અધ્યાય-૧૮૫-યુદ્ધનિવારણ
II भीष्म उवाच II ततो हलहलाशब्दो दिवि राजन्महानभूत I प्रस्वापं भीष्म मा साक्षिरीति कौरवनन्दन II १ II
ભીષ્મે કહ્યું-હે રાજા,જેવી મેં 'પ્રસ્વાપન'અસ્ત્ર મુકવાની ઈચ્છા કરી,ત્યારે તુરત જ આકાશમાં 'હે ભીષ્મ,તમે 'પ્રસ્વાપન'અસ્ત્રને પ્રગટ કરશો નહિ' એવો હલહલાટ થઇ રહ્યો.તો પણ મેં અસ્ત્ર મુકવાની યોજના કરી ત્યારે તુરત જ નારદમુનિએ મને આવીને કહ્યું કે-'હે કૌરવ્ય,આ દેવગણો તમને આ અસ્ત્રનો પ્રયોગ કરવા વારી રહ્યા છે,માટે તમે આ શસ્ત્રનો પ્રયોગ કરો નહિ.પરશુરામ,તમારા ગુરુ,તપસ્વી,બ્રહ્મવેત્તા ને બ્રાહ્મણ છે,માટે તેમનું કોઈ રીતે તમે અપમાન કરો નહિ.'





