Mar 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-456

 

નિવાત કવચ યુદ્ધ પર્વ 

અધ્યાય-૧૬૫-અર્જુનનો સમાગમ 

II वैशंपायन उवाच II 

ततः कदाचिद्वरिसंप्र्युक्तं महेन्द्रवाहं सहसोपयातम् I विध्युत्भ्रमं प्रेक्ष्य महारथानां हर्षोSर्जुनं चिन्तयतां वभूव  II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુનની ચિંતા કરી રહેલા તે મહારથી પાંડવોએ એક સમયે વીજળીની જેવા ચમકવાળા ઈંદ્રરથને એકાએક આવતો જોયો કે જેથી તેમને અત્યંત આનંદ થયો.માતલિ સારથિએ નિયમમાં રાખેલો તે રથ અંતરિક્ષને એકદમ ચમકાવી રહ્યો હતો,ને તેમાં અર્જુન મુગટ,માળા ને નવાં આભરણો સજીને બેઠેલો હતો.

હવે,ઇન્દ્રના જેવા પ્રભાવવાળો અને લક્ષ્મીથી ઝગમગી રહેલો તે ધનંજય તે પર્વત પર આવીને રથમાંથી ઉતર્યો.

Mar 14, 2024

ચોતરફ તું હરિ-By અનિલ શુક્લ

 

હર્ષના અશ્રુ વરસે છે અનરાધાર,ગમે તેટલી મોટી,છત્રી અહીં શું કરે?
અહંકારની ગર્જના સામે અડગ ઉભેલાને,સામે સિંહની ગર્જના શું કરે?
વાત કોઈ પણ,મનમાં જેના ન ખટકે,તેને પગનો કાંટો ક્યાંથી ખટકે?
વેદનાઓથી પર થઈ ગયો છે જે,તેને વેદનાની ગોળી તે શું અસર કરે?
ચોતરફ,સર્વ રસ્તે ઉભો છે તું હરિ,તો હરિ,તું કયે રસ્તે તે મને ન મળે?

અનિલ
ફેબ્રુઆરી-4-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-455

 

અધ્યાય-૧૬૪-સ્વર્ગમાંથી અર્જુનનું આગમન 


II वैशंपायन उवाच II 

तस्मिन्नगेन्द्रे वसतां तु तेषां महात्मनां सदव्रतमास्थिताम् I रतिः प्रमोदश्व वभूव तेपामाकांक्षतां दर्शनमर्जुनस्य II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુનના દર્શનની આકાંક્ષાથી તે ગિરિરાજ ઉપર નિવાસ કરી રહેલા એ સદવ્રતચારી મહાત્મા પાંડવોને પ્રીતિ અને આનંદ થયાં હતાં.ત્યાં તેમને મળવા ગંધર્વો ને મહર્ષિઓ આવતા હતા.તે મહાપર્વતના વૃક્ષો,પક્ષીઓ,તળાવો,ફૂલો આદિને જોઈ તેઓએ આનંદમાં દિવસો વિતાવ્યા.તે ગિરિવરના તેજને કારણે તથા મહાઔષધિઓના પ્રભાવને લીધે,ત્યાં રાત્રિ-દિવસનો ખાસ ભેદભાવ જણાતો નહોતો.વેદનો સ્વાધ્યાય કરતા,ધર્મપ્રધાન રહી,વ્રતો આચરી અને સત્યમાં સ્થિર રહીને તે પાંડવો અર્જુનના આવવાની વાટ જોઈ રહ્યા હતા.

Mar 13, 2024

શરણાગતિ-By અનિલ શુક્લ


સ્વીકારી જ્યાં શરણાગતિ,તો શરણાગતની કૃપા જ થઇ,
જ્યાં થઇ ગતિ પવનની બંધ,ને ગતિ તેનામાં શું મળી ગઈ?

બંધન છૂટ્યું જ્યાં શ્વાસનું,તો શૂન્યતા જ સર્વ પ્રસરી રહી,
શૂન્ય મળ્યું જ્યાં શૂન્યમાં તો કોઈ અજબ સ્થિતિ બની રહી.

નથી આવતું કશું એ યાદ,બસ જાણે આનંદની મસ્તી રહી, 
યાદ રાખવા જ આ સ્થિતિને, થોડીક પંક્તિઓ લખાઈ ગઈ.

અનિલ
ફેબ્રુઆરી-૧૨-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-454

અધ્યાય-૧૬૩-મેરુ પર્વતનાં દર્શન 


II वैशंपायन उवाच II ततः सूर्योदये धौम्यः कृत्वाSSर्ह्निकमरिंदम I आर्ष्टिषेणेन सहितः पांडवानम्यवर्तत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સૂર્યોદય થતાં,ધૌમ્યે નિત્યકર્મ પતાવ્યું ને આર્ષ્ટિષેણને લઈને પાંડવો પાસે આવ્યા,ત્યારે પાંડવોએ તેમના ચરણમાં વંદન કર્યું.ને હાથ જોડીને સર્વ બ્રાહ્મણોનું પૂજન કર્યું.ધૌમ્ય યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-

'હે મહારાજ,પૂર્વ દિશામાં આ શૈલરાજ મંદર,સાગર સુધીની ભૂમિને ઘેરીને ઉભો છે.પર્વતો,વનના સીમાડાઓ ને અરણ્યોથી શોભી રહેલી આ દિશાનું ઇન્દ્ર તથા કુબેર રક્ષણ કરે છે.ઋષિઓ આને ઇન્દ્ર ને કુબેરનું ધામ કહે છે.

