Jul 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-863

વિશ્વામિત્ર કહે છે કે-પછી,શ્રીરામચંદ્રજી,સીતાજીનું હરણ થવાથી,થનારા શોક-મોહ-આદિ ભાવોને બતાવવાને બહાને અને,રાવણનો વધ કરીને,સર્વને બોધ આપશે.ત્યાર બાદ, રાવણ સાથેના યુદ્ધમાં પોતાને સાથ આપનારા,પણ યુદ્ધમાં શહીદ થયેલા વાનરોને ફરીવાર જીવતા કરશે.
પોતે જીવનમુક્ત અને નિસ્પૃહ છતાં "કર્મ-માર્ગના અધિકારી પુરુષોની કર્મ વડે જ શુભ ગતિ છે"
એવું બતાવવા કર્મકાંડમાં પારાયણ થશે.તથા "કર્મ અને ઉપાસના" એ બંનેના અધિકારી પુરુષને બ્રહ્મલોક-આદિની  ગતિ બતાવવાને પોતે પણ એ બંનેનું અનુષ્ઠાન કરશે.

Jul 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-862

ભરદ્વાજ કહે છે કે-હે મહારાજ,રામચંદ્રજી,કે જે પોતાના આત્મા વડે બ્રહ્મમાં,પરમ યોગને પ્રાપ્ત થઇ ગયા હતા,તેમને વસિષ્ઠ ઋષિએ પાછા વ્યવહારમાં શી રીતે જોડ્યા? આ વાત જાણી હું પણ તે જ પ્રમાણે અભ્યાસને માટે યત્ન કરું,અને જેથી તેમના જેમ જ,મારો વ્યવહાર પણ ઉત્તમ સ્થિતિનો થઇ શકે.

વાલ્મીકિ કહે છે કે-અનંત બ્રહ્મમાં વૃત્તિ દ્વારા તદાકારતાને પ્રાપ્ત થયેલ,રામચંદ્રજી,સ્વ-રૂપને પ્રાપ્ત થયા,ત્યારે વિશ્વામિત્રે,તે સભામાં વશિષ્ઠજીને કહ્યું .

Jul 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-861

ભરદ્વાજ કહે છે કે-હે મહારાજ,આપની કૃપાથી,હું લિંગ-દેહ-રૂપી-બેડીમાંથી સર્વથા છૂટો થયો છું,
કેમ કે હું ચૈતન્ય-અંશ હોવાથી,ચૈતન્ય-રૂપી આનંદ-સાગરમાં જ એક-રસ-રૂપ લીન થઇ ગયો છું.
ખરી રીતે,જીવાત્મા અને પરમાત્મા નો "અભેદ" હોવાથી,
હું સર્વ ઉપાધિથી રહિત,પરમાત્મા-રૂપ જ છું.
જેમ ઘટનો ભંગ થતાં,તેમાં રહેલું ઘટાકાશ,શુદ્ધ આકાશ (મહાકાશ) માં મળી જાય છે,
તેમ ઉપાધિનો ભેદ ટળી જાય,એટલે જીવ શુદ્ધ બ્રહ્મમાં જ મળી જાય છે.

Jul 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-860

હે ભરદ્વાજમુનિ,એ "બ્રહ્માંડ-રૂપ-વિરાટ" ની અંદર,જે અર્ધ-નારીશ્વર-પરમેશ્વર" (માયા-રૂપી નારીને અર્ધ અંગમાં  ધારણ કરનાર) રહેલા છે,તે જ સર્વ પ્રાણીમાત્રના આધાર-રૂપ અને કારણ-રૂપ છે,તથા
તે જ આ બ્રહ્માંડમાં જગતનાં ખાન-પાન-આદિ જીવનના ઉપાય માટે વ્યવસ્થા બાંધી,
આહુતિ દ્વારા (દ્રષ્ટિ-આદિથી) સર્વને પોષણ આપનાર યજ્ઞ-સૃષ્ટિ-રૂપ પણ થઇ રહેલા છે.

