Mar 10, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૦

શિવજી કહે છે કે-હે,પાર્વતી,કાક-ભુશુંડી એવી સરસ કથા કરે છે કે-મને પણ એકવાર એ કથા સાંભળવાનો લોભ થયો,ને હંસનું રૂપ ધારણ કરીને મેં પણ એ કથા સાંભળી,
ભગવાન વિષ્ણુનો ગરુડ પણ એ કાકના મુખેથી કથા સાંભળી ધન્ય થઇ ગયો...!!
પાર્વતીજીને આ વાત સાંભળી ભારે આશ્ચર્ય થયું,તેમણે કહ્યું-કાગડો અને તે હરિભક્ત? નવાઈની વાત!!

Mar 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૯

શ્રીરામ કહે છે –બધા શાસ્ત્રો કહે છે કે આ મનુષ્ય શરીર દેવોને પણ દુર્લભ છે.મહાભાગ્યથી તે મળે છે.આ શરીર એ મોક્ષનું દ્વાર છે,માનવ શરીર ધારણ કર્યા પછી,જેણે એનો સદુપયોગ ના કર્યો,એ પરલોકમાં દુઃખ પામે છે ,ને તેને પાછળથી માથું પછાડીને પસ્તાવાનો વારો આવે છે.આ શરીર વિષય-ભોગ ભોગવવા માટે નથી મળ્યું.આ સંસારના ભોગો ક્ષણિક છે.દુઃખના દેનારા છે.અરે,સ્વર્ગના ભોગો પણ ક્ષણિક અને અંતે તો,તે પણ, દુઃખો ને દેનારા જ છે.એટલે મનુષ્ય શરીર મેળવી જે લોકો વિષય-ભોગમાં મન જોડે છે,તેઓ અમૃતને બદલે વિષ લે છે.પારસમણિને છોડીને જે ચણોઠી લે,તો તેને કોણ બુદ્ધિશાળી કહેશે? 

Mar 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૮

દુષ્ટોના દિલમાં ઈર્ષાની આગ હોય છે,પારકી સંપત્તિ જોઈને એ આગ ભભૂકે છે,
પોતે પારકાની નિંદા કરે છે અને પારકી નિંદા થતી હોય તો તેમને તે સાંભળવી ગમે છે.તે દુષ્ટોને કોઈની સાથે વેર બાંધવા કોઈ કારણની જરૂર નથી પડતી,વગર કારણે તેઓ વેર બાંધે છે.સજ્જન ગમે તેટલી ભલાઈ કરે પણ દુર્જન તો બુરાઈ જ કરવાનો.દુષ્ટોનું લેવાનું જુઠ્ઠું,દેવાનું જુઠ્ઠું,ને તેમનું ભોજન પણ જુઠ્ઠું.”ઝૂઠઈ લેના,ઝૂઠઈ દેના, ઝૂઠઈ ભોજન” 

Mar 7, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૭

નિર્વિશિષ્ટ (નિરાકાર) બ્રહ્મની કોઈ પૂજા કરી શકતું નથી,
પૂજા તો “શક્તિ-વિશિષ્ઠ” (સાકાર) બ્રહ્મની જ થાય છે.
મહાત્માઓ કહે છે કે-પાણીમાં રહેલા માછલાને પાણીની ઠંડક મળે છે,પણ તેને પાણી પીવા,પાણીની બહાર આવવું પડે છે,પાણી માં રહેવા છતાં માછલી “પ્યાસી” રહે છે,એમ (નિરાકાર) બ્રહ્મ-રસમાં મગ્ન બનેલા મહાત્માઓની હાલત “પાનીમેં મીન (માછલી) પિયાસી” જેવી છે.તેમને અગાધ શાંતિ મળે છે પણ આનંદ મેળવવા માટે બ્રહ્મ-રસમાંથી બહાર નીકળી ભક્તિરસમાં આવવું પડે છે.ભક્તિરસ પીવો પડે છે.

Mar 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૬

વનમાં જવાની વાત પર જો શ્રીરામે જનતાના મત લીધા હોત તો –
મંથરા ને કૈકેયી ના બે મત સિવાયના બધા મત તેમને ગાદીએ બેસવાના મળત!!
પણ સાચે તો -રામરાજ્યમાં –એ બે મત પણ વિરુદ્ધમાં ના હોવા જોઈએ.
અરે,માનો કે-સર્વ સંમતિ હોય,ને કદાચ કૈકેયીને મંથરા કહે કે –રામ તમે ગાદી પર બેસો,
તો યે રામરાજ્ય ન થાય..!! રામ રાજ્યમાં કોઈ સત્તાના સ્વામી નથી.
રામરાજ્ય કોઈ વ્યક્તિની ભલાઈ કે બુરાઈ પર આધાર રાખતું નથી,પણ રામ-રાજ્ય એ “ધર્મ” નું રાજ્ય છે.”ત્યાગ” નું રાજ્ય છે.બીજાનું દુઃખ પોતાને માથે ઉપાડી લઇને પોતાનું સુખ વહેંચવાનું રાજ્ય છે.