Showing posts with label રામાયણ. Show all posts
Showing posts with label રામાયણ. Show all posts

Dec 2, 2012

રામાયણ-૪૭

      PREVIOUS PAGE
     NEXT PAGE


હનુમાનજી અશોકવન માં આવ્યા છે.સીતાજી સમાધિ માં બેઠા છે.હે રામ-હે રામ નો જપ કરે છે.
માતાજીનું શરીર દુર્બળ થયું છે. માતાજી ને મન થી પ્રણામ કરી,જે ઝાડ નીચે સીતાજી બેસી ધ્યાન કરતાં હતા તે ઝાડ પર બેસી ને રામ-કથા કહેવાની શરૂઆત કરી.
“શ્રી રામે -અનેક વાનરો ને સીતાજી ને શોધવા મોકલ્યા છે,હું રામદૂત લંકામાં આવ્યો છું,આજે મારું જીવન ધન્ય થયું કે મને આજે સાક્ષાત આદ્યશક્તિ સીતાજી નાં દર્શન થયાં”

સીતાજી ને કાને આ શબ્દો પડ્યા અને પૂછે છે-કે-આ કોણ બોલે છે ? મને પ્રત્યક્ષ દર્શન કેમ આપતા નથી?

માતાજી બોલાવે છે,જાણી હનુમાનજી એ કૂદકો માર્યો અને નીચે આવી ને સીતાજી ને પ્રણામ કર્યા છે.
કહે છે-કે- મા હું રામદૂત છું,તમે મારી માતા છો. મા રામજી તમારી ઉપેક્ષા કરતા નથી,તે જલ્દી પધારશે.
પછી માતાજી ને પૂછે છે-કે- મા મને ભૂખ લાગી છે,અત્રે ફળ પુષ્કળ છે,પણ રાક્ષસો પહેરો ભરે છે.ફળ ખાઉં?

સીતાજી એ આજ્ઞા કરી છે--કે-જે ફળ નીચે પડ્યાં હોય તે ખાજે,ફળ તોડતો નહિ,ફળ તોડીશ તો રાક્ષસો સાથે
ઝગડો થશે. હનુમાનજી એ વિચાર્યું-કે-ફળ તોડવાની ના પાડી છે-ઝાડ હલાવવાની કે ઉખેડવાની ક્યાં ના પાડી છે? હનુમાનજી ઝાડને હલાવે છે,ફળ નીચે પડે તે ખાય છે,અમુક ઝાડો તો ઉખડી ગયાં છે.

હનુમાનજી એ દિવ્ય વાનર નું સ્વરૂપ ધારણ કરેલું,પુચ્છ ને કહ્યું કે તુ તારું કામ કર.
પુચ્છ બધાને મારે છે,રાક્ષસી ઓનો સંહાર કર્યો છે. ઇન્દ્રજીત તે વખતે ત્યાં આવે છે,ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્ર છોડે છે.
હનુમાનજી એ બ્રહ્માસ્ત્ર ને માન આપ્યું.ઇન્દ્રજીત હનુમાનજી ને રાજ્યસભામાં લઇ આવ્યા.
રાવણે પૂછ્યું-એય બંદર ,તુ કહાંસે આયા હૈ ?

હનુમાનજી એ સામો પ્રશ્ન કર્યો કે-એય દસમુખ,તને ઉપદેશ આપવાં આવ્યો છું,તેં શિવજી ને પ્રસન્ન કર્યા પણ સીતાજી ને આવી રીતે ઘરમાં રાખે છે ? તુ રામજી ને શરણે આવ.રામ તારાં સર્વ પાપ માફ કરશે.
પણ રાવણ કઈ માનતો નથી ને કહે છે-કે આ પુચ્છ માં જ બહુ શક્તિ છે,તે પુચ્છ ને જ બાળી નાખો.
હનુમાનજી પુચ્છ ને વધાર્યે જાય છે,લંકા ના કોઈ કાપડિયા ના દુકાન માં કાપડ બાકી રહ્યું નથી, સર્વ કાપડ
હનુમાનજી ના પુચ્છ ને લગાડવામાં આવ્યું અને પછી અગ્નિ મુકવામાં આવ્યો.

હનુમાનજી કહે છે-કે- આ પુચ્છ યજ્ઞ થાય છે,તેના તમે યજમાન છો,તમે ફૂંક મારો.રાવણ ફૂંક મારવાં ગયો,
અને તેની દાઢી બળવા લાગી. કુદાકુદ કરી હનુમાનજી એ આખી લંકા ને બાળી છે.

આ બાજુ રાક્ષસીઓ સીતાજી ને કહે છે-કે-તમારી પાસે આવેલા તેમનું પૂંછડું રાક્ષસો બાળે છે.
તેથી સર્વ જગ્યાએ આગ ફેલાઈ છે.સીતાજી અગ્નિદેવ ને પ્રાર્થના કરે છે-અશોકવન નો અગ્નિ શાંત થયો છે.

હનુમાનજી એ સમુદ્ર કિનારે આવી જોયું તો આખી લંકા ધગધગ બળે છે.વિચારે છે-કે આ તો ખોટું થયું,
આગ અશોકવન સુધી પહોંચશે તો ? પુચ્છ ને સમુદ્ર સ્નાન કરાવ્યું, અગ્નિ શાંત થયો.
અને અશોકવન માં આવ્યા છે,જોયું તો અશોકવન નું એક પણ ઝાડ બળ્યું નથી.
સીતાજી એ હનુમાનજી ને આશીર્વાદ આપ્યા છે,-કે-કાળ તને મારી શકશે નહિ,સંતો તારી પૂજા કરશે,
અષ્ટસિદ્ધિ તારી સેવા કરશે.તારો જગત માં જયજયકાર થશે.