ઋષિઓ,સિદ્ધો,સાધ્યો,દેવતાઓ તથા પ્રજાઓ અહીંથી (પૂર્વથી) ઉદય પામતા સૂર્યની ઉપાસના કરે છે.(7)

Mar 12, 2024

માયા-સંગ-By અનિલ શુક્લ

 

શું અકળાઈ ગયા હતા? પ્રભુ,તમે પણ એકલા એકલા કે?
ખરું કર્યું ! માયા-સંગ રમી,ચપટીમાં બનાવી દીધી સૃષ્ટિને.

પતિ થયા માયાના,ત્યાં સુધી તો જાણે વાંધો નહોતો કોઈ,
પણ થયા જ્યાં માયાને વશ તમે,તો પ્રભુ દેહમાં ગયા પુરાઈ.

અખંડ એવા તમે,વિભાજીત થયા,અનેક ખંડમાં,કેવી નવાઈ!
તમે દૃષ્ટા,તમે દૃશ્ય,તમે જ દર્શન,વાહ,કેવી થઇ ગઈ ભવાઈ !

અનિલ
ફેબ્રુઆરી-૬-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-453

 

અધ્યાય-૧૬૨-કુબેરનાં વચનો 


II धनद उवाच II युधिष्ठिर धृतिर्दाक्ष्यं देशकालपराक्रमाः I लोकतंत्रविधानानामेप पञ्चविधो विधिः II १ II

કુબેર બોલ્યા-હે યુધિષ્ઠિર,ધૃતિ,દક્ષતા,દેશ,કાળ અને પરાક્રમ-એ પાંચ પ્રકારનો લોકવ્યવહારનો વિધિ છે.

કૃત(સત્ય)યુગમાં મનુષ્યો ધૃતિમાન,પોતપોતાના કાર્યોમાં દક્ષ ને પરાક્રમના વિધાનને જાણનારા હતા.ધૃતિમાન,દેશ અને કાળને જાણનાર અને સર્વ ધર્મવિધાનોનો વેત્તા એવો ક્ષત્રિય પૃથ્વી પર ચિરકાળ સુધી રાજ્ય કરે છે.જે પુરુષ પોતાના કર્મોમાં આ પ્રમાણે વર્તે છે તે આ લોકમાં યશ પામે છે ને પરલોકમાં સદગતિ મેળવે છે.હે પુરુષસિંહ,આ ભીમસેન ધર્મને જાણતો નથી,ગર્વિષ્ઠ,બાળકબુદ્ધિ,અસહનશીલ ને નિર્ભય છે.તમે તેને ઉપદેશ આપો.

Mar 11, 2024

MorPichh ni Rajaai Odhi-By Hariharan-મોરપીંછની રજાઈ ઓઢી-હરિહરન

અનાવરણ-નિર્ગુણ-બ્રહ્મ-By અનિલ શુક્લ

 

ભોળી ભરવાડણ,મારા ભોળા લાલાને કેવી તો ભોળવી નાખે,
માખણ નહિ,પણ વાટકો છાસ આપીને,લાલાને  થૈ-થૈ નચાવે.

નસીબ તો જુઓ,આ ભરવાડનાં,કાન્હાને કેવાં ટાંપાં કરાવે,
કદી,વજનદાર પાટલો ઉપાડતાં,કાન્હાનું પીતાંબર છૂટી જાયે.

ધન્ય છે,ગોપી તને,જ્ઞાનીઓ જે બ્રહ્મના દર્શન માટે મથે જાયે,
તે અનાવરણ-નિર્ગુણ-શૂન્ય બ્રહ્મનાં,તું અદભૂત દર્શન પાયે!!

અનિલ
ફેબ્રુઆરી-૧૪-૨૦૨૦
(રસખાનના કાવ્ય પરથી પ્રેરિત)


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-452

 

અધ્યાય-૧૬૧-પાંડવોને કુબેરનાં દર્શન 


II वैशंपायन उवाच II श्रुत्वा बहुविधैः शब्दैर्नध्यमानां गिरेर्गुहाम् I अजातशत्रुः कौन्तेयो माद्रीपुत्राषुनावपि II १ II

વૈશંપાયન બોલ્યા-અનેક પ્રકારના શબ્દોથી ગાજી રહેલી ગુફાઓને સાંભળીને અજાતશત્રુ કુંતીપુત્ર,માદ્રીનંદન નકુલ-સહદેવ,ધૌમ્ય,ને દ્રૌપદી આદિ સૌ,ભીમસેનને ન જોવાથી અત્યંત ખિન્ન થઇ ગયાં.પછી,આર્ષ્ટિષેણને દ્રૌપદીની

સાંપણી કરીને તે સર્વ શૂરા હથિયાર સજીને એકસાથે પર્વત પર ચડવા લાગ્યા.પર્વતની ટોચ પર તેમણે

ભીમસેન અને પ્રાણરહિત થયેલા રાક્ષસોને જોયા.ભાઈઓ ભીમને ભેટ્યા પછી યુધિષ્ઠિર બોલ્યા-

'હે ભીમ,તેં આ પાપ સાહસથી કે અજ્ઞાનથી કર્યું છે,તારે એવો વ્યર્થ વધ કરવો જોઈતો નહોતો.

તેં આ દેવોને દ્વેષ થાય તેવું કર્યું છે,તું જો મારુ પ્રિય ઈચ્છતો હૉય તો ફરીથી આવું ના કરતો'