હર શ્વાસે,દિલની ધડકન વધી રહી,
શું તારા આગમનના એ ઍંધાણ છે?
થડકાટ દિલનો શાંત થતો,અનિલ,
શું ખરેખર તે,સન્મુખ તો નથી થયો?
કંઠથી ના પુકારી શકું,રોમાંચ થયો ઘણો,
નથી નેત્ર સામે.તે પણ નેત્રો અશ્રુસભર થયાં.
(ભક્તિ-સૂત્રો લખતી વખતે થયેલ પ્રેરણા)
અનિલ
8-25-2022
હર શ્વાસે,દિલની ધડકન વધી રહી,
શું તારા આગમનના એ ઍંધાણ છે?
થડકાટ દિલનો શાંત થતો,અનિલ,
શું ખરેખર તે,સન્મુખ તો નથી થયો?
કંઠથી ના પુકારી શકું,રોમાંચ થયો ઘણો,
નથી નેત્ર સામે.તે પણ નેત્રો અશ્રુસભર થયાં.
(ભક્તિ-સૂત્રો લખતી વખતે થયેલ પ્રેરણા)
અનિલ
8-25-2022
II युधिष्ठिर उवाच II मांधाता राजशार्दूलस्रिपु लोकेषु विश्रुतः I कथं जातो महाब्रह्मन् यौवनाश्वो नृपोत्तमः II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'હે મહાબ્રાહ્મણ,ત્રણે લોકોમાં વિખ્યાત અને રાજાઓમાં સિંહ સમાન એ રાજેન્દ્ર માંધાતા,કેવી રીતે યુવનાશ્વનો પુત્ર થયો? વળી,જે મહાત્માને વિષ્ણુની જેમ ત્રણે લોક વશ હતા,તે કેવી રીતે જન્મ પામ્યો હતો?
તેનું નામ માંધાતા શાથી પડ્યું હતું? તેનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું,તમે આ કહેવામાં કુશળ છો.
માધવની મૂર્તિ પર મોહી,મીરા સજળ નયને રોઈ,
રે ફકીરા,તડપાવે શાને? માધવ મારો મને દઈ દેઈ.
માન્યો નહિ ને ચાલી ગયો ફકીરો,મૂર્તિ સંગમાં લેઇ,
અન્ન જળ છોડ્યા મીરાંએ,રોઈરોઈ માધવ વિરહી થેઇ.
આવ્યા માધવ સ્વપ્નમાં,રે ફકીરા,શાની રાખે છે ઠેસ?
સાચવનાર તું હતો મૂર્તિનો,જા,જઈને મીરાને જ દઈ દેઈ.
દોડ્યો ફકીરો,પડ્યો પગે મીરાંને,મોહન મૂર્તિ દેઇ,
હૃદયે ચાંપી,બની બાવરી મીરાં,બાલા જોગણ થેઈ
અનિલ
જૂન-16-2023