શ્રીરામની પરીક્ષા કરવા સતીએ,સીતાજીનું રૂપ લીધું.ને શ્રીરામના રસ્તામાં જઈને એ ઉભા.એમને એવી ખાતરી હતી કે શ્રીરામ મનુષ્ય છે એટલે મને સીતાજી જ સમજી લેશે એટલે એમણે બીજી કોઈ બાજુનો વિચાર કર્યો જ નહિ.રામ અને લક્ષ્મણની નજર તેમના પર પડી.લક્ષ્મણને ઘડીક ભ્રમ થયો કે સીતાજી જ છે.પણ રસ્તામાં સતીજીને ઉભેલા જોઈ ને રામ એ રસ્તો છોડી ને બીજે રસ્તે ચાલવા લાગ્યા.ત્યારે સતીજીને થયું કે-અતિશય દુઃખ ને લીધે તેઓ મારા સીતાજીના રૂપને ઓળખી શક્યા નહિ હોય.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 2, 2021
Dec 1, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૧
શ્રીરામને લક્ષ્મણજી કહે છે કે-હે,મોટાભાઈ,ચંદ્રમાં એક ગુણ છે-શોભા,સૂર્યમાં એક ગુણ છે-તેજ,વાયુમાં એક ગુણ છે ગતિ,અને પૃથ્વીમાં એક ગુણ છે –ક્ષમા.પણ તમારામાં તો ચારે ગુણ છે,ઉપરાંત તમારામાં એક ગુણ વધારે છે તે યશ. તમે જો દુઃખ સહન નહિ કરો તો,પછી દુનિયામાં દુઃખ સહન કરવાનું કોઈને કહેવા જેવું રહેશે નહિ, જગત તો આપત્તિઓથી ભરેલું છે,આપત્તિઓ કોના પર નથી આવતી?
Nov 30, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૦
રાધાજીના મંદિરમાં કોઈ પુરુષને પ્રવેશવાની મનાઈ હતી,એક વાર રાધાજીએ શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા કરી.શ્રીકૃષ્ણ વિચારે છે કે-હું પીતાંબર પહેરીને જઈશ તો રાધાજી ના મંદિરમાં કોઈ પ્રવેશવા નહિ દે.એટલે તેમણે સ્ત્રીનાં વસ્ત્રો પહેર્યા,અને રાધાજીની સખી બનીને મંદિરમાં ગયા.આમ પરમાત્મા જુદા જુદા સ્વરૂપે,અનેક લીલાઓ કરે છે.
એટલે કહ્યું છે કે-પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે ને સગુણ સાકાર પણ છે.
એટલે કહ્યું છે કે-પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે ને સગુણ સાકાર પણ છે.
Nov 29, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૯
લક્ષ્મણજી શ્રીરામને આશ્વાસન આપે છે અને બંને પર્ણકુટી પાછા ફરે છે.જુએ છે તો પર્ણકુટીમાં સીતાજી નથી.શ્રીરામ બહાવરા બની જાય છે ,અને લક્ષ્મણજીને ધ્રાસકો પડ્યો.તેમને પારાવાર પસ્તાવો થાય છે કે-સીતાજીના કઠોર વચનો સહી લઈને પણ હું અહીં જ રહ્યો હોત તો સારું થાત.મેં ખોટું કર્યું.પણ હવે શું થાય? કદાચ સીતાજી નદીએ પાણી ભરવા કે ફુલ વીણવા ગયા હોય,એમ સમજી બંનેએ ચારે તરફ તપાસ કરી પણ સીતાજીનો ક્યાંય પત્તો મળ્યો નહિ.
Nov 28, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૮
સીતાજી અશોક-વાટિકામાં રામનું ધ્યાન કરતાં બેઠાં હતાં.ત્યાં રાવણ આવીને તેમની સામે ઉભો અને નફફટાઈથી ચાલ રમતો બોલ્યો “આ દશાનન રાવણ કોઈ સ્ત્રી આગળ કોમળ થયો નથી,તે દશે શીશ વડે તને પ્રણામ કરીને કહે છે કે-તુ મારો સ્વીકાર કર.
સીતાજીએ ત્યારે પોતાની અને રાવણની વચ્ચે એક તણખલું મુક્યું.તણખલું મૂકીને તેમણે એમ બતાવ્યું કે-તું મારે મન તણખલા બરાબર છે.હું તારાથી મુદ્દલે બીતી નથી.
સીતાજીએ ત્યારે પોતાની અને રાવણની વચ્ચે એક તણખલું મુક્યું.તણખલું મૂકીને તેમણે એમ બતાવ્યું કે-તું મારે મન તણખલા બરાબર છે.હું તારાથી મુદ્દલે બીતી નથી.
Subscribe to:
Comments (Atom)




