી-રામાયણ-રહસ્ય-71-અયોધ્યા કાંડ

અયોધ્યા કાંડ
દશરથરાજાના સર્વે કુંવરોના લગ્ન થઇ ગયા.અને કુંવરો હવે રાજકાજમાં મદદ કરે છે.રાજાના સુખનો કોઈ પર નથી.શ્રીરામ પ્રજાને સર્વ રીતે સંતુષ્ટ રાખે છે.શાસ્ત્રમાં લખ્યું છે કે પિતાએ સહુ આગળ,જીતવાની ઈચ્છા રાખવી પણ પુત્ર આગળ હારવાની ઈચ્છા કરવી.કહેવા એમ માગે છે કે બાપ કરતાં બેટો સવાયો થાય,દોઢો થાય.(દોઢ ડાહ્યો નહિ)તેવી ઈચ્છા રાખવી.બાપ કરતાં દીકરો ધર્મ-કાર્ય,શુભ-કાર્યોમાં આગળ વધે,સારા કર્મોમાં પોતાના કરતાં ચડિયાતી કીર્તિ પ્રાપ્ત કરે એવી બાપે ઈચ્છા રાખવી.અને એવી રીતે દીકરાને ઘડવો.તે જવાબદારી મા-બાપની છે.

Sep 11, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Full-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-Full


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-26-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-26


Gujarati-Ramayan-Rahasya-70-ગુજરાતી-રામાયણ-રહસ્ય-70

અને નિર્વિઘ્ને રામજીની જાન પાછી અયોધ્યા આવી પહોંચી.
અયોધ્યાના લોકોએ એક એક ઘર,ગલી,બજાર,ચૌટું,ચોક અને દરવાજા શણગાર્યા છે.રસ્તાઓ પર કેસર-ચંદનનો છંટકાવ થયો છે.ઠેર ઠેર સુંદર સાથિયા,રંગોળી ને મંગળ કળશના શણગાર થયા છે.માતાઓ હેતના હિલોળે ચડી છે,મંગળ દ્રવ્યોને આરતીથી ચારે ય રાજકુમારો ને નવવધૂઓનો સત્કાર કર્યો.કૌશલ્યા આદિ સર્વ માતાઓ એવી પ્રેમ વશ બની છે કે-શરીરનું ભાન પણ ભૂલી ગઈ છે.રાજભવનના દ્વારે આમ વરકન્યાને પોંખીને મહેલમાં લઇ જવામાં આવ્યા.

Sep 10, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-25-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-25


Gujarati-Ramayan-Rahasya-69-ગુજરાતી-રામાયણ-રહસ્ય-69

અયોધ્યા જાન લઇને પાછા ફરતાં દશરથજીને શુભ અને અશુભ બંને પ્રકારના શુકન એકી સાથે થયા.જેથી તેમનું મન ખિન્ન થયું,અને તેમણે ગુરૂ વશિષ્ઠને તે બાબતે પૂછ્યું.વસિષ્ઠ કહે છે કે-રાજન ગભરાવાનું કોઈ કારણ નથી,થોડા વખતમાં આપત્તિ ઉતરશે પણ સાથે સાથે મૃગો જમણી બાજુ ઉતરે છે તે શુભ શુકન છે,તે બતાવે છે કે આપત્તિ ટળી પણ જશે.