Dec 3, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૩

સતીએ કહ્યું કે-પિતાને ત્યાં પુત્રી નિમંત્રણ વગર પણ જઈ શકે છે.
શિવજી કહે છે કે-જઈ શકે છે,પણ પરસ્પર સ્નેહ ભાવ હોય તો. પરંતુ જ્યાં વેરભાવ છે,
જ્યાં સામાનું અપમાન કરવાની વૃત્તિ છે,ત્યાં આગળ વગર તેડે જવામાં હિત નથી.તેમ છતાં સતીએ હઠ કરી-એટલે શિવજીએ તેમને રજા આપી.અને પોતાના અનુચરોને સાથે જવાની આજ્ઞા કરી.સતી પિતાને ઘેર ગયા,પણ પિતાએ તેમની તરફ નજર સુધ્ધાં ના કરી.

Dec 2, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૨

શ્રીરામની પરીક્ષા કરવા સતીએ,સીતાજીનું રૂપ લીધું.ને શ્રીરામના રસ્તામાં જઈને એ ઉભા.એમને એવી ખાતરી હતી કે શ્રીરામ મનુષ્ય છે એટલે મને સીતાજી જ સમજી લેશે એટલે એમણે બીજી કોઈ બાજુનો વિચાર કર્યો જ નહિ.રામ અને લક્ષ્મણની નજર તેમના પર પડી.લક્ષ્મણને ઘડીક ભ્રમ થયો કે સીતાજી જ છે.પણ રસ્તામાં સતીજીને ઉભેલા જોઈ ને રામ એ રસ્તો છોડી ને બીજે રસ્તે ચાલવા લાગ્યા.ત્યારે સતીજીને થયું કે-અતિશય દુઃખ ને લીધે તેઓ મારા સીતાજીના રૂપને ઓળખી શક્યા નહિ હોય.

Dec 1, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૧

શ્રીરામને લક્ષ્મણજી કહે છે કે-હે,મોટાભાઈ,ચંદ્રમાં એક ગુણ છે-શોભા,સૂર્યમાં એક ગુણ છે-તેજ,વાયુમાં એક ગુણ છે ગતિ,અને પૃથ્વીમાં એક ગુણ છે –ક્ષમા.પણ તમારામાં તો ચારે ગુણ છે,ઉપરાંત તમારામાં એક ગુણ વધારે છે તે યશ. તમે જો દુઃખ સહન નહિ કરો તો,પછી દુનિયામાં દુઃખ સહન કરવાનું કોઈને કહેવા જેવું રહેશે નહિ, જગત તો આપત્તિઓથી ભરેલું છે,આપત્તિઓ કોના પર નથી આવતી? 

Nov 30, 2021

Bhaj Govindam Stotra-Gujarati-with Gujarati translation-ભજગોવિંદમ (ચર્પટ મંજરીકા) સ્તોત્ર-ગુજરાતી અનુવાદ સાથે


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૦

રાધાજીના મંદિરમાં કોઈ પુરુષને પ્રવેશવાની મનાઈ હતી,એક વાર રાધાજીએ શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા કરી.શ્રીકૃષ્ણ વિચારે છે કે-હું પીતાંબર પહેરીને જઈશ તો રાધાજી ના મંદિરમાં કોઈ પ્રવેશવા નહિ દે.એટલે તેમણે સ્ત્રીનાં વસ્ત્રો પહેર્યા,અને રાધાજીની સખી બનીને મંદિરમાં ગયા.આમ પરમાત્મા જુદા જુદા સ્વરૂપે,અનેક લીલાઓ કરે છે.
એટલે કહ્યું છે કે-પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે ને સગુણ સાકાર પણ છે.