Dec 1, 2012

રામાયણ-૧૦

      PREVIOUS PAGE
     NEXT PAGE

વશિષ્ઠ જી એ-મોક્ષ-મંદિર ના ચાર દરવાજા બતાવ્યા છે.
(૧) શુભેચ્છા –શુભ પરમાત્મા ને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે.
(૨) સંતોષ-   જે કંઈ મળ્યું છે-તેમા સંતોષ માનવો.
(૩) સ્વરૂપાનુસંધાન –પોતાના સ્વ-રૂપ ને ભૂલવું નહિ.લક્ષ્ય ને ભૂલે તે ચોર્યાસી લાખ ના ચક્કરમાં ભમે છે.
(૪) સત્સંગ- થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુ ની આત્મીયતા-સાનિધ્ય રહે છે.

વશિષ્ઠે કહ્યું-કે- “આ ચાર યાદ રાખો-તો-મોક્ષ સુલભ છે. સંસાર છોડવાની જરૂર નથી.”
રામજી ને –વશિષ્ઠે એવો બોધ આપ્યો છે-કે-શ્રવણ કરતાં રામજી ને ત્રણ દિવસ સુધી સમાધિ  લાગી છે.

વશિષ્ઠ ના ઉપદેશ થી રામચંદ્રજી નો –વૈરાગ્ય- દૂર થયો છે. રામજીનું સોળમું વર્ષ પૂરું થયું છે

તે વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતાં હતા. વિશ્વામિત્ર ક્ષત્રિય હોવાં છતાં તપ ને પ્રતાપે બ્રહ્મર્ષિ થયા હતા.
સાધારણ રીતે નિયમ એવો છે-કે-મૃત્યુ પછી જ જાતિ બદલાય છે.પણ ગાયત્રી મંત્ર નો સતત જપ કરવાથી,
વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ થયા હતા.તેમના યજ્ઞ માં મારીચ-સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતાં હતા.

વિશ્વામિત્રે વિચાર્યું-રાક્ષસો નો નાશ રામજી કરી શકશે.અને રામજી ના દર્શન પણ થઇ જશે. એટલે
રામજી ને લેવા વિશ્વામિત્ર અયોધ્યા માં આવ્યા છે.

ભાગવત માં રામજી ની બાળલીલા નુ વર્ણન નથી પણ રામચરિત્ર નો આરંભ આ પ્રસંગ થી કર્યો છે.

સરયુગંગા માં સ્નાન કરી વિશ્વામિત્ર દશરથ મહારાજ ના દરબારમાં આવ્યા છે.
વિશ્વામિત્ર ગાયત્રી મંત્ર ના આચાર્ય છે. કોઈના પણ ઘેર-વગર આમંત્રણે –જેને ગાયત્રી નાં ચોવીસ પુનશ્ચરણ
કર્યા છે તેવો કોઈ બ્રાહ્મણ આવે તો –સમજવું કે તેનું કલ્યાણ થવાનું છે.
દશરથ રાજા ઉઠી ને ઉભા થયા છે,વંદન કર્યું છે અને મુનિ નુ પૂજન કરે છે.અને કહે છે-કે-
“વડીલો ના પુણ્ય-પ્રતાપે તમારાં જેવા ઋષિ મારા ઘેર પધાર્યા,મારું ઘર આજે પાવન થયું છે,
કહો આપની હું શું સેવા કરી શકું ?” દશરથ જી એ આ પ્રમાણે પ્રાર્થના કરી છે.

વિશ્વામિત્રે આશીર્વાદ આપી કહ્યું-કે-રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે-તેથી રામ-લક્ષ્મણ ને મારા
યજ્ઞ નુ રક્ષણ કરવા મને આપો.

પવિત્ર બ્રાહ્મણ –માત્ર એક પરમાત્મા ને જ માગે છે-બીજું કશું નહિ. રામજી પરમાત્મા છે.
વિશ્વામિત્રે રામજી ની માગણી કરી એટલે દશરથ ગભરાયા છે-“મારા રામજી ને લઇ જશે ?”

