Feb 1, 2013

આત્મા શું છે ?


આ આત્મા શું છે ?

"આત્મા"
શબ્દ સમજવો સહેલો પણ છે પણ તેનો
"અનુભવ "
થવો કદાચ મુશ્કેલ હશે ?.

ગીતા ના શ્લોક ૨-૨૯ મુજબ


(કોઈ)    આ આત્મા ને  આશ્ચર્યની જેમ  જુએ છે  (આંખ થી )
(બીજો કોઈ )આ આત્મા ને આશ્ચર્યની જેમ  કહે છે (જીભથી )
(ત્રીજો કોઈ )આ આત્મા ને આશ્ચર્યની જેમ સાંભળે છે(કાનથી )
(કોઈ કોઈ )આ આત્માને
જોઈને --કહીને --કે સાંભળીને પણ સમજતો નથી

શ્લોક-૨ -૨૫
આ આત્મા
અવ્યક્ત (ઇન્દ્રિયોથી જાણવો અશક્ય )
અચિંત્ય (મન થી ચિંતતવો અશક્ય ) અને
અવિકારી (વિકાર વગરનો )
કહેવાય છે

મુન્ડકોપનિષદ ૩ -૨ -૩  મુજબ

આ આત્મા વેદોનું અઘ્યયન કરવાથી પ્રાપ્ત થતો નથી ,
બુદ્ધિ,ચાતુરી કે શાસ્ત્ર ના બહુ શ્રવન કરવાથી પણ પ્રાપ્ત થતો નથી,
પરંતું આ આત્મા
જેના પર કૃપા કરે છે તેને જ તેની પ્રાપ્તિ થાય છે .
અથવા
જે આત્મા ને જ પ્રાપ્ત કરવા માગે છે -તેને -
તે -આત્મા -મળે છે .

જ્ઞાનેશ્વરી ગીતા -માં જ્ઞાનેશ્વરજી બહુ સરળતાથી સમજાવે છે-૨-૨૫

આ આત્મા
-- "બુદ્ધિથી" તર્કશાસ્ત્ર ની દ્રસ્ટીથી દેખાય એવો નથી
--"મન "તેના મેળાપ માટે સદાય તલસતું હોય છે પરંતુ
આ આત્મા
--મન અને બુદ્ધિ ને સદા દુર્લભ
--સાધન થી સદા અસાધ્ય


"અનંત" અને "શ્રેષ્ઠ" છે.