Jul 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-859

--પાર્થિવ (પૃથ્વી) ભાગનો (માંસ-આદિ ઘન પદાર્થોનો) "પૃથ્વી"માં લય કરી દેવો
(લય થાય છે-એવું ચિંતન કરવું)
--જળભાગનો (લોહી-આદિ પ્રવાહી ભાગનો) "જળ"માં લય કરી દેવો,
--તૈજસ ભાગનો (જઠરાગ્નિ-ઉષ્મા-આદિનો) 'તેજ'માં લય કરી દેવો,
--વાયુ (વાયવીય) ભાગનો (પ્રાણ-અપાન-આદિ- વાયુનો) 'મહા-વાયુ'માં લય કરી દેવો,
--આકાશ ભાગનો (શરીરમાં રહેલ પોલાણ-ભાગના આકાશનો) 'મહા-આકાશ' માં લય કરી દેવો.
(નોંધ-ટૂંકમાં શરીરમાં રહેલા પંચમહાભૂતોનો બહાર રહેલા પંચમહાભૂતમાં લય કરવાનું ચિંતન કરવું)

Jul 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-858

વાલ્મીકિ કહે છે કે-તમે શોક,કે જે અશુભ પ્રસંગમાં જ યોગ્ય છે-તેનો ત્યાગ કરો,અને કલ્યાણના સાધનોનું ચિંતન કરો, તથા આનંદઘન સ્વચ્છ આત્માની જ ભાવના રાખો.દેવ (ઈશ્વર) પર શ્રધ્ધા રાખનાર,અને શાસ્ત્રોને પ્રમાણ-રૂપ ગણનારા વિવેકી પુરુષો પર જ ઈશ્વરની કૃપા થાય છે.

ભરદ્વાજ કહે છે કે-આપે જે ઉપદેશ કર્યો તે હું આપણી કૃપાથી સારી રીતે સમજ્યો છું.
વૈરાગ્યના જેવો કોઈ બંધુ નથી અને સંસારના જેવો કોઈ શત્રુ નથી,
હવે,વશિષ્ઠજીએ જે જ્ઞાનનો સાર,સમગ્ર ગ્રંથ વડે કહ્યો,તે સંક્ષેપમાં-સારાંશ-રૂપે હું સાંભળવા ઈચ્છું છું.

Jul 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-857

વાલ્મીકિ કહે છે કે-વસ્તુતઃ (સત્યમાં) તો તમે ઈશ્વરને શરણે જ છો,છતાં તર્કમાં ના આવી શકે તેવા- શાસ્ત્રમાં કહેલા વિવિધ ઉપાયો કરીને (તેમ છતાં સફળતા ના મળતાં) તમે શા માટે ખેદ કરો છો? ઈશ્વર પણ લલાટમાં લખાયેલું ભૂંસી શકતા નથી.પણ તેમની ઇચ્છા (ઈશ્વરેચ્છા)થી
સદગુરુ-સદશિષ્યની સ્થિતિ પેદા થવાથી શમ-દમ-આદિના ક્રમ વડે મોહનો નાશ થાય છે.
પણ આવી ઈશ્વરેચ્છા અચિંત્ય (સમજી ના શકાય તેવી) છે.

Jul 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-856

વાલ્મીકિ કહે છે કે-હે પ્રિય,ભરદ્વાજ,"આ જગત એક આત્મ-તત્વ-રૂપ જ છે" (ઇદં સર્વ યદયમાત્મા)
એમ વેદાંત-શાસ્ત્રોમાં જો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું હોય,તો પછી,
તે પરમાત્માથી જુદું એવું તો બીજું શું હોય કે,જે તમારી પાસેથી જતું રહે-ને તમે તેનો શોક કરો?
જે અજ્ઞાની પુરુષો છે-તેઓ માટે જ આ સર્વ જગત બ્રહ્મના વિવર્ત-રૂપ છે.
બાકી,જ્ઞાની બ્રહ્મનિષ્ઠ પુરુષો તો "આનંદ-રૂપ પરબ્રહ્મ વિવર્ત-રહિત જ છે" એમ સમજીને રહે છે.

