Sep 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-627

જીવપણું તથા જગત પણું કે જેઓ ખોટાં જ છે-પણ તેઓ વિષે વિવેક ને માટે પુછતા હો-તો સાંભળો કે-એ ચૈતન્ય જયારે  અવિદ્યા-રૂપ વિચિત્ર રંગ-વાળા ચશ્માને ધારણ કરે છે-ત્યારે "જીવ" એ નામ-વાળું થઈને,જીવ-પણા અને જગત-પણાને દેખે છે.અને પોતાના સંકલ્પ થી જ "હું જડ છું" એવી ભાવના કરીને,
પોતાથી જ પોતાના વિકલ્પોથી ભરેલા દેહાદિક-પણાને પ્રાપ્ત થાય છે.

Sep 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-626

જે બ્રહ્મ છે તે જ દૃશ્ય (જગત) વગેરે વિકારોની કલ્પનાથી પોતે જ દૃશ્ય-વિકારો-રૂપે "સ્ફુરે" છે,
એમ સિદ્ધાંત-પક્ષમાં માનવામાં આવે છે.(એટલે કે એવો સિદ્ધાંત બનાવેલો છે)
માટે કલ્પિત વિકારો અધિષ્ઠાન-રૂપ-સાર-વાળા હોવાને લીધે,અધિષ્ઠાન થી જુદા પડતા નથી.આ સઘળો વિકાર-વગેરે,વિકલ્પ-સદ-વસ્તુ (બ્રહ્મ)માંથી ઉઠીને જ જુદાજુદા કાર્યોમાં ઉપયોગી થવાથી,ભોગમાં મળી જાય છે,એમ ભોગનું ચૈતન્યમાં મિલન થાય છે.માટે સઘળા વિકલ્પોનો સાર ચૈતન્ય-માત્ર જ છે.

Sep 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-625

સદાશિવ કહે છે કે-બ્રહ્મ-એ-વ્યવહારની દૃષ્ટિથી સર્વ-શક્તિઓ-વાળું છે અને પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિથી "એક-સત્તા-રૂપ" જ છે.
આવી કરવામાં આવેલી, વ્યવસ્થાથી- જ -જો-બે દૃષ્ટિ- નો સ્વીકાર કરીએ-
તો-પછી,દ્વિત્વ (બે) અને એકત્વ (એક) કે જે એક સર્વ-શક્તિ છે-તેમાં ઉઠેલી તમારી શંકા નિર્મૂળ જ છે.

Sep 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-624

સર્વ-વ્યાપક-બ્રહ્મ-ચૈતન્ય,એ,બુદ્ધિમાં પ્રતિબિમ્બિત થયેલા "અંશ" થી,જીવ-રૂપ થઈને મન-રૂપ થાય છે.(મન-એ-"લિંગ-સ્વ-રૂપી-રથમાં ગોઠવાય છે) અને આમ થવાથી જગત થાય છે.(જગત ઉત્પન્ન થાય છે)
જેમ,વેતાલ શબની અંદર પેસીને શબને ઉઠાડે છે,તેમ,જયારે વાયુની પ્રધાનતા-વાળું-લિંગ-શરીર,દેહની અંદર પેસીને દેહને ઉઠાડે છે-ત્યારે લોક,"દેહ જીવે છે" એમ કહે"  છે.
એજ રીતે લિંગ-શરીર ક્ષીણ થતાં,જયારે ચિત્ત બ્રહ્મમાં લીન થાય છે-ત્યારે તે "મરણ પામ્યો છે" એમ કહે છે.

Sep 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-623

લિંગ-શરીરનું ચલન હૃદય-કમળના ચલન થી થાય છે,
હૃદય-કમળનું ચલન,પહેલાંના ભોક્તા-પણા-આદિના સ્મરણ-રૂપ-વાસનાઓથી થાય છે,
તે વાસનાઓનું ચલન, સ્વ-રૂપના અજ્ઞાનને લીધે,ચૈતન્યમાં થયેલા દ્રશ્યાકારના સ્ફુરણ થી થાય છે.