આવા આશીર્વાદ થી હનુમાનજી ને સંતોષ થયો નહિ,તેમણે તો માત્ર રામસેવા ના આશિષ માગ્યા.
સીતાજીએ તેવા પણ આશીર્વાદ આપ્યા છે. હનુમાનજી અમર છે,કાળ હનુમાનજી નો નોકર છે.

હનુમાનજી જવા લાગ્યા-તે વખતે બ્રહ્માજી એ પત્ર લખી આપ્યો છે. હનુમાનજી તો સ્વમુખે પોતાનાં વખાણ નહિ કરે –તેથી તેમનાં પરાક્રમો નું વર્ણન કરતો પત્ર લખી આપ્યો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૪૬

      PREVIOUS PAGE
     NEXT PAGE


હનુમાનજી એ વાનરસેના સહિત દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જાંબવાન પાસે હનુમાનજી આવ્યા છે.
ત્યાં સમાચાર મળ્યા કે-સીતાજી અશોકવન માં છે.દરિયો ઓળંગી ને જે જશે તેને જ સીતાજી મળશે.
આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. બધા વિચારમાં પડી ગયા છે.કોણ દરિયો ઓળંગે?

ત્યારે જાંબવાન ,હનુમાનજી ને તેમની શક્તિ નું ભાન કરાવે છે. (પોતાની શક્તિ ની ઓળખાણ કરાવે છે)
“રામનામ ના અને સંયમ ના બળે દરિયો તો શું સંસાર સગર તરી જવાય છે.”
હનુમાનજી ને આવેશ આવ્યો છે-તમે કહો તો આખી લંકા ને પાણી માં ડૂબાડી દઉં.
જાંબવાન કહે છે-કે ધીરજ થી કામ લેવાનું છે,લંકાને ડૂબાડી દેશો તો સીતાજી પણ ડૂબી જશે.

હનુમાનજી એ રામનું નામ લઇ ને ત્યાંથી ઉડાણ કર્યું છે.રસ્તા માં સુરસા મળી, તેનો નાશ કર્યો છે.

સુરસા એ જીભ છે.એ જીભ જો લૌકિક રસમાં અટવાઈ જાય તો,એ, પ્રભુનામસ્મરણ નો રસ જાણી શકતી નથી. લૌકિક રસ માંથી વિરક્ત થાય તો જ –જીભ પ્રભુનામસ્મરણના રસ ને માણી શકે છે.

હનુમાનજી સાયંકાળે લંકા માં આવ્યા છે,લંકાને ચારે તરફથી નિહાળે છે.લંકા નો વૈભવ અલૌકિક છે.
તે વખતે લંકિની તેમને અટકાવે છે, હનુમાનજી લંકિની ને મારે છે.
લંકિની એ કહ્યું કે-મને બ્રહ્માજી એ કહ્યું હતું કે-જયારે તને કોઈ વાનર મુષ્ટિપ્રહાર કરે ત્યારે માનજે કે રાવણ મરશે.તમે લંકા માં જજો, પણ રામ ને હૃદય માં રાખીને જજો.કારણ રાક્ષસ-રાક્ષસીઓ નો વિહાર જોતાં કદાચ તમારી આંખો માં વિકાર આવશે.

માનવ સમજ માં રહી માનવ થવું સહેલું નથી,એકાંત માં બેસી બ્રહ્મ નું ચિંતન કરવું કદાચ સહેલું હશે.
વિલાસી લોકો વચ્ચે રહી નિર્વિકાર રહેવું અતિ મુશ્કેલ છે.ભલે શરીર થી નહિ પણ આંખ થી પાપ થાય છે.

હનુમાનજી ને કોણ બોધ આપી શકે ?તેઓ તો સકળ વિષય ના આચાર્ય છે.
જેનામાં શક્તિ અને બુદ્ધિ નો સમન્વય છે-એનું નામ જ હનુમાન.

ત્યાંથી ઇન્દ્રજીત ના મહેલ માં આવ્યા,અતિ સુંદર સુલોચના ને જોઈ તેમને થયું કે –કદાચ આ સીતાજી હશે ?
પણ વિચારે છે-કે- ના-ના,આ દિવાલો માંથી રામ-રામ નો ધ્વનિ ક્યાં સંભળાય છે ?

એકનાથજી મહારાજે સુંદરકાંડ નું ખૂબ સરસ વર્ણન કર્યું છે.
હનુમાનજી -એ સાક્ષાત શિવ નું સ્વરૂપ છે. શિવજી એ હનુમાનજી નો અવતાર લીધો,ત્યારે પાર્વતી જી એ પણ અવતાર લેવાની હઠ કરી.શિવજી કહે છે-કે- ના,મારે બ્રહ્મચારી રહેવું છે.
પાર્વતી કહે છે-કે-હું તમારાં વગર રહી શકીશ નહિ.
એટલે શિવજી થયા હનુમાન અને પાર્વતીજી થયાં તેમનું પૂંછડું.

આખી રાત હનુમાનજી એ સૂક્ષ્મ રીતે પરિભ્રમણ કર્યું છે પણ ક્યાંય સીતાજી દેખાતાં નથી.
સવારના સમયે વિભીષણ ના મહેલ માં આવે છે.જાગતાં વેંત વિભીષણ રામનામ નું સ્મરણ અને ઉચ્ચારણ કરે છે. હનુમાનજી ને આશ્ચર્ય થયું-કે રાક્ષસોની દુનિયા માં આ કોણ વૈષ્ણવ હશે ?