Jul 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-855

વાલ્મીકિ કહે છે કે-હે ભરદ્વાજ ઋષિ,વશિષ્ઠજી નાં બોધ-રૂપી વાક્યોને અનુસરનારૂ,
રામચંદ્રજીનું સર્વ વૃતાંત પહેલથી જ મેં તમને બતાવ્યું છે,
તે તમે "બુદ્ધિ વડે વિચારી લઇ તેનું મનન કરો" કેમ કે મારે પણ તમને અહી એ જ જાતનું કહેવાનું છે.આ સઘળું અવિધા (માયા) નો પ્રપંચ છે.તેમાં એક અણુમાત્ર સત્ય નથી.
ડાહ્યા પુરુષો તેનું વિવેચન કરી લે છે અને અવિવેકી પુરુષો તે સંબંધમાં માત્ર વિવાદ જ કર્યા કરે છે.
ચૈતન્ય-રૂપ-આત્માથી કશું ભિન્ન નથી,તો તમે એ ખોટા પ્રપંચ (માયા) માં શા માટે રોકાઈ રહો છો?

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-854

વસિષ્ઠ કહે છે-કે-તમે,યોગમાં સ્થિતિ રાખી,વાસના-રહિત-પણાથી,સિદ્ધિ-અસિદ્ધિ એ બંનેમાં સમાનતા રાખી,કર્મો કરો કે ના કરો.વિદ્વાન પુરુષો સંકલ્પની સ્ફૂર્તિ જ ના થવી તેને "યોગ" કહે છે.
કે જેમાં સર્વ ચિત્ત-વૃત્તિઓનો નિરોધ થઇ જવાથી ચિત્તનો ક્ષય થઇ જાય છે.
અને એ સ્થિતિ આત્માના સ્વાભાવિક સ્વરૂપની છે-એટલે તમે એ સ્થિતિમાં તન્મય થઈને સદાકાળ રહો.
(નોંધ-પાતંજલ યોગસૂત્ર નું પહેલું જ સૂત્ર છે-योगश्चितवृत्तिनिरोध ચિત્તની વૃતિ(સંકલ્પો)નો નિરોધ-તે યોગ)

Jul 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-853

હે રામચંદ્રજી,આ સંસાર તે હાથણીની રણભૂમિ છે,જેમાં મનુષ્ય વારંવાર જય-પરાજયનો અનુભવ કરે છે.
આ ઈચ્છા-રૂપી-હાથણી,બિચારા કૃપણ જીવ-સમૂહને મારી નાખે છે.
વાસના,ચેષ્ટા,મન,ચિત્ત,સંકલ્પ,ભાવના,સ્પૃહા-વગેરે એ "ઈચ્છા"ના જ પેટા-નામો છે.
સર્વત્ર પ્રસરી રહેલી,એ ઈચ્છા-રૂપી હાથણીને સર્વ પ્રકારે જીતી લેવી જોઈએ."અમુક પદાર્થ મને પ્રાપ્ત થાય" એવું મન થવું (ઈચ્છા થવી) એ જ સંસાર છે (કે જે સંસાર બંધન કરે છે)
અને તેની શાંતિ થવી (કોઈ પદાર્થની ઈચ્છા ના થવી) તે "મોક્ષ" છે.આટલામાં જ બધું "જ્ઞાન" આવી જાય છે.

