Nov 29, 2025

ભાગવત રહસ્ય-૧૨-Bhgavat Rahasya-12

શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો કે –ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયોમાં સૂગ આવે.
સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-995

 

અધ્યાય-૧૧૧-દશમો દિવસ (ચાલુ) કૌરવોનો ઘેરો 


 ॥ संजय उवाच ॥ सात्यकिं दंशितं युद्धे भीष्मायान्युद्यतं रणे I आर्ष्यश्रुंगीमहेष्वासो वारयामास संयुगे ॥१॥

સંજયે કહ્યું-એ યુદ્ધમાં દંશ રાખીને ભીષ્મ સામે લડવા તત્પર થયેલા સાત્યકિને,ઋષ્યશૃંગનો પુત્ર અલંબુશ આગળ વધતો અટકાવવા લાગ્યો,ત્યારે ક્રોધાયમાન થયેલા સાત્યકિએ તેને નવ બાણોનો માર માર્યો.એટલે સામે તે રાક્ષસે પણ સામે બાણો મૂકીને સાત્યકિને પીડિત કર્યો ને સિંહની જેમ ગર્જના કરવા લાગ્યો.એટલામાં ભગદત્ત ત્યાં આવી પહોંચ્યો ને તેણે સાત્યકિ પર પ્રહાર કર્યો એટલે સાત્યકિએ રાક્ષસ સામે યુદ્ધ પડતું મૂકીને ભગદત્ત સામે બાણોથી પ્રહાર કરવા માંડ્યો.ભગદત્તે સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું એટલે સાત્યકિએ બીજું ધનુષ્ય લઈને તેને વીંધી નાખ્યો.

Nov 28, 2025

ભાગવત રહસ્ય-૧૧-Bhgavat Rahasya-11

શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા,વૈરાગ્ય,અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર શુકદેવજીને માન આપે છે.જન્મ થતાંવેંત શુકદેવજી ઘરનો ત્યાગ કરી વન તરફ જવા લાગ્યા. વ્યાસજીની પત્નીનું નામ વાટીકાજી છે.વાટીકાજીને તે વખતે ઘણું દુઃખ થયું છે.—ભલે એ લગ્ન ના કરે પણ ઘરમાં રહે.-તે રડવા લાગ્યા છે.
વાટીકાજીએ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-994

 

અધ્યાય-૧૧૦-દશમો દિવસ (ચાલુ) અર્જુન સામે દુઃશાસન 


॥ संजय उवाच ॥ अर्जुनस्तु रणे राजन द्रष्ट्वा भीष्मस्य विक्रमम I शिखंडीनमथोवाच समभ्येहि पितामहः ॥१॥

સંજયે કહ્યું-હે રાજન,એ રણમાં ભીષ્મનું પરાક્રમ જોઈને અર્જુને શિખંડીને કહ્યું-'તમે પિતામહ સામે ધસો,આજે તમારે ભીષ્મથી જરા પણ ડરવાનું નથી,હું તેમને તીક્ષ્ણ બાણોથી રથ પરથી ગબડાવી દેવાનો છું' એ પ્રમાણે અર્જુનનું વાક્ય સાંભળીને શિખંડી ભીષ્મ સામે ધસી ગયો.અર્જુનનું વચન સાંભળીને હર્ષમાં આવેલા ધૃષ્ટદ્યુમ્ન,વિરાટરાજ,દ્રુપદરાજ,અભિમન્યુ,યુધિષ્ઠિર,નકુલ,

સહદેવ-આદિ સર્વ મહારથીઓ પણ ફરીથી ભીષ્મ સામે ધસ્યા ને વચ્ચે આવતા યોદ્ધાઓ પર પ્રહાર કરવા લાગ્યા.

Nov 27, 2025

ભાગવત રહસ્ય-૧૦-Bhgavat Rahasya-10

વ્યાસાશ્રમમાં આરંભમાં વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પણ લખે કોણ? ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.સતત ઈશ્વરના ચિંતનનો ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-993

 

અધ્યાય-૧૦૯-દશમો દિવસ (ચાલુ)અર્જુનની વીરતા 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं शिखंडी गांगेयमभ्यधावपितामहम I पांचाल्यः समरे कृद्वो धर्मात्मानं यतव्रतम् ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-એ યુદ્ધમાં ક્રોધાયમાન થયેલો શિખંડી,નિયમિત વ્રતવાળા અને ધર્માત્મા ગંગાપુત્ર ભીષ્મ સામે યુદ્ધ કરવા કેવી રીતે ધસ્યો?પાંડવોના યોદ્ધાઓ તેનું કેવી રીતે રક્ષણ કરતા હતા?વળી,ભીષ્મે પાંડવોની સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.ભીષ્મ સામે શિખંડી યુદ્ધ કરે એ મારાથી સહન થતું નથી.ભીષ્મનું ધનુષ્ય કે રથ તો ભાંગી પડ્યા ન હતાં ને?