હે,ગરુડજી,શ્રીરામે ભક્તોને માટે મનુષ્ય-દેહ લીધો છે.આ બધી તેમની લીલા (માયા) છે.
શ્રીરામ એ કુશળ નટ (અભિનેતા-નાટ્ય-કલાકાર) છે,જેવો વેશ લીધો છે તેવો જ ભાવ તે બતાવે છે,તેથી જોનારા મોહે છે,ને નાટક ને સાચું માની લે છે.પણ શ્રીરામ પોતે સ્વસ્થ છે.અલિપ્ત છે.જેને આંખે કમળો થયો છે તે ચંદ્રમાને પીળો કહેશે,અને જેને દિશા-ભ્રમ થયો છે તે સૂરજને પશ્ચિમમાં ઉગ્યો છે તેમ કહેશે,નૌકામાં બેઠેલો માણસ પોતે સ્થિર છે ને જગત ચાલે છે તેમ કહેશે,અને ફૂદડી ફરતો બાળક,ઘર ફરે છે તેમ કહેશે.પણ આ બધા જેમ ખોટા છે –તેમ-શ્રીરામ માયા-વશ છે તેવું કહેનારા પણ ખોટા જ છે.