Mar 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૮

દુષ્ટોના દિલમાં ઈર્ષાની આગ હોય છે,પારકી સંપત્તિ જોઈને એ આગ ભભૂકે છે,
પોતે પારકાની નિંદા કરે છે અને પારકી નિંદા થતી હોય તો તેમને તે સાંભળવી ગમે છે.તે દુષ્ટોને કોઈની સાથે વેર બાંધવા કોઈ કારણની જરૂર નથી પડતી,વગર કારણે તેઓ વેર બાંધે છે.સજ્જન ગમે તેટલી ભલાઈ કરે પણ દુર્જન તો બુરાઈ જ કરવાનો.દુષ્ટોનું લેવાનું જુઠ્ઠું,દેવાનું જુઠ્ઠું,ને તેમનું ભોજન પણ જુઠ્ઠું.”ઝૂઠઈ લેના,ઝૂઠઈ દેના, ઝૂઠઈ ભોજન” 

Mar 7, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૭

નિર્વિશિષ્ટ (નિરાકાર) બ્રહ્મની કોઈ પૂજા કરી શકતું નથી,
પૂજા તો “શક્તિ-વિશિષ્ઠ” (સાકાર) બ્રહ્મની જ થાય છે.
મહાત્માઓ કહે છે કે-પાણીમાં રહેલા માછલાને પાણીની ઠંડક મળે છે,પણ તેને પાણી પીવા,પાણીની બહાર આવવું પડે છે,પાણી માં રહેવા છતાં માછલી “પ્યાસી” રહે છે,એમ (નિરાકાર) બ્રહ્મ-રસમાં મગ્ન બનેલા મહાત્માઓની હાલત “પાનીમેં મીન (માછલી) પિયાસી” જેવી છે.તેમને અગાધ શાંતિ મળે છે પણ આનંદ મેળવવા માટે બ્રહ્મ-રસમાંથી બહાર નીકળી ભક્તિરસમાં આવવું પડે છે.ભક્તિરસ પીવો પડે છે.

Mar 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૬

વનમાં જવાની વાત પર જો શ્રીરામે જનતાના મત લીધા હોત તો –
મંથરા ને કૈકેયી ના બે મત સિવાયના બધા મત તેમને ગાદીએ બેસવાના મળત!!
પણ સાચે તો -રામરાજ્યમાં –એ બે મત પણ વિરુદ્ધમાં ના હોવા જોઈએ.
અરે,માનો કે-સર્વ સંમતિ હોય,ને કદાચ કૈકેયીને મંથરા કહે કે –રામ તમે ગાદી પર બેસો,
તો યે રામરાજ્ય ન થાય..!! રામ રાજ્યમાં કોઈ સત્તાના સ્વામી નથી.
રામરાજ્ય કોઈ વ્યક્તિની ભલાઈ કે બુરાઈ પર આધાર રાખતું નથી,પણ રામ-રાજ્ય એ “ધર્મ” નું રાજ્ય છે.”ત્યાગ” નું રાજ્ય છે.બીજાનું દુઃખ પોતાને માથે ઉપાડી લઇને પોતાનું સુખ વહેંચવાનું રાજ્ય છે.

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૫

યુવરાજ પદ સ્વીકારવા માટે,ભરતજીએ પહેલેથી જ ના પાડેલી,એટલે શ્રીરામે લક્ષ્મણજીને કહ્યું કે-હું તારો યુવરાજ પડે અભિષેક કરવા માગુ છું.લક્ષ્મણજીએ પણ સવિનય તે પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.એટલે શ્રીરામે ભરતજીને ફરી આગ્રહ કરી ને તેમનો (ભરતજી નો) આગ્રહ છોડાવ્યો,ને છેવટે શ્રીરામે ભરતજીને જ યુવરાજ-પદે સ્થાપ્યા.

Mar 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૪

વૈશાખ સુદ પાંચમના દિવસે શ્રીરામે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો,અને સાતમના દિવસે અયોધ્યાના રાજસિંહાસન પર તેમનો રાજ્યાભિષેક થયો.
સૌ પ્રથમ શ્રીરામે ભરત અને લક્ષ્મણની જટા ઉતારી અને ત્રણે ભાઈઓને પોતાના હાથે સ્નાન કરાવ્યાં.અને પછી પોતે પણ જટા ઉતારી સ્નાન કર્યું.પોતે ભાઈઓની સેવા કરે છે પણ ભાઈઓની સેવા લીધી નહિ.શ્રીરામ કહે છે કે-રાજાથી સેવા કરાય,સેવા લેવાય નહી. શ્રીરામ આવા ઉચ્ચ આદર્શ સાથે શરૂઆત કરે છે!!