અધ્યાય-૧૩૩-અર્જુને નિશાન પાડ્યું ને દ્રોણને મગરના મોંમાંથી છોડાવ્યા
II वैशंपायन उवाच II ततो धनंजयं द्रोणः स्मयमानोSभ्यमापत I स्वयेदानिं प्रहर्तव्यमेतल्लक्ष्यं विलोक्यताम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણે હસતાં હસતાં ધનંજય (અર્જુન)ને કહ્યું-'હવે તારે લક્ષ્યને પાડવાનું છે,
તું એ લક્ષ્યને જો,ને હું આજ્ઞા આપું ત્યારે તરતજ તારું બાણ છૂટવું જોઈએ.
હે અર્જુન,પેલા ત્યાં રહેલા ભાસ પક્ષીને,વૃક્ષને અને મને પણ તું જુએ છે ને?'
અર્જુન બોલ્યો-'હું તો એક ભાસ પક્ષીને જ જોઉં છું,ઝાડને કે આપને હું જોતો જ નથી'