હનુમાનજી એ બ્રાહ્મણ નું રૂપ ધારણ કર્યું અને વિભીષણ ના મહેલ માં પ્રવેશ કર્યો.
વિભીષણ પૂછે છે-કે-આપ કોણ છો ?રામ તો નથી ને ?સવારે આપના દર્શન થયા તેથી મારું કલ્યાણ થશે.
હનુમાનજી એ બધી વાત કહી અને પૂછે છે-કે-સીતાજી ક્યાં હશે ?
વિભીષણ –સીતાજી ક્યાં અને કેવી રીતે મળશે તેની માહિતી આપે છે.
અને કહે છે-કે- તમારાં દર્શન થયા એટલે હવે જરૂર મને રામ ના દર્શન થશે.હું તો અધમ છું પણ તમારે લીધે રામ મને અપનાવશે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


Dec 1, 2012

રામાયણ-૪૫

      PREVIOUS PAGE
     NEXT PAGE


શ્રીકૃષ્ણ ને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –
એવું કઈ પોથી માં લખ્યું છે-કે પાપી ને તમારાં દર્શન થાય છે ? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-
“મુનિજનો જન્મ-જન્મો માં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના મુખ માંથી
રામ-નામ નીકળતું નથી, કે પ્રભુ ના દર્શન થતા નથી.
હું તો પાપી નથી પણ પુણ્યશાળી છું કે –અંતકાળ માં આપનાં દર્શન કરું છું.
તમારાં દર્શન માત્ર થી પાપો નો નાશ થાય છે,હવે હું પાપી રહ્યો નથી.
તમારાં દર્શન દેવો ને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.
એકનાથ મહારાજે લખ્યું છે-કે-
ભગવાન વાલી ને કહે છે-કે-મારા દર્શન તને થયાં તે તારા પ્રતાપે નહિ,પણ સુગ્રીવ મારા શરણે આવ્યો છે,
અને સુગ્રીવ નો તુ ભાઈ છે, તેથી તારો ઉદ્ધાર કરવા હું આવ્યો છું, શરણાગત ના કુટુંબ નો પણ ઉદ્ધાર કરવો
એ મારી ફરજ છે.

વાલી આ સાંભળી સુગ્રીવ ને પ્રણામ કરવા ગયો-કે તારે લીધે મને રામજી ના દર્શન થયાં.
સુગ્રીવ જવાબ આપે છે-કે-મોટાભાઈ,તમારે લીધે મને રામજી ના દર્શન થયાં છે,જો તમે મને ઘરમાંથી કાઢી
મુક્યો ના હોત , તો મને રામજી નાં દર્શન ક્યાં થવાનાં હતાં ?

પછી રામ-રામ બોલતા વાલી એ શરીર નો ત્યાગ કર્યો છે.રામજી એ સુગ્રીવ ને કિષ્કિંધા નું રાજ્ય આપ્યું છે.

રામજી ની અનાસક્તિ કેવી છે !! રાવણ ને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું પણ એક પૈસો લીધો નથી,
વિભીષણ ને રાજ્ય આપી દીધું છે.
શ્રીકૃષ્ણ ને પણ મથુરાનું રાજ્ય મળ્યું હતું તે તેમણે ઉગ્રસેન ને આપી દીધું.
ભગવાન જેવું બોલે છે-તેવું જીવન માં ઉતારી ને-કરી ને બતાવે છે.
જ્ઞાન ની શોભા વ્યાખ્યાન (ભાષણ) થી નથી પણ-ક્રિયાત્મક ભક્તિયોગ થી છે.

ભગવાન શ્રીરામ પ્રયર્ષણ પર્વત પર વિરાજ્યા છે.
રાજ્યગાદી મળ્યા પછી,સુગ્રીવ રાજ-વૈભવ ના સુખો માં ભગવાન ને ભૂલી ગયો.
વધુ પડતાં સુખો મનુષ્ય ને ભગવાન થી દૂર લઇ જાય છે. સુગ્રીવ ને વધુ પડતું સુખ ,મળ્યું એટલે તે
ભગવાન ના ઉપકાર ને પણ ભૂલી ગયો છે.
સુગ્રીવ ના આવા  વર્તન થી લક્ષ્મણજી નારાજ થયા છે,અને સુગ્રીવ ને ઠપકો આપે છે.

સુગ્રીવ આવી ક્ષમા માગે છે-કહે છે-કે- મારી ભૂલ થઇ છે,રામજી ની માયા એવી છે કે ,મોટા મોટા તેમાં
ભુલા પડે છે,મોટા મોટા બુદ્ધિશાળીઓને પણ તે નચાવે છે-તો હું તો પશુ (વાનર) છું. કામાંધ અને મદાંધ થઇ હું અતિ સુખ માં આપને ભૂલી ગયો,પ્રભુ મને ક્ષમા કરો.

પરમાત્મા જીવના અપરાધ ને ક્ષમા કરે છે. પ્રભુએ સુગ્રીવ ને પાસે બેસાડી તેના કુશળ પૂછે છે.

સુગ્રીવ અને હનુમાનજી સીતાજી ને શોધવાના કામ માં લાગી જાય છે. વાનરસેના ભેગી કરી છે.
હનુમાનજી રામજી ને પૂછે છે-કે-મેં માતાજી ને જોયાં નથી તો હું તેમને કેવી રીતે ઓળખી શકીશ ?
મને કોઈ ઓળખ આપો. ત્યારે રામજી કહે છે-કે-તેઓ ગોરા છે,વાળ અતિ સુંદર છે.
હનુમાનજી કહે છે-કે હું બ્રહ્મચારી છું,હું સ્ત્રીના સામે જોતો નથી કે સ્ત્રીના શરીર નું સ્મરણ પણ કરતો નથી.
બીજું કોઈ લક્ષણ મને કહો.