Jul 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-852

નિરંતર અંદર જ ચિત્ત તલ્લીન થવાથી,કદાચ કોઈ સંજોગમાં તે ચિત્તની વૃત્તિ બહાર આવે,
તો પણ પરમ શાંતિ-પણાને લીધે,તે યોગી,નિંદ્રામાં હોય-તેવો દેખાય છે.
આ 'પાંચમી-ભૂમિકા'માં અભ્યાસ કરનારો,વાસના-રહિત યોગી,ક્રમે કરીને
'છઠ્ઠી-ભૂમિકા'માં જાય છે,જે 'તુર્ય' નામે ઓળખાય છે.કે
જેમાં,સત્તા-અસત્તા(દ્વૈત) ના રૂપનો વિભાગ રહેતો નથી.અહંકારનો ભાવ-અભાવ રહેતો નથી.
(હું છું કે હું નથી તેવો ભાવ કે અભાવ) સર્વ સંકલ્પ-રૂપ-મન-માત્ર દુર થઈને દ્વિત્વ-એકત્વ-વગેરે ભાવ પણ જતા રહી,તે યોગી કેવળ આત્મા(અદ્વૈત)માં જ એકચિત્તે કહેવાય છે.

Jul 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-851

હે રામચંદ્રજી,આ ઉપર બતાવેલી ત્રણ ભૂમિકા "જાગ્રત" એવા નામથી કહેવામાં આવે છે કેમ કે,તેમાં આ સર્વ દૃશ્ય બરાબર જાગ્રત અવસ્થાની પેઠે જ જોવામાં આવે છે.આ ત્રણ ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે,કે જેને જોવાથી,મૂઢ બુદ્ધિવાળા પુરુષમાં પણ મુમુક્ષુ-પણું ઉદય પામે છે.
જે પુરુષ કર્તવ્ય કર્મોનું સારી રીતે આચરણ કરે અને જે અકર્તવ્ય કર્મો (નિષિદ્ધ કર્મો) થી દુર રહે,તેમ જ ચાલુ વ્યવહારને અનુસરીને રહે, તે "આર્ય" કહેવાય છે.

Jul 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-850

બ્રહ્મમાં ચિત્ત-વૃત્તિનો લય થઇ જવા-રૂપી "સ્થિતિ" કે જે અંદરની કે બહારની વસ્તુઓના અવલંબન વિનાની છે,જે "સ્થિતિ"માં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પદાર્થો નથી,
જે "સ્થિતિ" દિશાઓ,આકાશ,પદાર્થ,અપદાર્થના અવલંબનથી રહિત છે,જે "સ્થિતિ" સ્વયંપ્રકાશ-વાળી,ચૈતન્ય-રૂપ,શાંત છે,આત્મા વિના બીજા પ્રકાશથી રહિત,અનાદિ છે,
અનંત છે,જન્મ-રહિત છે,નિર્વિકાર છે-તેવી "નિર્વિકલ્પ સમાધિ"માં રહેવું,"શ્રેષ્ઠ અસંગ" કહેવાય છે.

Jul 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-849

"વિચારણા" નામે કહેવાતી "બીજી ભૂમિકા" માં આવેલા યોગી શ્રુતિ,સ્મૃતિ અને સદાચારનું
તથા યમ-નિયમ-આદિ બીજાં સાધનરૂપ અંગો સહિત,ધારણા-ધ્યાન અને ધ્યાન-રૂપ કર્મને બતાવનાર યોગમાંર્ગનું અનુષ્ઠાન કરે છે,એના માટે, (યોગમાર્ગ) સંબંધી,સુંદર વિવેચન કરતા,શ્રેષ્ઠ પંડિતોનો શિષ્ય-રૂપે શરણાગત થઇ તે આશ્રય કરે છે અને તે શ્રેષ્ઠ પંડિત પદોનો અને તેના અર્થોનો જાણકાર હોવાથી,તેના મુખથી જ્ઞાન-શાસ્ત્રનું શ્રવણ કરી,કર્મકાંડ અને જ્ઞાનકાંડના અર્થને ગ્રહણ કરી લે છે.