દશરથજી કહે છે-કે- “મહારાજ આપે યોગ્ય માગ્યું નથી, વૃદ્ધાવસ્થા માં તમારા બધાના આશીર્વાદ થી મારે ઘેર ચાર બાળકો થયાં છે, અને ચારે બાળકો માં મારો રામ મને પ્રાણ કરતાં વધુ પ્યારો છે,રામ વગર મને ચેન પડતું નથી,તેને મારી આંખો થી દૂર ન કરો, ગુરુજી તમને શું કહું ?રામ મને નિત્ય બે વાર સાષ્ટાંગ પ્રણામ કરે છે,મારી આજ્ઞા નુ પાલન કરે છે, રામ જેવો પુત્ર જગતમાં થયો નથી અને થવાનો નથી,
મારો પુત્ર છે એટલે મને વહાલો લાગે છે તેવું નથી પણ શત્રુઓને પણ તે વહાલો લાગે છે.
નાના ભાઈઓ પર તેનો પ્રેમ અલૌકિક છે,બહુ ભોળો છે,ખુબ મર્યાદા પાલન કરે છે,મારા રામ માં સર્વ
સદગુણો ભેગા થયા છે,મારો રામ હજુ બાળક છે,રાક્ષસો ને કેવી રીતે મારી શકશે ? ”
રામના વખાણ કરતાં દશરથ નુ હૃદય ભરાયું છે.
“જેમ જળ વિના માછલી જીવી શકે નહિ તેવી જ રીતે રામ વિના હું જીવી શકીશ નહિ, મારો રામ મારાથી
દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહિ,ગુરુજી,તમે માગો તો રાજ્ય મારા પ્રાણ આપું પણ રામ સિવાય તમે જે
માગો તે હું આપવા તૈયાર છું.મારી વિનંતી છે-મારા રામ ને મારાથી દૂર ન કરો”

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૯


      PREVIOUS PAGE
     NEXT PAGE

પછી રામચંદ્રજી ૧૬ વર્ષ ની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો.

મરણ માટે જીવ નો જન્મ થાય છે,અનાદિ કાળ થી આ જીવ સંસાર માં રખડે છે, આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડી ને જવું છે”

રામજી ની આ દશા જોઈ-દશરથજી ને ચિંતા થઇ, તેઓએ વશિષ્ઠજી ને વાત કરી.
રામજી નો વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજી એ રામજી ને ઉપદેશ કર્યો છે. જે “યોગ-વશિષ્ઠ” માં આપેલો છે. યોગ-વશિષ્ઠ નું પહેલું પ્રકરણ –વૈરાગ્ય- નું છે,તે અતિ ઉત્તમ છે-એક વખત તે વાંચવું જ જોઈએ.
બીજું  બધું ન વંચાય-તો-પહેલું પ્રકરણ વંચાય તો પણ ઘણું.

આજે જે ખીલ્યું છે તે કાલે ખરવાનું છે-આજે જે સુંદર દેખાય છે-તે કાલે કરમાવાનું છે.
સંસારના ખોટાં સુખ પાછળ –માનવ જીવન બગાડે તે અજ્ઞાન છે.
સંસારના વિષયો માં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી-ભક્તિ વધતી નથી.

વશિષ્ઠ રામ ને કહે છે-કે- તમે શું છોડવા માગો છો ? જગતને (સંસાર ને) છોડવાની જરૂર નથી.
છોડી ને ક્યાં જશો ? જ્યાં જાવ ત્યાં જગત છે.
સંસારના વિષયો સુખ આપે છે- તે સમજ છોડો, વૈરાગ્ય અંદર રાખો.
બહિરંગ નો (બહારનો) કરેલો ત્યાગ એ સાચો ત્યાગ નથી, અંતરંગ (અંદર) નો ત્યાગ સાચો છે.
ત્યાગ એ મન થી કરવાનો છે-સંસારમાં સાચું સુખ નથી-એમ માની ને –સંસારમાં રહેવાનું છે.