ત્યારે રામજી કહે છે-કે- સીતાજી જો જંગલ માં વિરાજેલા હશે તો જે ઝાડ ના નીચે તે વિરાજેલા હશે –
તે ઝાડના પાંદડાં માંથી રામ--રામ નો ધ્વનિ આવતો હશે.અને તે જો કોઈ ઘરમાં હશે તો તે મકાન ની
દીવાલો માંથી રામ-રામ નો ધ્વનિ આવતો હશે. આવું જોવામાં આવે તો માનજે કે ત્યાં સીતાજી હશે.

હનુમાનજી ને રામજી એ પોતાના હાથ ની મુદ્રિકા (વીંટી) આપી કહ્યું કે-
સીતાજી ને મારા બળ અને વિરહ ની વાત કહી –સમજાવી તરત પાછો ફરજે.

      PREVIOUS PAGE
     NEXT PAGE



રામાયણ-૪૪

      PREVIOUS PAGE
     NEXT PAGE


પરમાત્મા જીવ માત્ર ના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે.
જગત નો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે,પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહિ.

જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર તેને પોતાના જેવો બનાવે છે.પરમાત્મા અતિશય ઉદાર છે,
ઈશ્વર જીવ ને આપે છે-ત્યારે આપવામાં સંકોચ કરતા નથી, જયારે
જીવ આપે છે-ત્યારે વિચાર કરીને આપે છે.પોતાના માટે થોડુંક રાખી ને બીજાને આપે છે.
મારા માટે કાંઇક રહેવું જોઈએ –એવો વિચાર ઈશ્વર કરતા નથી.
પરમાત્મા જોડે મૈત્રી કરવા જેવી છે.(સખ્ય).પરમાત્મા જોડે મૈત્રી તે જ કરી શકે છે-કે-જે કામ ની દોસ્તી છોડશે. કામ અને કૃષ્ણ, રામ અને રાવણ જોડે રહી શકે નહિ.

જયારે સુગ્રીવે કહ્યું કે –એક રાક્ષસ આકાશમાર્ગે એક સ્ત્રીને લઈને જતો હતો,તે સ્ત્રીએ અમને જોઈ ને પોતાના
દાગીના ફેંક્યા છે,આ જુઓ તે દાગીના. સીતાજી ના દાગીના જોઈ રામ ગમગીન થયા છે.
લક્ષ્મણ ને પૂછે છે-આ હાથના કંકણ તારી ભાભીનાં છે ?આ ચંદ્ર્હાર,આ કર્ણફૂલ તારી ભાભીનાં છે ?
લક્ષ્મણ કહે છે-કે-હું કંઈ જાણતો નથી. ત્યારે રામજી કહે છે-કે-તારી ભાભીના દાગીના તુ ઓળખાતો નથી ?

લક્ષ્મણજી કહે છે-કે-ભાભીના ચરણ ના વંદન કરવા જતી વખતે મેં માત્ર તેમનાં નુપુર (ઝાંઝર) જ જોયેલા છે.તે નુપુર ને માત્ર હું ઓળખું છું.બીજા કોઈ દાગીના મેં જોયેલા નથી.
લક્ષ્મણજી સંયમ નું પ્રતિક છે.સંયમી માણસ કદી નારી ના અંગો ને નીરખતો નથી.

રામજી એ સુગ્રીવ સાથે મૈત્રી કરી.
હનુમાનજી એ સુગ્રીવ ને અપનાવેલા છે –તેથી રામજી એ સુગ્રીવ ને પોતાના મિત્ર બનાવ્યા છે.
હનુમાનજી બ્રહ્મચર્ય નું પ્રતિક છે.કહેવાય છે-કે જન્મ થયો ત્યારથી હનુમાનજી લંગોટી પહેરીને આવ્યા છે.

બે જગ્યાએ ઈશ્વરે મોહ રાખ્યો છે-દ્રવ્યસુખમાં અને કામસુખમાં.
આ બે સુખ નો જે ત્યાગ કરે તો માનવું કે તે ઈશ્વરનો અંશ છે.દેવો પણ તેને વંદન કરે છે.
બ્રહ્મચર્ય સાથે મૈત્રી થાય,મનુષ્ય જીતેન્દ્રિય અને સંયમી બને તો પરમાત્મા સાથે મૈત્રી થાય છે.
પરમાત્મા સાથે પ્રેમ ન થાય તો જીવન સુંદર થઇ શકે નહિ.
મનુષ્ય પ્રેમ કર્યા વગર રહી શકતો નથી,
કોઈ પૈસામાં,કોઈ સ્ત્રીમાં,કોઈ બાળકોમાં પ્રેમ કરે છે.પણ આ પ્રેમ ટકતો નથી.(બદલાતો રહે છે)
પ્રેમ કરવા લાયક એક માત્ર પરમાત્મા છે.પરમાત્મા વિના બીજા કોઈ સાથે કરેલો પ્રેમ રડાવે છે.

રામજીએ સુગ્રીવ ને પૂછ્યું કે –તુ કેમ દુઃખી છે ?
સુગ્રીવ કહે છે-કે-મારા ભાઈ વાલીએ મને માર મારી કાઢી મુક્યો છે,વાલીએ મારું સર્વસ્વ લઇ લીધું છે,
મારી પત્ની નું પણ તેણે અપહરણ કર્યું છે.