Sep 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-622

જેમ,જળમાં તરંગ-પણું અને તે તરંગ માં ફીણ-પણું થાય છે,
તેમ,જીવને શરીરનો દૃઢ  અભ્યાસ પ્રાપ્ત થતાં,તે,શરીરમાં મોટી વ્યાધિઓ અને મોટી ચિંતાઓ થાય છે અને તે જીવ  દીનતા ને પ્રાપ્ત  થાય છે.
જેમ,સૂર્ય-એ-પોતે જ પ્રકાશિત કરેલાં વાદળોથી ઢંકાઈ જાય છે,
તેમ,ચૈતન્ય-શક્તિ,પોતે જ પ્રકાશિત કરેલા દેહના યોગથી
"હું ચૈતન્ય નથી" એવી ભાવનાઓથી પરવશ થઇ જાય છે.(દીનતા ને પ્રાપ્ત થાય છે)

Sep 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-621

હે વસિષ્ઠ મુનિ,માયા-રૂપ કલંક-વાળું,એ બ્રહ્મ-ચૈતન્ય,ગંધર્વ-નગર જેવા આ સંસારને-
તે માયાનો વિચાર નહિ કરવાથી ઉત્પન્ન કરે છે અને માયાનો વિચાર કરીને તેને નષ્ટ કરે છે.
જો ચિત્ત-આદિ ના હોય તો-દેહ ભીંત ની જેમ મૂંગો રહે છે.પણ ચિત્ત-આદિ હોવાને લીધે જ
દેહ આકાશમાં ફેંકાયેલા પથ્થરોની જે, ચેષ્ટાઓ કરે છે.પણ,
જેમ ચુંબક નજીક હોવાને લીધે જ અત્યંત જડ લોઢું-ચેષ્ટા કરે છે-
તેમ,જીવ સર્વ-વ્યાપક બ્રહ્મના સામીપ્યથી જ-સર્વ વ્યાપારો કરે છે.

Sep 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-620

પ્રાણવાયુના ચલનથી જ પ્રત્યેક ને જ્ઞાન થાય છે,અને પ્રાણવાયુ જ સઘળાં અંગોમાં
અન્નના રસનો પ્રવેશ કરાવવા માટે,સઘળી નાડીઓમાં ગતિ કરે છે.
જો કે,આકાશના જેવી સ્વચ્છ ચૈતન્ય-શક્તિ,એ જળમાં અને ચેતનમાં સર્વત્ર સમાન છે,
તો પણ મન આદિ-પદાર્થોથી ગોઠવાયેલા,લિંગ-શરીર-રૂપ-પ્રાણ ની ગુહામાં,
બિંબ-પ્રતિબિંબ ના ભાવથી ચૈતન્ય-શક્તિનું બમણા-પણું થવાથી,અધિક-પણું દેખાય છે.
કેમ કે પ્રાણના ચલનથી લિંગ શરીરમાં ચૈતન્ય-શક્તિ જાણે સ્પષ્ટ થઈને ચલિત થતી હોય તેમ અનુભવાય છે.

Sep 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-619

સંકલ્પથી પ્રવૃત્તિ થાય છે,સંકલ્પ એ મનન નો ક્રમ છે,અને મનનના ક્રમથી ચિત્તની મલિનતા થાય છે.એ પ્રવૃત્તિ-સંકલ્પ તથા ચિત્તની મલિનતા ને સાક્ષી-રૂપે જાણનાર જે આત્મ-ચૈતન્ય છે તે નિર્મળ છે,
અંદર તથા બહાર -જે અનેક  પ્રકારના ભેદો જણાય છે,તેનું અધિષ્ઠાન જે સાક્ષી-ચૈતન્ય છે,
તે પ્રકાશ-સ્વ-રૂપ,નિત્ય,પોતાના સ્વરૂપમાં જ રહેલું છે,અને
જેમ,સ્ફટિક-મણિ,પ્રતિબિંબના આકારોને,પોતાની અંદર ધારણ કરે છે,
તેમ,તે ચૈતન્ય પોતાની અંદર સઘળા જગતને ધારણ કરે છે.

Sep 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-618

જેમ સોનું,એ મેલથી તાંબા જેવું લાગે છે,અને મેલ ધોવાઈ જતાં પાછું સોનું જ રહે છે,
તેમ,બ્રહ્મ-ચૈતન્ય,એ દેહાદિક ની ભાવનાથી જીવ-પણાને પ્રાપ્ત થાય છે,
અને તે ભાવના દુર થતાં,પાછું બ્રહ્મ-ચૈતન્ય-પણાને પ્રાપ્ત થાય છે.
"ચૈતન્યના સ્વ-રૂપ નું ભાન ભૂલી જવું" એ પ્રકારના અજ્ઞાનથી ખોટો સંસાર લાગુ પડે છે,
અને સ્વરૂપના જ્ઞાનથી એ ખોટો સંસાર શાંત થઇ જાય છે.

