Feb 1, 2013

ગીતાનું બીજ -શરૂઆત





ગીતાનું બીજ ...

યુદ્ધ ના મેદાન માં અર્જુન શોકમય છે ...અશાંત છે ...

ત્યારે "પરમ શાંત" શ્રી કૃષ્ણ
કેવી રીતે  તેને સમજાવવાની શરૂઆત કરે છે ?

ગીતાના આ ષ્લોક  ને (૨-૧૧ )
ગીતા નું "બીજ " કહે છે ...
અને અહી થી જ ગીતા ની શરૂઆત થાય છે ....

ત્વમ                           =તું
અશોચ્યાન                 =ના શોક કરવાનો
અન્વશોચ                  =શોક કરે છે
ચ                               =અને (પાછો )
પ્રજ્ઞાવાદન                 =પંડિતો જેવું વચન (અહમ? )
ભાષસે                        =કહે છે (પરંતુ )
પંડિતા                        =પંડિતો (સાચો જ્ઞાની )
ગતાસુન                     =જે ચાલી ગયું છે તેને માટે (ભૂતકાળ ?)
ચ                               =અને
ગતાસુન                    =જે ચાલ્યું ગયું નથી તેને માટે પણ  (ભવિષ્ય ?)
ન                               =નથી
અનુશોચન્તી              =શોક કરતા



Jan 31, 2013

ગીતા ના માર્ગ ની પસંદગી


ગીતા માં શું છે ?

સામાન્ય રીતે
ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો હોય છે




૧-કર્મ પ્રધાન
૨-લાગણી પ્રધાન
૩-તર્ક પ્રધાન

અને

ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો માટે

ગીતા માં
ત્રણ જુદા જુદા યોગો (માર્ગો ) બતાવ્યા છે .

૧-કર્મ યોગ      =કર્મ પ્રધાન  લોકો માટે (વૈરાગ્ય -અનાશક્ત )
૨-ભક્તિ યોગ    =લાગણી પ્રધાન   લોકો માટે
૩-જ્ઞાન યોગ     =તર્ક પ્રધાન   લોકો માટે (શોધક વૃત્તિ વાળા લોકો )


શાંતિ (પરમાનંદ ) ની પ્રાપ્તિ માટે
પોતાની પ્રકૃતિ અનુસાર
કોઈ પણ એક માર્ગ
પસંદ કરી શકાય .

"પૂર્ણ પદ"  પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો
ત્રણે નો સમન્વય થવો જોઈએ (જ્ઞાન -ભક્તિ -વૈરાગ્ય )



ગીતાસાર- ટૂંકમાં





---અર્જુન મોહ (આશક્તિ) થી શોકમય થયો છે .--
   અજ્ઞાન અને અંધારા નું આગમન થયું છે ---
   તેની આંખો જાણે બંધ થઇ ગઈ છે ---

---શ્રી કૃષ્ણ જ્ઞાન -આત્મા વિષે નું-- આપે છે -(જ્ઞાન યોગ )

---પછી કર્મ અને કર્મફળ ના ત્યાગ ની વાત સમજાવી (કર્મયોગ )

---પછી ઇન્દ્રિયો અને મન પર સંયમ અને
    એકાગ્રતા ની રીત શીખવી

---પછી પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કર્યું (વિશ્વરૂપ દર્શન માટે )

---દિવ્ય ચક્ષુ આપી --વિરાટ સ્વ-રૂપ નું દર્શન અને અનુભવ કરાવ્યો

---જીવન મુક્તતા અને સ્વ-ભાવ  સમજાવ્યો

---ક્ષેત્રજ્ઞ અને ત્રણે ગુણો ને જાણનાર પુરુષોત્તમ નું જ્ઞાન આપ્યું -----

---દૈવી સંપતિ,ભક્તિ ,શ્રદ્ધા અને વૈરાગ્ય (સન્યાસ ) નું જ્ઞાન આપ્યું

છેવટે

શાંત થઇ આનંદ થી અર્જુન બોલી ઉઠે છે

--મારો --મોહ --નષ્ટ થયો છે

--તમારી --કૃપા -થી મને સાચું જ્ઞાન થયું છે

--હું --સ્થિર -થયો છું

--મારા બધા--શંશયો--નિર્મૂળ થયા છે

અને

હવેથી હું તમારા વચન પ્રમાણે વર્તીશ
(શરણં )
-----------------------------------------------

અર્જુન ને જે મળ્યું તે
કૃષ્ણજી એ ગીતા માં આપેલું છે -

આપણે પણ અર્જુન--કે- જે ઉપર બોલ્યો છે (હવેથી હું તમારા વચન પ્રમાણે વર્તીશ )
તે પ્રમાણે.....