મિત્રના દુઃખે- દુઃખી થાય તે મિત્ર.વાલી-સુગ્રીવ નું યુદ્ધ થયું.
રઘુનાથજી એ ઝાડ પાછળથી વાલી ને તીર માર્યું છે. વાલી રામજી ને કહે છે-કે-
તમે તો ધર્મ ની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યો છે,મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી.
ક્ષત્રિયો વાનરો ને મારતા નથી,પણ તમે તો ઝાડ ની ઓથે છુપાઈ ને મને બાણ માર્યું છે.
હે નાથ,મારા કયા દોષથી તમે મને બાણ માર્યું છે? આપે આ અધર્મ કેમ કર્યો ?

તે સમયે રામજી બોલ્યા છે-તુ તારા દોષનો વિચાર કરતો નથી અને મને ઠપકો આપે છે ?
ભાઈની સ્ત્રી,બહેન,પુત્રની સ્ત્રી અને કન્યા ...આ ચારે સમાન છે. ભાઈની સ્ત્રી કન્યારૂપે હોવાં છતાં તેં તેના પ્રત્યે કુભાવ રાખ્યો,તુ મહાપાપી છે,તારા જેવા પાપી નો ઉદ્ધાર કરવા મેં તને માર્યો છે.

સ્વદોષ દર્શન વગર ઈશ્વરદર્શન થતું નથી,પરદોષદર્શન –એ પરમાત્મા ના દર્શન માં વિઘ્ન કરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૪૩

      PREVIOUS PAGE
     NEXT PAGE


શબરી નું ચરિત્ર માનવમાત્ર માટે આશ્વાસન રૂપ છે.
આખું જીવન ભગવાન ને શોધનાર ને-ભગવાન ની રાહ જોનાર ને- ભગવાન જરૂર મળે જ છે.

તે પછી રામજી એ –શબરી ને પૂછ્યું-કે-તારી કોઈ ઈચ્છા છે ?તારે માગવું હોય તે માગ.
શબરીએ રામજી ને વિનંતી કરી કે-આ પંપા સરોવર નું જળ બગડી ગયું છે,તેને આપ સુધારો, આપ તેમાં
સ્નાન કરો તો તે જળ શુદ્ધ થાય.

બન્યું એવું હતું કે એક વખત શબરી બુહારી કરતાં હતા,તે વખતે પંપા સરોવરમાં નાહી ને પાછા આવતા એક ઋષિ ને શબરી નું ઝાડું અડી ગયું.એટલે ઋષિ ખૂબ ગુસ્સે થયા અને શબરીને લાત મારી ને પાછા
પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા. શબરીના અપમાન થી એક આશ્ચર્ય થયું.જ્યાં તે ઋષિ –સરોવરમાં
સ્નાન કરવા ગયા તો તે જ વખતે સરોવરનું પાણી લોહી ના રંગ નું બની ગયું.
પંપા સરોવરનું જળ બગડી ગયું. શબરી પોતાના થયેલા અપમાન થી વિલાપ કરે છે.
ઋષિઓ ને વાત સમજાતી નહોતી કે જળ કેમ બગડી ગયું? એ બધા તો એમ જ સમજતા હતા કે માતંગ ઋષિએ અછૂત કન્યા ને આશ્રમ માં રાખી તેથી જળ બગડી ગયું છે.

શબરી નો મહિમા વધારવા રામજી એ ત્યારે કહ્યું કે-
મારા સ્નાન થી કશું થવાનું  નથી,તે જળ ને સુધારવાની મારી શક્તિ નથી,પણ જો શબરીના ચરણ ધોઈ –તેનું ચરણજળ જો સરોવરમાં પધરાવવામાં આવશે તો જ તે જળ શુદ્ધ થશે.
શબરીએ પંપા સરોવરમાં જેવું સ્નાન કર્યું કે પાણી શુદ્ધ થઇ ગયું.

રામજી એ તે પછી પ્રભુમાં પ્રેમ જાગ્રત કરવાનાં નવ સાધનો બતાવ્યા છે.ઉપદેશ કર્યો છે.
--પ્રભુપ્રેમી મહાપુરુષો નો સત્સંગ કરો.
--અધિકારી મહાપુરુષો ને મુખેથી ભગવાન ની કથા સાંભળો
--પરમાત્મા ના ગુણો ના વખાણ કરો.સ્તુતિ કરો.
--કોઈની નિંદા ના કરો—
--સંત ની-સદગુરૂ ની સેવા કરો.
--યમ-નિયમોનું પાલન કરો-ઉપવાસ-વગેરે કરો
--ઘરમાં ભગવતસ્વરૂપ પધરાવી તેની સેવા કરો.
--કોઈ ગુરૂ પાસેથી મંત્ર ગ્રહણ કરી તેને પકડી રાખવો
--સર્વ માં મારા ઇષ્ટ દેવ વિરાજ્યા છે-તેવો ભાવ રાખવો.

રામે શબરી નો ઉદ્ધાર કર્યો.શબરી રામજી ના દર્શન કરતાં કરતાં યોગાગ્નિ માં સમાયા છે.

રઘુનાથજી ત્યાંથી આગળ ચાલ્યા છે.ઋષ્યમૂક પર્વત પાસે આવ્યા –કે જ્યાં સુગ્રીવ રહે છે.
ત્યાં પ્રથમ હનુમાનજી નું મિલન થાય છે. હનુમાનજી એ પૂછ્યું-“આપ કોણ છો ?”
ત્યારે રામજી ઓળખાણ આપે છે.હનુમાનજી એ સાષ્ટાંગ પ્રણામ કર્યા,સ્તુતિ કરી છે. પછી કહે છે-કે-
આ પર્વત પર સુગ્રીવ રહે છે-તે આપનો દાસ છે.તેની સાથે મિત્રતા કરો.

