સ્વામી (માલિક) અને સેવકનો વ્યવહાર કેવો હોય? તે શ્રીરામ અને હનુમાનજી આપણને સમજાવે છે.હનુમાનજીનો આદર્શ અને ધર્મ છે-નિષ્કામ સેવાનો.માત્ર કર્મ કરવા પર અધિકાર રાખ્યો છે,કર્મના ફળ પર કોઈ અધિકાર રાખ્યો નથી,”મેં કશું કર્યું નથી-પ્રભુએ કરાવ્યું ને બધું ફળ પ્રભુનું છે” તો પછી સ્વામીનો ધર્મ શું? સ્વામીનો ધર્મ છે- સેવકની કદર કરવાનો.
શ્રીરામ ફરી ફરી હનુમાનજીને છાતી સરસા લગાવે છે,ને આંખમાં હર્ષના આંસુ સાથે કહે છે કે-“હું તારા ઉપકાર હેઠળ છું,હું તારું ઋણ કોઈ રીતે વાળી શકું તેમ નથી.”
શ્રીરામ ફરી ફરી હનુમાનજીને છાતી સરસા લગાવે છે,ને આંખમાં હર્ષના આંસુ સાથે કહે છે કે-“હું તારા ઉપકાર હેઠળ છું,હું તારું ઋણ કોઈ રીતે વાળી શકું તેમ નથી.”