ગીતા અને કૃષ્ણજી નું શરણ સ્વીકારવું જ રહ્યું ............

શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃષ્ણમ વંદે જગદ ગુરૂમ..........






ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ





ગીતામાં પરમ તત્વ ને પામવાના જુદા જુદા રસ્તા ઓ બતાવ્યા છે .

આ રસ્તાઓ--જુદા જુદા યોગો કહી શકાય ...

બધા રસ્તા ઓ પર એક સાથે તો કેમ જઈ શકાય ?

એટલે જ કોઈ એક રસ્તો શરૂઆત માં પસંદ કરી શકાય ......

ક્યાંક શરુ કરવાનું છે ....જાગવાનું છે .......

પછી આગળ જઈને બધા રસ્તા મળી જાય છે ............

મુખ્ય રસ્તા ઓ ત્રણ બતાવ્યા છે

જ્ઞાન યોગ ---કર્મયોગ ---ભક્તિયોગ

ત્રણ જુદી જુદી પ્રકૃતિના માનવો માટે ત્રણ જુદા જુદા રસ્તા ઓ છે ....

પોતાની પ્રકૃતિ અનુસાર કોઈ એક રસ્તા થી શરૂઆત કરવાની છે ---

પ્રકૃતિ ના ત્રણ પ્રકારો વર્ણવ્યા છે --(સાત્વિક --રાજસિક --તામસિક

અને

તે બાહ્યિક પ્રકૃતિ  અને અંતરિક પ્રકૃતિ માં વિભાજીત પણ છે.)

-----------------------------------------------------------------------------------------------------------

કર્મયોગ

----મોટા ભાગના માનવો કર્મ પ્રધાન જોવા મળતા હોય છે --
   ઉદાહરણ તરીકે --
    આવા લોકો કહેતા હોય છે ..
     -----ભગવાને એક જિંદગી આપી છે તો મજા કરો
     -----આપણે તો કામ કરે જવાનું -ફળ મળે તે ભોગવે જવાનું

     આ સાચું જરૂર છે ---પણ
       આમ જિંદગી ભોગવવા માં રસ્તે આવતા ભોગો માં માનવ
          આશક્ત થઇ અને એષણા ઓ નો શિકાર નથી થતો હોતો ???

    ----આ વખતે કર્મયોગ આવીને અનાશક્તિ નો પાઠ ભણાવે છે
          (જેને ભણવો હોય તેને જ )

ભક્તિયોગ
---બીજા થોડા માનવો લાગણીપ્રધાન હોય છે
---જેમાં થોડા માનવો ભક્ત હોવાનો આડંબર ધરતા હોય છે
    અને ટીલાં -ટપકાં -માળા -મંદિર-યજ્ઞ -દાન  માં મસ્ત હોય છે

     ---આ વખતે ભક્તિયોગ આવીને તીવ્ર ભક્તિ અને શરણાગતિ ના
         પાઠ ભણાવે છે (અલબત્ત જેને ભણવા હોય તેને જ )

જ્ઞાનયોગ

--બીજા થોડા માનવો તર્કપ્રધાન  હોય છે --સંશોધન વૃત્તિ વાળા હોય છે -
---જેમાં થોડા માનવો જે જ્ઞાની છે --તે જ્ઞાન  ના દેખાવ માં
    તૈયાર અને જ્ઞાન ના અહમ માં મસ્ત હોય છે .

     ---આ વખતે જ્ઞાનયોગ આવી અહમ નો નેસ્તનાબૂદ કેમ કરવો અને
          શિવોહમ ના પાઠ ભણાવે છે ---

================================================================

આ જ ત્રણ રસ્તાઓ ને લગતા જ

થોડા બીજા રસ્તાઓ જોવા માં આવે છે ----
કે જેના માત્ર નામ જુદા છે -----પણ મોટે ભાગે આનું જ્ઞાન -તે ઉપરનાં ત્રણ માં
આવી જાય છે.
અમુક પ્રકૃતિ ના લોકો માટે તે જુદા પડ્યા હશે??