રામ-સુગ્રીવ ની મૈત્રી હનુમાનજી દ્વારા થાય છે, જીવ ની ઈશ્વર સાથે મૈત્રી ન થાય-ત્યાં સુધી જીવન સફળ થતું નથી,અને એ મૈત્રી હનુમાનજી વગર (બ્રહ્મચર્ય વગર) થતી નથી.
હનુમાનજી વકીલાત ના કરે ત્યાં સુધી રામચંદ્રજી અપનાવે નહિ.

      PREVIOUS PAGE
     NEXT PAGE



રામાયણ-૪૨

      PREVIOUS PAGE
     NEXT PAGE


શબરી ને આશા હતી કે –એક દિવસ મારા માલિક - મારા ઘેર આવશે.
તેથી રોજ તે વનમાંથી સારાં સારાં બોર લઇ આવે.આખો દિવસ પ્રતીક્ષા કરે અને
સંધ્યા કાળે રામજી--ના આવે એટલે તે બોર બાળકો ને વહેચી દે.
મન થી વિચારે છે-કે હું પાપી છું ,હું લાયક નથી એટલે પરમાત્મા મને પ્રત્યક્ષ દર્શન આપતા નથી,
મારાં બોર તે આરોગતા નથી.

પ્રભુ ની પ્રતીક્ષા કરતાં કરતાં-શબરી હવે વૃદ્ધ થઇ છે-પણ હજુ એ તે- તે જ ઉત્સાહ થી પ્રતીક્ષા કરે છે.
મારા ગુરુજી એ કહ્યું છે-એટેલે રામજી જરૂર આવશે.
રામજી માટે લાવેલાં બોર –“ઘટ ઘટ માં રામજી  રહે છે” --એમ સમજી- ઋષિકુમારો ને આપી દે.
બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા કરી છે.કહેવાય છે-કે –બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા થાય તો સિદ્ધિ જરૂર મળે છે.
આખો દિવસ શબરી રામ-મંત્ર નો જપ કરે છે,સંયમ હતો,જીવન સેવા મય હતું.દિવ્ય નિષ્ઠા હતી.
આવા ના ઘેર રામજી ના પધારે તો કોના ઘેર પધારે ?

રામ-લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે.ઋષિ-મુનિઓ સ્વાગત કરે છે,મોટા મોટા ઋષિઓ કહે છે-કે-
અમારા આશ્રમ માં પધારો. પણ રામજી કહે છે-કે-મારે તો શબરી ના ઘેર જવું છે.
આ ઋષિઓ એ શબરી નું (ભક્ત નું) અપમાન કર્યું છે-એટલે પરમાત્મા તેમને ત્યાં જતા નથી.

પ્રભુ કહે છે-“આખું જીવન જે મને શોધે છે-તેને એક દિવસ હું શોધવા નીકળું છું,તેને હું મળું છું”
જે જીવ પરમાત્મા ને શોધે છે-તો-પરમાત્મા કોઈ દિવસ તેને શોધતા શોધતા તેને ઘેર આવે છે.

દૂર થી માલિકને જોતાં શબરી હરખાઈ ઉઠી છે,દોડી ને પ્રણામ કર્યા છે,અને પોતાની ઝુંપડીમાં
રામજી ને બેસવા સુંદર આસન આપ્યું છે. રામજી ને કહે છે-કે-
“હું જાતિહીન છું પણ આપને શરણે આવી છું”
રામજી કહે છે-કે-હું બીજા કોઈ સંબંધ માં માનતો નથી,મારે તો સબસે ઉંચી પ્રેમ સગાઇ.
મા,મને ખૂબ ભૂખ લાગી છે,હું ભૂખ્યો છું,મને કંઈ ખાવાનું આપ.

શબરીએ માલિક માટે બોર રાખ્યા છે,બે પડિયામાં શબરી બોર લાવ્યા છે.
“રખે ને માલિક ને ખાટું બોર આવી જાય તો ?” એમ વિચારી ને શબરી માલિક ને દરેક બોર ચાખી ચાખી ને આપે છે.અતિ પ્રેમ માં શબરી ને એ ભાન પણ નથી રહ્યું કે તે –પોતાનાં એંઠાં બોર રામજી ને ખવડાવી રહી છે. રામજી બોર ના વખાણ કરતા જાય છે,અને ખાતા જાય છે.

સાધારણ ભક્તિ –સાધારણ પ્રેમ હોય ત્યાં પરમાત્મા રસ રૂપે આરોગે છે-પણ જો વિશિષ્ઠ ભક્તિ –
તીવ્ર ભક્તિ થાય તો પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે.
શબરી અને નામદેવ ની વિશિષ્ઠ ભક્તિ હતી.વિશિષ્ઠ પ્રેમ હતો.એટલે એમની સેવાનો પ્રભુ એ પ્રત્યક્ષ સ્વીકાર કર્યો હતો.
પરમાત્મા મંત્ર ને નહિ,પણ મન ને પારખે છે. વસ્તુ માં મીઠાશ નથી,પ્રેમ માં મીઠાશ છે.

લોકો એ આજકાલ “પ્રેમ” શબ્દ ને કલંકિત કર્યો છે.
ઈશ્વર સાથે પ્રેમ કરવાનો તો માત્ર ઈશ્વર સાથે જ નિષ્કામ પ્રેમ કરવાનો.
શબરી ની ભક્તિ નિષ્કામ હતી,તેથી પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે.અને શબરીના એંઠાં બોર ખાધા છે.
(આ પ્રસંગ બતાવે છે-કે-નાત-જાત રામજી પાસે નહોતી,કે પછી તેમણે-ઊંચ-નીચ - નાત-જાત જોઈ નથી- તેમ છતાં આજકાલ લોકો કહે છે-કે પ્રભુ એ નાત જાત –ઊંચ-નીચ  બનાવ્યા છે!!!)

