Nov 8, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૧

સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે.સર્વનું કલ્યાણ થાય એ જ સત્કાર્ય.જીવ-માત્રના હિતમાં રત રહેવું,તે સાત્વિકતા-તે સત્વગુણ.અને સત્વગુણ હંમેશાં સત્યને પડખે જ રહેશે.કુટુંબીજનો અસતનો પક્ષ લેતાં હશે તો તેમનો પણ ત્યાગ કરીને સત્વ-ગુણી સત્યના પક્ષે જશે.અને વિભિષણે પણ તેમ જ કર્યું, વિભીષણ એ સત્વ-ગુણી છે.સર્વમાં સદભાવ રાખવો તે ઉત્તમોત્તમ ધર્મ છે.સદભાવ એટલે ઈશ્વરનો ભાવ.

Nov 7, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૦

રામાયણમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણોના દાખલા આપ્યા છે.
વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ એ તમોગુણનું સ્વરૂપ છે.
આ ત્રણના ચરિત્રો જોઈને અને તેમના ગુણનો વિચાર કરવામાં આવે તો આપણે કોના જેવા છીએ એની ખબર પડે.આ ત્રણના ઉપરાંત આ ત્રણે ગુણોથી પર એવા ચોથા છે-અત્રિ-ઋષિ.મનુષ્ય અત્રિ થાય તો પ્રભુ તેના ઘેર પધારે,વિભીષણ થાય તો પ્રભુ શરણમાં લે, રાવણ થાય તો પ્રભુ તેનો નાશ કરે અને કુંભકર્ણ થાય તે પોતે જ પોતાનો નાશ કરે.

Nov 6, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૯

અત્રિ-ઋષિએ કરેલી રામજીની સ્તુતિ અતિ સુંદર છે.
અત્રિ-ઋષિના પત્ની અનસૂયા મહાન તપસ્વીની હતાં.તેમની તપસ્યા અદભૂત હતી.
એકવાર જયારે દેશમાં દશ વર્ષ સુધી લાગલગાટ,દુકાળ પડેલો,ત્યારે નદી-નાળાં સુકાઈ ગયા,
અનાજનો દાણો તો શું,ક્યાંય લીલું પાંદડું પણ જોવા મળતું નહોતું,મનુષ્યો અને પશુ-પંખીના દુઃખનો પાર નહોતો,જીવોને જીવવાનું મુશ્કેલ બની ગયું.

Nov 4, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૮

એક દિવસ એવું બન્યું કે-જૈમિની સંધ્યાવંદન કરી તેનું જળ બહાર નાખવા આશ્રમમાંથી બહાર આવ્યા,ત્યારે તેમણે એક યુવતિને ઝાડ હેઠળ વરસાદમાં ભીંજાતી જોઈ,તેમને દયા આવી,અને તે યુવતિને કહ્યું-કે-શા સારું બહાર ભીંજાઓ છો,અંદર આશ્રમમાં આવી વિશ્રામ કરો.ત્યારે તે યુવતિએ કહ્યું કે-પુરુષોનો મને વિશ્વાસ નથી.
જૈમિની કહે છે કે-હું પૂર્વ-મીમાંસાનો આચાર્ય જૈમિની ઋષિ,ને મારો વિશ્વાસ નહિ?
મારા જેવા તપસ્વી અને જ્ઞાનીનો વિશ્વાસ નહિ કરો તો કોનો વિશ્વાસ કરશો?