રાજયોગ ---------૩-૨૮
                            ૫-૮
                            ૫-૯
હઠયોગ ----------૮-૧૨
                           ૮-૧૩
જપયોગ---------૮-૧૪
અભ્યાસ યોગ ---૧૨-૯
                           ૬-૩૫

ગીતા લેખ-સંગ્રહ

વાદળી લીંક પર ક્લિક કરો.

1---ગીતા  માં શું છે ? ---એક પાના માં અઢાર અધ્યાય વિષે ઉપલક માહિતી
2---હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું?
3---ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ -જ્ઞાનયોગ,કર્મયોગ અને ભક્તિયોગ
4---ગીતાસાર- ટૂંકમાં
5---ગીતા ના માર્ગ ની પસંદગી
6---ગીતાનું બીજ -શરૂઆત
7---ગીતા નો અંત-શ્લોક
8---કર્મયોગ
9---ભક્તિયોગ
10---સંસાર નું કર્મ અને ગીતા
11---શાંતિ ક્યાં છે ?
12---પરમ શાંતિ ક્યાં છે ?
13---આત્મા શું છે ?
14---આત્મા ની શ્રેષ્ઠતા
15---આત્માનંદ
16---જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા
17---ચંચળ મન
18---અત્યંત ગુહ્ય શાસ્ત્ર
19---વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ?
20---દેહાધ્યાસ કેમ દૂર કરવો ?

ગીતા-ટુંક માં સરળ સાર રૂપે-૧૮ પાના નું લખાણ વાંચવા અહીં  ક્લિક કરો


જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-


 GO TO PAGE-1 

 For any comments-email -lalaji@sivohm.com

હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું?





પરદેશ ની સ્કુલ માં ભણતો આઠ વર્ષ નો નાનો પુત્ર સ્કુલ માં થી ઘેર
આવી પિતા ને પુછે છે કે -
જેમ ક્રિશ્ચિયનો નું બાઈબલ અને મુસલમાનો નું કુરાન  મૂળ પુસ્તક છે
તેમ હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું ?

પિતા ઘડીવાર વિચારમાં પડી જાય છે ....શું કહેવું?
થોડુક વિચારી તરત કહી દે છે કે---"ગીતા "

પણ પાછા તરત વિચાર માં સરી  જાય છે.

આમ સાચે જોવા જાઓ તો વેદો એ મૂળ પુસ્તક છે.

અને વેદો પરથી ઉપનિષદો અને પુરાણો રચાયેલા છે.



મુખ્ય પુરાણ માં નું  એક તે ભાગવત છે.

આ ભાગવત માં રામાયણ અને મહાભારત નો ઉલ્લેખ છે.

પાછળથી આ બંને રામાયણ અને મહાભારત અલગ પુરાણ તરીકે લખાણા.

અને મહાભારત પુરાણમાં ગીતા નો ઉલ્લેખ છે.

આમ ગીતા રૂપી રત્ન મહાભારત માં થી પ્રાપ્ત થયેલું છે.

અને વેદો ,ઉપનિષદો અને પુરાણો ના સારાંશ રૂપે છે.

ભગવદ ગીતા ની સરળતા અને સુંદર રજૂઆત ને લીધે તે

વિદ્વાનો અને સામાન્ય માનવીઓમાં તેનો વધારે પ્રચાર થયેલો છે.

વેદો અને ઉપનિષદો સામાન્ય માણસો  પાસે ઉપલબ્ધ હોતા નથી.

એટલે સરળતાથી ઉપલબ્ધ ગીતાને  હિંદુ ધર્મ ના મૂળ પુસ્તક તરીકે

ગણી શકાય ખરી.....અને હાલ ના સંજોગો અનુસાર તે વ્યાજબી પણ લાગે છે.

કારણ કે તેમાં સર્વ બ્રહ્મવિદ્યા  ના પુસ્તકો વેદો ,ઉપનિષદો અને પુરાણો નો સાર છે.