મહાપુરુષો એ વર્ણન કર્યું છે-કે-તે બોર ના ઠળિયા ની –દ્રોણાચલ પર્વત પર સંજીવની વનસ્પતિ થઇ છે-
કે જેણે લક્ષ્મણજી ને જીવતદાન આપ્યું હતું.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૪૧

      PREVIOUS PAGE
     NEXT PAGE

શબરી પૂર્વજન્મ માં રાજા ની રાણી હતી, અને રાણી હોવાને નાતે તે –સંતો ની ધનથી સેવા કરી શકતી,
પણ તનથી સેવા કરી શકતી નહોતી.
સંસારમાં રાણી નું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરી ને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ સંત ની તન થી સેવા કરી શકતી નથી “
મહારાણી એક વખત પ્રયાગરાજ  ગયાં,ત્યાં અનેક મહાત્મા ઓ નાં દર્શન કર્યાં,અને ત્રિવેણી માં આત્મહત્યા એવી ઈચ્છા થી કરી કે –બીજા જન્મ માં મને સાચા સંતો નો સત્સંગ થાય-સેવા થાય.
બીજા જન્મ માં એક ભીલ ને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો.

શબરી એ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ છે. નાનાં હતાં ત્યારથી પ્રભુ માં પ્રેમ છે.
શબરી ના લગ્ન નું નક્કી થયું,પિતા મિજબાની માટે ત્રણસો બોકડા લાવ્યા છે,શબરી એ વિચાર્યું-કે-
“મારા લગ્ન માં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી”
મધ્યરાત્રિ એ શબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પંપા સરોવરના કિનારે માતંગઋષિના આશ્રમ પાસે આવ્યાં.

“હું ભીલ-કન્યા છું,એટલે કદાચ ઋષિઓ મારી સેવા નો સ્વીકાર,કરે કે ના કરે, તેથી મારે ગુપ્ત રહી ને
સેવા કરવી છે” એમ વિચારી ને શબરી ,દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિઓ સુઈ જાય એટલે,
છુપી રીતે મહાત્માઓની સેવા કરે.
આશ્રમ ની બુહારી (સાફસુફી) કરે અને તાજાં ફળફૂલ –સેવાપૂજા માટે મૂકી આવે, ઋષિઓ જે રસ્તે
સ્નાન કરવા જતા તે રસ્તાની બુહારી ની સેવા અંધારા માં ઉઠી ને કરતાં.
કોઈ ને ખબર પડતી નથી,પરંતુ એક દિવસે તે પકડાઈ ગઈ.

માતંગ ઋષિએ પૂછ્યું કે-તુ કઈ જાત ની છે ? શબરીએ કહ્યું-કે-હું કિરાત ની કન્યા છું,ભીલડી છું.
વારંવાર વંદન કરે છે-કહે છે- કે- “હું અપરાધી છું.મને માફ કરો”

માતંગ ઋષિએ વિચાર્યું-કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી.આ કોઈ મહાન જીવ હીનયોનિ માં આવ્યો છે.
માતંગ ઋષિએ પૂછ્યું-કે બેટા તુ ક્યાં રહે છે ? શબરી એ કહ્યું કે -હું ઝાડ ઉપર રહું છે.
માતંગ ઋષિ એ કહ્યું-કે-હવે થી તુ મારા આશ્રમમાં રહેજે.
માતંગ ઋષિએ તેને આશ્રમ માં રહેવા ઝૂંપડી આપી છે. શબરી શુદ્ધ હતી,છતાં બીજા ઋષિઓ માતંગ ઋષિ ની નિંદા કરે છે-કે “ભીલ કન્યા આશ્રમમાં રાખી છે”

માતંગ ઋષિએ વિચાર્યું કે –આ ભીલડી બધી મર્યાદા પાળે છે,તેનો તિરસ્કાર યોગ્ય નથી.
તેમણે શબરી ને રામ મંત્ર ની દીક્ષા આપી છે. કાર નો ભાવાર્થ રામનામ માં ભર્યો છે.
કાર ના જેવી જ મંત્ર શક્તિ રામ નામ માં રહેલી છે. રામ શબ્દમાં ર,આ અને મ એમ ત્રણ અક્ષરો છે,
ર- થી પાપ નો નાશ થાય છે,-આ -થી બુદ્ધિ શુદ્ધ થાય છે,અને -મ -ચંદ્ર જેવી શીતળતા આપે છે.

સમય જતાં માતંગ ઋષિ બ્રહ્મલોક માં જવા તૈયાર થયા,તે વખતે શબરી રડી પડી છે.કહે છે-કે-
“પિતાજી તમે ના જાવ,તમે જશો તો મારું શું થશે ?”
માતંગ ઋષિએ આશ્વાસન આપ્યું છે-કે- મેં તને રામ-મંત્ર ની દીક્ષા આપી છે,બેટા તુ ભાગ્યશાળી છે,
કે શ્રી રામ તને એક દિવસ મળવા આવશે,મારા તને હૃદય થી આશીર્વાદ છે.
તારા ઘરે રામચંદ્રજી  જરૂર આવશે,ક્યારે આવશે તે મને ખબર નથી,પણ આવશે જરૂર.
હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યા માં થયું છે.

શબરી, રામ ની આશા માં જીવે છે,”એક દિવસ મારા પ્રભુ આવશે અને મને અપનાવશે.”

કોઈ મનુષ્ય ની આશા રાખવી તે મહાદુઃખ છે, ભગવાન ની આશા રાખવી તે મહા સુખ છે.