Jul 1, 2017

Dongreji Maharaj-Life-Gujarati Book-ડોંગરેજી મહારાજ-જીવન-ગુજરાતી બુક

આ બુકની ઓડીઓ બુક બનાવી છે-જે સાંભળવા અહી ક્લિક કરો 

આ નીચેની બુક ફ્રી ડાઉનલોડ થઇ શકશે 
અને હાર્ડ કોપી -amazon.com  પર પબ્લીશ થયેલી છે.જોવા અહી ક્લિક કરો

Sarg-Visarg-Defination in Bhagvat and Chatu Shloki Bhagvat

ભાગવતના બીજા સ્કંધમાં-દશમા અધ્યાયમાં શ્લોક-૩-માં સર્ગ-વિસર્ગ ની ટૂંકમાં વ્યાખ્યા આપી છે.
 (જો કે અદ્વૈત મુજબ આ સર્ગ-વિસર્ગ ને "કલ્પના કે સંકલ્પ" જ કહેવામાં આવે છે-અને એટલે જ "જગત મિથ્યા" કહ્યું છે)

સર્ગ
બ્રહ્મ (ઈશ્વર કે પરમાત્મા-કે જે નિર્ગુણ નિરાકાર છે) ની "પ્રેરણા" (કે સંકલ્પ-કે કલ્પના) થી,
ગુણો (સત્વ-રજસ-તમસ) માં ક્ષોભ થતાં અને તેનું રૂપાંતર થતાં,
પંચમહાભૂતો (આકાશ-વાયુ-પૃથ્વી-અગ્નિ-જળ) તન્માત્રાઓ (શબ્દ-સ્પર્શ-વગેરે)
ઇન્દ્રિયો (જ્ઞાનેન્દ્રિયો) અહંકાર અને મહતતત્વ (બુદ્ધિ) ની ઉત્પત્તિ થાય છે તેને "સર્ગ" કહે છે.

વિસર્ગ
વિરાટ-પુરુષ (પુરુષ-બ્રહ્મ-ઈશ્વર કે પરમાત્મા) થી ઉત્પન્ન થયેલા બ્રહ્મા-વડે,જે જુદી જુદી જાતની
જડ-ચેતન સૃષ્ટિનું નિર્માણ થાય છે,તેનું નામ "વિસર્ગ"
............................................................................................
ચતુશ્લોકી (ચાર શ્લોકનું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )

૧----સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો 
        (હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )                                                  
    ---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
    ---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.
       ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.......( ૨/૯/૩૨ )

૨.---”માયા“ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રયપણું ) દેખાતું નથી.
   ---જેવી રીતે  શરીરના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.....................................(૨/૯/૩૩)
      (નોધ - શરીર ના ધર્મો-કે-દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
                                                  પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)

૩.---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'  માં સૃષ્ટિ ની પછી
       દાખલ થયેલા છે અને 
( જે દેખાય  છે)
      તે -દાખલ થયેલા પણ નથી ( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
   ---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થોમાં રહ્યો છું-અને-નથી પણ રહ્યો …..........(૨/૯/૩૪ )

૪.---આવી મારી “ સર્વત્ર “ સ્થિતિ છે.
     --આત્મા-નું તાત્વિક સ્વરૂપ  જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે 
-
     ---જે વસ્તુ -અન્વય  ( આત્માનું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
        અને 
     --અતિરેક  ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક કે આ બ્રહ્મ  નથી-આ બ્રહ્મ નથી )
        થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે  આત્મા છે. ...............................................................( ૨/૯/૩૫ )

Shiv-Lilamrut-Dongreji-Santram Mandir

This book is for Archive and online reading only-not downloadable


Sanr Bhakt-Charitra-Santram Mandir

This book is for Archive and online reading only-not downloadable


Donreji Maharaj-Amrutvaani-Book-Santram Mandir

This book is for Archive and online reading only-not downloadable