સંસાર બંધન કરતો નથી,મમતા બંધન કરે છે. મન સંસારનું ચિંતન કરે ત્યાં સુધી જીવે છે.
દીવા માં તેલ ના નાખો તો દીવો શાંત થશે.
સંસાર મનોમય છે.સ્વ-રૂપ નું (આત્માનું) ભાન થયા પછી-મન નો સંસાર સુખ-દુઃખ આપતો નથી.
દુઃખ એ ખોટું છે-અને સુખ પણ ખોટું છે.

રાગ-દ્વેષ થી નવું પ્રારબ્ધ પેદા (ઉભું) થાય છે.
પ્રારબ્ધ ભોગવવું –પણ નવું પ્રારબ્ધ ઉભું ન થાય તે માટે કાળજી રાખવી.
ભગવદ-ઇચ્છાથી, પ્રારબ્ધ થી જે વ્યવહારનું કાર્ય પ્રાપ્ત થયું છે-તે
પરમાત્મા નું અનુસંધાન રાખી ને કરવાનું છે.

વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું નથી,પણ ઘરમાં રહેલી એક એક વસ્તુ ની આસક્તિ થી-બાધક થાય છે. સંસાર દુઃખ આપતો નથી-સંસારની આસક્તિ દુઃખ આપે છે.
પ્રારબ્ધ થી જે પ્રાપ્ત થયું છે –તે પ્રભુની પ્રસાદી માની અનાસક્તપૂર્વક ભોગવો-તો તેમાં વાંધો નથી.
જેના રાગ (આસક્તિ) નિવૃત્ત થઇ ગયા છે-તેને માટે ઘર જ તપોવન છે.

હે,રામ. રાજમહેલ છોડશો –તોપણ ઝૂંપડી ની જરૂર પડશે. સારાં કપડા પહેરવાનું છોડી દો તો પણ લંગોટી ની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો તો પણ કંદમૂળ ની જરૂર પડશે-જ.
જ્યાં સુધી લંગોટી ની જરૂર છે-ત્યાં સુધી સંસાર છૂટતો નથી.
વ્યવહાર તેનો છૂટે જેને ઈશ્વર સિવાય કાંઇ જોઈતું નથી.
માટે રાજ્ય છોડવાની જરૂર નથી,કામ,ક્રોધ,લોભ,આસક્તિ છોડવાનાં છે.

વૈરાગ્ય અંદર હોવો જોઈએ-જગતને બતાવવા માટે નહિ,સાધુ થવાની જરૂર નથી,સરળ થવાની જરૂર છે.
મનોનાશ એ જ મુક્તિ છે.મન વિષયોનું ધ્યાન કરે છે-ત્યારે જીવે છે, મન જયારે પરમાત્માનું ધ્યાન કરે છે-ત્યારે તે પરમાત્મા માં મળી જાય છે. જન્મ મરણ નું કારણ મન છે.મન નથી તો સંસાર નથી.
વશિષ્ઠજી કહે છે-આપ તો પરમાત્મા છો-આપ તો લીલા કરો છો


      PREVIOUS PAGE
     NEXT PAGE






રામાયણ-૮

      PREVIOUS PAGE
     NEXT PAGE


ભારતભૂમિ એ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.

અભિમાન મૂરખા ઓ  ને ત્રાસ આપતું નથી,
પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.
માન ની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામ માં ભગવાન ને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.
ભરતજી કૈકેયી ને કહે છે- કે મા,મોટાભાઈ સમર્થ છે પણ મને માન આપે છે.

રામજીએ બાળલીલા માં પણ મર્યાદા નો ભંગ કર્યો નથી. રામજી ની બાળલીલા સરળ છે.
મા પાસે પણ કંઈ માગતા નથી,કે મા ને કદી પજવ્યાં નથી.

કન્હૈયા એ વિચાર કર્યો-કે રામાવતાર માં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું –એટલે દુઃખી થયો.
હવે કૃષ્ણાવતાર માં મર્યાદાનું પાલન નહીં કરું.કન્હૈયો મા ને પજવે છે.
“મા તું મને છોડીને જઈશ નહિ,તું ઘરકામ છોડી ને મને જ રમાડ્યા કર”

રામ નો અવતાર –મર્યાદા પુરુષોત્તમ નો છે,કૃષ્ણાવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. કૃષ્ણ લીલા માં પ્રેમ છે.

કન્હૈયો કહે છે-કે-રામાવતાર માં બહુ મર્યાદાઓ પાળી,સરળ રહ્યો પણ જગતે મારી કદર કરી નહિ,
એક-પત્નીવ્રત પાળ્યું-તો પણ જગતે મારી નિંદા કરી,. આ કૃષ્ણાવતાર માં મેં મર્યાદાઓ ને ખીંટી એ
મૂકી દીધી છે. હું હવે પુષ્ટિ પુરુષોત્તમ છું, જીવ મારી પાસે આવે તો હું તેને અપનાવવા તૈયાર છું.

શ્રીકૃષ્ણ ની બાળલીલા બહુ અટપટી છે,લાલાજી કૃપા કરે તો જ તે સમજાય.
રામજી ને કોઈ ઘેર આવવાનું આમંત્રણ આપે તો તેઓ કહે છે-કે- હું માતાજી ની આજ્ઞા માં છું,
મા કહેશે તો આવીશ.
કન્હૈયો તેવું કહેતો નથી. તે તો વગર આમંત્રણે આવે છે.કનૈયો બધાને ઘેર જતો નથી, જે ઘરનો તે ધણી
હોય –તેના ઘેર જાય છે. જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે તેના ઘેર જાય છે.

કૃષ્ણલીલા માં અલૌકિક શુદ્ધ પ્રેમ છે,રામજી ની લીલા માં વિશુદ્ધ મર્યાદા છે.
મર્યાદા વગર પ્રેમ થાય નહિ, તેથી રામજી ની કથા પહેલી કરી છે.
કૃષ્ણ ને તે-જ સમજી શકે જે રામજી ની મર્યાદા સમજી શકે.

રામજી ની બાળલીલા બહુ ઓછી છે.
રામજી સૂર્ય ઉગતાં પહેલાં ઉઠે છે,સ્નાન કરી માતપિતાને વંદન કરે છે,
રામાયણ માં લખ્યું છે-કે-રામજી સૂર્યનારાયણ ને અર્ઘ્ય  આપે છે. સંધ્યા કરે છે.
જગતને સઘળું શિક્ષણ આપવા રામ કામ કરે છે-“ હું ઈશ્વર છું,છતાં સૂર્ય ની ઉપાસના કરું છું”

તે પછી-રામચંદ્રજી વશિષ્ઠ ઋષિ ને ત્યાં આશ્રમમાં ભણવા ગયા છે. જેના શ્વાસ માંથી વેદો પ્રગટ થયા છે-
તે પરમાત્મા વેદો ભણવા ગયા છે. પ્રાચીન કાલ માં મર્યાદા હતી કે-મોટા રાજા નો દીકરો હોય પણ કોઈ
ગુરૂ રાજમહેલ માં ભણાવવા આવે નહિ.શિષ્યે ગુરૂ ને ત્યાં ભણવા જવું પડતું.
પ્રાચીન કાળમાં રાજા ના પુત્રો પણ ગુરુકુળ માં રહેતા. વિદ્યા સાથે સંયમ,સદાચારનું શિક્ષણ મળે તો-
વિષય સફળ થાય છે. ઋષિઓ સંયમ અને સદાચારી હતા –એટલે-તે ગુણો શિષ્યો માં પણ આવતા.

સંસાર એ માયામય છે-આ માયામાં આવ્યા પછી-ઈશ્વરને પણ ગુરૂ ની જરૂર પડી છે.
શ્રીરામ એ પરમાત્મા છે-તેમણે માયા નો સ્પર્શ થાય નહિ-છતાં જગતને બતાવવા ગુરૂ ને ત્યાં  જાય છે.
ગુરૂ ની સેવા કરી જ્ઞાન સંપાદન કર્યું. સદગુરૂ પાસેથી મેળવેલું જ્ઞાન –વિનય અને વિવેક લાવે છે.
રામજી વિદ્યાભ્યાસ કરી ને ઘેર આવ્યા છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૭

      PREVIOUS PAGE
     NEXT PAGE

ભગવાન શંકર -રામાયણ ના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણ ની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણ નો પાઠ કરવો છે.
રામાયણ ના શ્લોક ના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.
તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજી ને ઝગડો ગમતો નથી.

જ્યાં યુદ્ધ નથી,સ્વાર્થ નથી,વાસના નથી,વિષમતા નથી-એ જ અયોધ્યા છે.
જયારે કૈકેયી ના મનમાં વિષમતા,સ્વાર્થ અને વાસના જાગશે –ત્યારે રામ અયોધ્યા છોડી જશે.

શિવજી ના દરબાર માં બળદ અને સિંહ –સાથે બિરાજે છે.
શિવજી નું વાહન નંદિકેશ્વર (બળદ) અને પાર્વતી જી નું વાહન સિંહ છે.
ગણપતિનું વાહન ઉંદર,કાર્તિકેય નું વાહન મોર છે,અને શિવજી ના ગળામાં સર્પ છે.
બધા સામસામા –જન્મસિદ્ધ વેર વાળા પશુઓ વેર-ઝેર ભૂલી -સાથે બેઠા છે.

શિવજી એ કહ્યું કે શ્લોક એક છે- અને લેનાર ત્રણ છે.
શ્લોક અનુષ્ટુપ છંદ માં હતો,તેના અક્ષરો હતા બત્રીશ. એક એક ને દશ –દશ અક્ષરો આપ્યા.
બે અક્ષર વધ્યા-તે શિવજી એ કહ્યું-કે આ બે અક્ષરો હું કોઈને આપીશ નહિ,તે મારા કંઠ માં રાખીશ.

આ બે અક્ષરો છે –તે રામ નું  નામ. સર્વ વેદો નો સાર છે-રામ-નામ.
રામનામ અમૃત કરતા પણ મધુર છે, રામનામ ભવ-રોગ ની દવા છે.
શંકરદાદાને શ્રી ની જરૂર નહિ-એટલે એકલું રામનામ જપે છે, સંસારીઓ એ “શ્રીરામ” નો જપ કરી શકાય.

ભગવાન શંકર રામાયણ ના પ્રધાન આચાર્ય છે. શિવજી જગત ને બતાવે છે-કે-
“ઝેર પી ગયો પણ કંઠ માં રામ-નામ ના પ્રતાપથી ઝેર અમૃત બની ગયું.મને કંઈ થયું નહિ”

જીવન માં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે,
છોકરો મોટો થાય,કહ્યું માને નહિ અને અપમાન કરે તે ઝેર છે. નિંદા-વ્યાધિ-વગેરે વગેરે -ઘણા ઝેર છે.
જયારે આવા પ્રસંગો આવે ત્યારે-
પ્રેમથી શ્રીરામ-શ્રીરામ –બોલવાથી તાળવામાંથી અમૃત ઝરશે અને –ઝેર ત્રાસ આપશે નહિ.
રામનામ નો જપ કરતા હોવાથી સ્મશાન માં પણ શિવજી ને શાંતિ છે.
શિવજી એ કહ્યું છે-રામની કથા કરું છું પણ રામ કેવાં છે-તે હું જાણતો નથી. શિવજી નો આ વિનય છે.