મીરાંબાઈ ના મહેલ માંથી રોજ વાતચીત નો અવાજ આવે.એક દિવસ દાસી વીણાએ મીરાબાઈ ને પૂછ્યું-કે
આપ રોજ કોની સાથે વાતચીત કરો છો? ત્યારે મીરાંબાઈ એ કહ્યું કે –હું મારા ગોપાલ જોડે વાત કરું છું.
દાસી કહે કે -ગોપાલ તમારી સાથે બોલે છે ? મીરાબાઈ કહે છે-કે-એતો મારી સાથે બોલતા નથી પણ હું તેમની સાથે બોલું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર બોલશે.

કોઈ મનુષ્ય ની આશા રાખવી નહિ અને પરમાત્માની આશા છોડવી નહિ.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૪૦

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામ-લક્ષ્મણ આશ્રમ માં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમ માં નથી.

રઘુનાથજી એ નાટક કર્યું છે,
અજ્ઞાન થી –વિયોગ માં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.
તેમ છતાં-સ્ત્રીવિયોગ માં પુરુષ જેવી રીતે રડે છે-તેનું નાટક કર્યું છે

એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરી ને વિલાપ કરે છે-
ત્યારે લક્ષ્મણ સમજાવે છે-ધીરજ રાખો,આંખો ઉઘાડો.
રામ કહે છે-કે-આંખો કેમ કરી ઉઘાડું ? ધરતી મારી સાસુ છે-તેના તરફ જોઉં તો તે મને કહે છે-કે-
સ્ત્રી નું રક્ષણ કરવાની શક્તિ નહોતી તો પરણ્યો શું  કામ ?
આકાશ તરફ જોઉં તો સૂર્યનારાયણ મને ઠપકો આપે છે-કે-મારા કુળમાં આવો જન્મ્યો કે જે પત્ની નું રક્ષણ કરી શક્યો નહિ? ........તેથી હું આંખ ઉઘાડી શકતો નથી.

રામ-લક્ષ્મણ સીતાજી ની શોધ માં નીકળ્યા છે.
સીતાની શોધ માં ચાલતાં-રસ્તામાં જટાયુ ને પડેલો જોયો, જટાયુ એ કહ્યું-કે રાવણે મારી આ દશા
કરી છે.તે સીતાજી નું હરણ કરી ને દક્ષિણ દિશા માં ગયો છે.

જટાયુ ને જોતાં, રામજી સ્ત્રીવિયોગ નું દુઃખ ઘડીભર ભૂલી ગયા છે. દશરથ મહારાજ ને જટાયુ સાથે મૈત્રી હતી,તેથી જટાયુ ને રામજી કાકા કહી ને બોલાવતા હતા.
જટાયુ માટે બહુ વ્યાકુળ થયેલા રામજીએ ધીરજ રાખી ને જટાયુ ને કહ્યું-કે- કાકા, મારા લીધે તમારી આ દશા થઇ છે,તમે કહો તો તમારા શરીર ને સારું બનાવી દઉં, તમે શરીર ને ધારણ કરી રાખો.

જટાયુ એ ના પાડી છે, અને કહ્યું-કે-મરતી વખતે જેનું નામ (રામનું નામ) મુખ માંથી નીકળે –તે અધમ હોય તો પણ મુક્તિ પામે છે,તેવા આપ મારાં નેત્રો સમક્ષ ઉભા છો,તો હે નાથ,હું કઈ કમી ની પૂર્તિ માટે આ દેહ ને રાખું ? મારી એક જ ઈચ્છા હતી કે અંત સમયે મને રામ ના દર્શન થાય, તમારાં દર્શન માટે મેં પ્રાણ ને રોકી રાખ્યા હતા,હવે ભલે મારા પ્રાણ જાય.

આમ કહી જટાયુએ રામજી ની ગોદમાં માથું નાખી દીધું. હે-રામ,હે-રામ  -કહેતાં જટાયુ, ગીધ શરીર નો ત્યાગ કરે છે, અને હરિ ના ધામ માં જાય છે.
યોગીઓ પણ જે ગતિ ને યાચે છે-તે સારૂપ્યગતિ, રામજી ,જટાયુ ને આપે છે.

જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે છે-ત્યારે તેનું મરણ ઈશ્વર સુધરે છે.
જટાયુ ગીધ પક્ષી છે.પક્ષીઓ માં ગીધ ને અધમ પક્ષી ગણ્યું છે,પણ રામ સાથે સંબંધ બાંધી,જટાયુ એ પોતાનું મરણ સુધાર્યું છે. શ્રી રામની સેવા-શ્રીરામનો સંપર્ક –સંબંધ થી મુક્તિ મળે છે.

જટાયુ ના દેહનો અગ્નિ સંસ્કાર એક પુત્ર જેમ પિતાનો કરે તે પ્રમાણે –રામજી એ કર્યો છે.
રામજી જેવો દયાળુ કોઈ થયો નથી અને થવાનો નથી.
માટે તો શિવજી,પાર્વતી ને કહે છે-કે-તે લોકો ખરેખર અભાગી છે-કે જે –રામજી ને (હરિને) છોડી ને –
વિષયો સાથે પ્રેમ કરે છે.

જટાયુ નું મરણ સુધારી ને –શ્રીરામ આગળ વધ્યા છે.ત્યાંથી પંપા સરોવર ને કિનારે,શબરી ના આશ્રમ માં પધાર્યા છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણ માં શબરીજી ની કથા સુંદર વર્ણવી છે.
શબરીના ચરિત્રનું વર્ણન કરતાં, એકનાથજી ને સમાધિ લાગી છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE