Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 13, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૬
લક્ષ્મણજી, શ્રીરામને પૂછે છે કે-જ્ઞાન શું ને વૈરાગ્ય શું?માયા શું અને બ્રહ્મ શું?ઈશ્વર શું અને જીવ શું? શું કરવાથી આપનાં ચરણમાં પ્રીતિ થાય અને શોક-મોહ હટે ?
શ્રીરામચન્દ્રજી એ લક્ષ્મણજીના પ્રશ્નોના જવાબમાં જે ઉપદેશ કર્યો,તેણે સંતો “રામ-ગીતા” પણ કહે છે.શ્રીરામે બહુ જ થોડા શબ્દોમાં ગૂઢ વાત કહી નાંખી છે.
Nov 12, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૫
અગસ્ત્ય વિષેની બીજી કથા એવી છે કે-મહાસાગર મહાઅભિમાની બની ગયો હતો અને તે કોઈની આણ કે આમન્યા રાખતો નહોતો.તેથી અગસ્ત્યને ગુસ્સો ચડ્યો.અને તેઓ મહાસાગરને અંજલિમાં લઈને પી ગયા.અગસ્ત્યની આગળ મહાસાગર રાંક બની ગયો,અને મહાસાગર પાર કરી અગસ્યમુનિને ટાપુઓમાં થાણાં નાખવામાં (આશ્રમો સ્થાપવામાં) સાગરનો પ્રવાસ સરળ થયો એમ આ કથાનું હાર્દ છે.
Nov 11, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૪
અને ત્યાં ઉંચા આસન પર બેસાડી મુનિએ તેમની પૂજા કરી.અને બે હાથ જોડી ને પ્રાર્થના-સ્તુતિ કરતાં કહ્યું કે-હે,પ્રભુ,આપનો મહિમા અપાર છે,મારી બુદ્ધિ અલ્પ છે,સૂર્યના આગળ આગિયા જેવી મારી બુદ્ધિ આપની કિસવિધ સ્તુતિ કરી શકે? અગ્નિ વનને બાળે તેમ તમે અમારા મોહને બાળો છે.સૂર્ય કમળને પ્રફુલ્લિત કરે તેમ તમે અમ સંતોને પ્રફુલ્લિત કરો છો.
ગરુડ સર્પને ગળી જય છે તેમ તમે અમારા ગર્વને ગળી જાઓ છો.તમે નિર્ગુણ છો અને સગુણ પણ છો,સમ છો ને વિષમ પણ છો,તમે જ્ઞાનથી પર,ઇન્દ્રિયોથી પર,અને વાણીથી પણ પર છો.
સંસાર સાગરના તમે પુલ છો.તમે બળ-ધામ છો,ધર્મનું કવચ છો.
હે,રામ તમે અવિનાશી અને સર્વ-વ્યાપક છો,આપ મારા હૃદયને તમારું ઘર કરીને રહો.
હે,રામ તમે અવિનાશી અને સર્વ-વ્યાપક છો,આપ મારા હૃદયને તમારું ઘર કરીને રહો.
Nov 10, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૩
શ્રીરામચંદ્રજી શરભંગમુનિના આશ્રમમાં પધાર્યા છે તે જાણી ઘણા ઋષિ-મુનિઓ તેમના દર્શન કરવા ભેગા થયા. તે બધા જુદે જુદે રહીને તપસ્યા કરતા હતા,તેમણે રાક્ષસોના ત્રાસની વાત રામજીને કરી.અને કહ્યું કે-હવે અમારાથી આ ત્રાસ સહન થતો નથી,તમે અમારું રક્ષણ કરો.અમે તમારા શરણે છીએ.આ સાંભળી શ્રીરામે કહ્યું કે-હે મુનિવરો,તમે નિશ્ચિંત રહો,બહારથી જોતાં હું પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યો છું,પણ અંદરથી જોતાં,હું રાક્ષસોનો સંહાર કરી,તમને સુખી કરવા જ વનમાં આવ્યો છું.રાક્ષસોનો સંહાર કરી તમને સુખી કરવા એ મારું કર્તવ્ય છે,એમ માનીને જ મેં આ દંડકારણ્યમાં પ્રવેશ કર્યો છે,આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું રાક્ષસોને હણીશ.રામચંદ્રે આવી ભીષણ પ્રતિજ્ઞા લઈને ઋષિ-મુનિઓ ને આશ્વાસન આપ્યું.
Subscribe to:
Comments (Atom)