Sep 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-617

જેમ નંદન-વનમાં ખેરનું (કાંટા-વાળું)ઝાડ નથી,તેમ,ચૈતન્ય-શક્તિમાં બુદ્ધિ-બોધ આપનાર કે બોધવ્ય-પણું નથી.જેમ,આકાશમાં પર્વત-પણું નથી,તેમ,ચૈતન્ય-શક્તિમાં હું-તું- કે તે -પણું નથી.
તે ચૈતન્ય-શક્તિમાં,પોતાનું કે અન્યનું દેહ-પણું નથી,દ્વૈત-અદ્વૈત નથી,નામ-રૂપ નથી,
"કરવા-કે ના કરવા" લાયક કંઈ નથી,વસ્તુ હોવાનો ધર્મ કે વસ્તુ ના હોવાનો ધર્મ નથી,
શૂન્યતા કે અશૂન્યતા નથી.પણ (તે ચૈતન્ય-શક્તિ) કેવળ-પણા-રૂપ સ્વચ્છ (નિર્મળ) જ છે.

Sep 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-616

મનુષ્ય-યોનિ પ્રાપ્ત થયા છતાં પણ-"વ્યવહારની વિદ્યા" મેળવીને અર્થશાસ્ત્રના (ધન કમાવાના) અભ્યાસમાં પડી,ધન તથા ઘર-આદિ બનાવવામાં રચ્યા રહી-પોતાના બંધનોને વધારવામાં જ રચ્યો-પચ્યો રહે છે.
વૃદ્ધ થાય ત્યારે ચારે બાજુથી મરવાનો ડર રાખ્યા કરે છે,ધન ખૂટી જતાં તરફડ્યા કરે છે.
આમ, બાલ્યાવસ્થા માં પરાધીન રહે છે,યૌવનમાં ચિંતાથી ઘેરાયેલો રહે છે અને
વૃદ્ધાવસ્થામાં અત્યંત દુઃખથી પીડાય છે.મરી ગયા પછી કર્મોને વશ થઇ અનેક યોનિઓમાં ફર્યા કરે છે.

Sep 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-615

જેમ,કોઈ સારો હોય તેવો પુરુષ,કોપને લીધે,ક્ષણ-માત્રમાં રાક્ષસ જેવો ક્રૂર થઇ જાય છે,
તેમ,કૂટસ્થ ચૈતન્ય,જુદાંજુદાં સ્વરૂપને પ્રાપ્ત થઈને વિકલ્પ-રૂપ-કલંક-વાળું થઇ જાય છે.
વિકલ્પની કલ્પના થવાથી,એ ચૈતન્ય,સ્વ-રૂપથી ભ્રષ્ટ થઈને,જડની સાથે એકતાની ભાવના કરતાં,સવિકલ્પ-"બુદ્ધિ" ના "વિષય-પણા" ને પ્રાપ્ત થાય છે.

Sep 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-614

આમ,શરીર-આદિ-પદાર્થો,એ ચૈતન્ય-રૂપ-અમૃત મળવાથી-રૂપ (આકાર) અને ચેતન ને પામે છે.
જેમ,શરીર-રૂપી-ઘર એ પંચ-ભૂત-મય હોવાથી,પ્રકાશમય હોવા છતાં પણ,બહારથી સૂર્ય-પ્રકાશ અંદર નહિ આવવાથી-તે અંદર છાયા-યુક્ત થાય છે-તેમ,શરીર,ઘડા-વગેરેનું  અધિષ્ઠાન-રૂપ-ચૈતન્ય,એ પ્રકાશ-રૂપ હોવા છતાં,પણ,બહારની બાજુ ઇન્દ્રિયોની વૃત્તિઓથી-અભિવ્યક્ત થયેલું હોવાથી-એ ચૈતન્ય -વૃત્તિઓથી વ્યાપ્ત થતાં,અંદરની બાજુ (જાણે) જડતાથી યુક્ત-થયેલું હોય તેવું -થઇ જાય છે.