જે જાણે-કે હું કશું જાણતો નથી-અને તેમ સમજી જપ કરે છે-તે જ કંઈ જાણે છે.તેને જ સત્ય જાણવા મળે છે.

અયોધ્યામાં રામજી નું પ્રગટ્ય થયું છે.રામજી લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન –ભાઈઓ જોડે કૌશલ્યા ના આંગણ માં
રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થયા છે.

રામજી નો ભ્રાત્રુ-પ્રેમ અલૌકિક છે. રામજી એ રમત-ગમતમાં પણ નાના ભાઈઓ ના દિલ દુભવ્યાં નથી.
રમત માં પણ તેમણે કોઈ દિવસ જીત લીધી નથી. તેમણે માનેલું કે –નાના ભાઈઓ ની જીત તે મારી જ જીત છે. રમત માં તે પોતે હાર સ્વીકારે છે.ભાઈઓ ના આંખ ના આંસુ રામજી થી સહન થતા નથી.

પ્રેમ અને માન માગવા નહિ,પણ આપવાં. સર્વને પ્રેમ અને માન આપવાથી પ્રેમ વધે છે.

આજકાલ લોકો રામાયણ વાંચે છે-પણ મિલકત કે પૈસા માટે સગા ભાઈ પર દાવો કરે છે.
મોટો ભાઈ રાવણ જેવો થાય તો નાનો કુંભકર્ણ બનશે. મોટોભાઈ રામ બને તો –નાનો લક્ષ્મણ થશે.

આજે પણ મોટોભાઈ રામ બને તો-નાનો ભાઈ ભરત બને-અને નાનો ભાઈ ભરત બને તો જગત અયોધ્યા
બની જાય.આજે પણ રામ-રાજ્ય થાય.
ભરત ને મળેલું રાજ્ય ભરતજી એ છોડી દીધું છે.ધન્ય છે ભરતજી ને –રાજ્ય મળ્યું-છતાં લીધું નથી.
ભરતજી રાજમહેલ માં રહી તપશ્ચર્યા કરે છે,ચૌદ વર્ષ સુધી,ભરતજી એ અનાજ લીધું નથી,
ધરતી પર સુવે છે.રામજી ની પાવડી ઉપર નજર રાખી જપ કરે છે.

મહાપુરુષોએ વર્ણન કર્યું છે-કે-રામજી કરતા પણ ભરતજી ની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે.
આંગણે કોઈ આવે તો ભરતજી તેને મિષ્ટાન્ન જમાડે છે-પણ પોતે જમતા નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE


May 1, 2012

સંતો---અનુક્રમણિકા


          વધુ વિગત થી જ્ઞાનેશ્વર ચરિત્ર વાંચવા અહી ક્લિક  કરો (૧૦ પાનામાં)

નીજાનંદ આનંદી.


ભૃકુટી મહલ ચડ દેખ પ્યારે,
જાગે જ્યોતિ અપારા.

ઓહમ સોહમ જપતે જપતે ,
પહુચો દસમે દ્વારા.

મેરુ દંડ મેં બંકનાલ હૈ,
ઉલટી ગંગા કહાવે.

ઉસી ગંગા મેં સુનો મેરે પ્યારે,
જો કોઈ ઘૂસ કર નહાવે.

બંકનાલ સે ઉંચે ચડ કર,
સુશુમણા ગઢ મેં જાવે.

તન કા ભાન ભુલાકે વહાંસે,
સોહમ સોહમ ગાવે.

વહાં સે ઉંચા બેહદ ઉંચા,
બ્રહ્મ શિખર  પે જાવે.

સોહમ ધ્વની સે ચઢતે ચઢતે,
નિશ્ચલ ધુમરી  આવે,

અપન આપ મે,આપ અપને મેં,
નિર્વિકલ્પ  નિર્વાણી.

શિવાનંદ ગુરુ કેવલ ચેતન ,
નીજાનંદ આનંદી.

સોમ સંગ્રહ.