Jan 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૩

પોતાના મોટા મોટા યોદ્ધાઓનો નાશ થયેલો સાંભળી,રાવણને ભયંકર ગુસ્સો ચડ્યો અને તેણે,પોતાના સેનાપતિ,જંબુમાલીને હુકમ કર્યો કે-જાઓ એ બંદરને પકડીને મારી આગળ લઇ આવો.સેનાપતિ રથમાં બેસી ઉપડ્યો,હનુમાનજી દરવાજા આગળ તૈયાર ઉભા હતા,
સેનાપતિના મારા સામે હનુમાનજી એ એવો પ્રતિકાર કર્યો કે,ઘડીકમાં તો તે સેનાપતિ ધૂળ ચાટતો થઇ ગયો.

Jan 10, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-027


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૨

હનુમાનજીએ સીતાજીને,સીતાહરણ પછી બનેલા બધા બનાવોનું અને પોતે કેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો,તે બધું સવિસ્તર કહી સંભળાવ્યું.અને રામજીનો સંદેશો પણ કહ્યો.કે તેમને પણ સીતાજીનો વિરહ સાલે છે.આ સાંભળી સીતાજી,રામજીના પ્રેમમાં મગ્ન બની ગયાં.તેમણે કહ્યું કે-હે હનુમાન,તારા વચન મને અમૃત સમાન લાગે છે,શ્રીરામનું મન મારામાં છે,તે જાણી આનંદ થાય છે,પણ શ્રીરામ શોક-મગ્ન રહે છે તે જાણી સાથોસાથ દુઃખ પણ થાય છે.મારા જીવનની માત્ર બે મહિનાની મુદત રહી છે,તેટલા સમયમાં શ્રીરામ અહીં કેવી રીતે આવી શકશે? 

Jan 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૧

રાવણનો ગુસ્સો આસમાને પહોંચ્યો ,તેણે તલવાર કાઢી,કહ્યું કે –ગુસ્સો તો એવો આવે છે કે તારો હમણાં જ વધ કરી નાખું,પણ શું થાય? મેં તને બાર મહિનાની મહેતલ આપી હતી તેમાં બે મહિના હજુ બાકી છે,એટલે ત્યાં સુધી હું રાહ જોઇશ,ત્યાં સુધીમાં જો માની જશે તો રાજ-રાણી થશે,નહિતર મારી આ તલવાર તારા ગળામાં પડશે તે તું નક્કી જ જાણજે.

Jan 8, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-026


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૦

બ્રાહ્મણનું રૂપ લઇ હનુમાનજી વિભીષણની સામે જઈ ઉભા રહ્યા.વિભીષણે આંગણે બ્રાહ્મણને આવેલો જોઈ પ્રણામ કર્યા,ને પછી પૂછ્યું કે-આપ કોણ છો ? આપ શ્રીરામ તો નથી ને? સવારના પહોરમાં આપનાં દર્શન થયા તેથી મને અત્યંત હર્ષ થયો છે,મારું જરૂર કલ્યાણ થશે.

Jan 7, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-025


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૯

હનુમાનજી હજુ લંકામાં પ્રવેશ કરે જ છે ત્યાં-લંકિની નામની રાક્ષસીએ તેમને રોક્યા-'એઈ,વનચર,મારી રજા વગર ક્યાં જાય છે ચાલ,મારો કોળિયો થઇ જા'
હનુમાનજીએ પૂછ્યું કે-કોણ છે તું વળી?
લંકિની કહે-હું લંકાની અધિષ્ઠાત્રી દેવી છું,લંકાનું રક્ષણ કરવાની જવાદારી મારી છે,
હું કોઈ ચોરને લંકામાં ઘુસવા દેતી નથી,ચોરને પકડીને ખાઈ જવાનો મારો નિયમ છે.

Jan 6, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-024


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૮

સુંદરકાંડમાં શ્રીરામનું બહુ વર્ણન આવતું નથી.પણ હનુમાનજીની ને સીતાજીની કથા મુખ્ય છે.
હનુમાનજી “સેવા” નું સ્વરૂપ છે,અને સીતાજી “પરા-ભક્તિ” નું સ્વરૂપ છે.
આમ,સુંદરકાંડમાં સેવા અને પરાભક્તિનો મહિમા ગાયો છે.
જેમ,હનુમાનજી લંકા જતાં વચ્ચે આરામ કરવા ક્યાંય રોકાતા નથી,
તેમ,પ્રભુના કામમાં જોડાયેલો માનવી,નથી આરામ કરતો કે નથી આળસ કરતો.

Jan 5, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-023


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-સુંદરકાંડ-૧૬૭

સુંદરકાંડ
તુલસીદાસજી કહે છે કે-શ્રી રઘુનાથજીનું બાણ છૂટે એવા વેગથી હનુમાનજીએ લંકા તરફ પ્રયાણ કર્યું.
'જિમિ અમોઘ રઘુપતિ કર બાના,એહી ભાંતિ ચલેંઉ હનુમાના.'
તેમના વેગીલા સુસવાટથી,કેટલાંય વૃક્ષો ઉખડી પડ્યાં,અને પ્રવાસે જતા સંબંધીને વળાવવા જતા હોય,
તેમ થોડે દૂર સુધી,હવામાં તેમની પાછળ ઉડ્યા.હનુમાનજીના ઉડવાના વેગથી સમુદ્રનાં મોજાં ખેંચાઈને ઉંચે ઉંચે ઉછળવા લાગ્યાં.હનુમાનજીએ ઉડતી વખતે,પૂંછડું ઊંચું રાખ્યું હતું,જે આકાશમાં મેઘ-ધનુષ્ય સમાન ભાસતું હતું.

Jan 4, 2022

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-022


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૬

પછી જાંબવાને હનુમાનજી તરફ જોઈને કહ્યું કે-હે,વીર શ્રેષ્ઠ,હનુમાન તું કેમ કશું બોલતો નથી? 
હે કપિશ્રેષ્ઠ,બળમાં તો તું રામ લક્ષ્મણ જેવો છે,જન્મતાં જ તેં અદભૂત પરાક્રમ કર્યું હતું,તે બીજા ભલે ના જાણતા હોય પણ હું જાણું છું.એક વાર સૂરજને પાકેલું લાલ-ફળ સમજી ને તે ખાવા,
તું,મા ના ખોળામાંથી આકાશમાં ઉડ્યો હતો,ને છેક સૂરજની નજીક પહોંચી ગયો હતો ! 
તારું આ પરાક્રમ જોઈને ઇન્દ્રે તને હનુ (હડપચી) પર વજ્ર માર્યું ને જેથી તું પૃથ્વી પર મૂર્છિત થઈને પડ્યો હતો.હનુ (હડપચી) પર વાગ્યું તેથી તું હનુમાન કહેવાય છે.