Dec 11, 2025

ભાગવત રહસ્ય-૨3-Bhgavat Rahasya-23

સૂતજી સાવધાન કરે છે- અને કહે છે-કે-મોટો થતાં ધન્ધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે.ચાર વેશ્યાઓ બતાવતા નથી,છ બતાવતા નથી –પણ પાંચ વેશ્યાઓમાં ફસાયો છે—તેમ લખ્યું છે.પાંચ વિષયો, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ –પાંચ વેશ્યાઓ છે.આ પાંચ વિષયો પાપથી ભોગવે તે બધા ધન્ધુકારી છે.જે વિષયોનો દાસ બને છે,ત્યારે તે જ વિષયો તેને અંતકાળે મારે છે

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1006

 

અધ્યાય-૧૨૨-અગીયારમો દિવસ-ભીષ્મ પાસે કર્ણની પ્રાર્થના 


॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः सर्वे जग्मुः स्वानालयान्पुन :I तूष्णीं भूते महाराज भीष्मे शांतनुनन्दने ॥१॥

સંજયે કહ્યું-એ પ્રમાણે શાંતનુપુત્ર ભીષ્મ જયારે શાંત થયા ત્યારે સર્વ રાજાઓ પોતપોતાના તંબુ તરફ ગયા.તે વખતે રાધાપુત્ર કર્ણ,થોડો ભયભીત થઈને ભીષ્મ પાસે ગયો.ભીષ્મને બાણશૈય્યામાં સુતેલા જોઈને તેના આંખમાં આંસુ ભરાઈ આવવાથી ગદગદ કંઠે તે ભીષ્મને સંબોધીને બોલ્યો કે-'હે કુરુશ્રેષ્ઠ,હંમેશાં તમારી નજર આગળ રહેનારો અને સર્વસ્થળે તમારા શત્રુ તરીકે રહેનારો હું રાધાપુત્ર કર્ણ,આપનાં દર્શને આવેલો છું' કર્ણનું વચન સાંભળીને ભીષ્મે પોતાની આંખો ઉઘાડીને આસપાસના ચોકીદારોને ખસી જવાનું કહ્યું ને પછી,એકાંતમાં એક હાથથી તેના હાથને હાથમાં લઈને સ્નેહપૂર્વક બોલ્યા-

Dec 10, 2025

ભાગવત રહસ્ય-૨૨-Bhgavat Rahasya-22

ભાગવતની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.જરા વિચાર કરો તો સમજાશે-કે-માનવ કાયા - એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય આત્મદેવ થઇ શકે છે.આત્માનો દેવ બને તે આત્મદેવ.આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધા આત્મદેવ જેવા છીએ. નર જ નારાયણ બને છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1005

 

અધ્યાય-૧૨૧-અગીયારમો દિવસ-ભીષ્મનો દુર્યોધનને ઉપદેશ


॥ संजय उवाच ॥ वयुष्टायां तु महाराज शर्वर्या सर्वपार्थिवाः I पांडवा धार्तराष्टाश्च उपातिष्ठन पितमहम् ॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,રાત્રી વીતી ગયા પછી જયારે સવાર થયું ત્યારે પાંડવ-કૌરવ આદિ સર્વ રાજાઓ પુનઃ પિતામહ સામે આવીને ઉભા.કૌરવ અને પાંડવો યુદ્ધ કરવું પડતું મૂકીને કવચો તથા આયુધો ઉતારીને અન્યોન્ય તરફ પ્રેમવાળા થઈને પોતપોતાની યોગ્યતા પ્રમાણે અનુક્રમે સર્વે ભીષ્મની આસપાસ બેઠા.એ સમયે,બાણોથી વ્યાપ્ત થયેલા ભીષ્મ,પોતાને થતી વેદનાને ધૈર્યથી નિયમમાં રાખીને નિશ્વાસ મૂકીને સર્વ રાજાઓ સામે જોઈને બોલ્યા 'પાણી લાવો' ત્યારે સર્વ ક્ષત્રિયો દોડીને શીતળ જળના કળશો લઇ આવ્યા.પણ ભીષ્મે કહ્યું-'મારે અર્જુનને મળવાની ઈચ્છા છે'

Dec 9, 2025

ભાગવત રહસ્ય-૨૧-Bhgavat Rahasya-21

પિંડદાનનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.વિચાર કરતાં સમજાશે કે-
આ શરીરને પિંડ કહે છે,અને તે શરીરને પરમાત્માને અર્પણ કરવું તેણે પિંડદાન કહે છે.
શરીર-પિંડનો ઉપયોગ જે સત્કર્મમાં કરે છે તેને સદગતિ મળે છે. પણ શરીર-પિંડનો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં કરે તેની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે.નિશ્ચય કરવો કે-મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1004

 

અધ્યાય-૧૨૦-દશમો દિવસ (ચાલુ) અર્જુને ભીષ્મને આપેલું ઉશીકું 


॥ धृतराष्ट्र उवाच ॥ कथमासस्तदा योधा हिन भीष्मेण संजय I बलिना देवकल्पेन गुर्वर्थे ब्रह्मचारिणा ॥१॥

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પોતાના પિતા માટે બ્રહ્મચારી થયેલા,દેવ સરખા બળવાન એવા એ ભીષ્મ વિનાના થયેલા મારા યોદ્ધાઓની શી દશા થઇ? ભીષ્મે 'આ સ્ત્રી છે' એમ માનીને જયારે શિખંડી પર પ્રહાર ન કર્યો ત્યારે જ મેં માની લીધું કે કૌરવો,પાંડવોના હાથે માર્યા ગયા.અરેરે,અફસોસની વાત છે કે,આથી વધારે હું બીજું કયું દુઃખ માનું કે દુષ્ટ બુદ્ધિવાળો હું આજે મારા પિતાને મરણ પામેલા સાંભળું છું.અવશ્ય મારું હૃદય કેવળ લોખંડનું જ બનેલું છે કારણકે આજે મારા પિતા ભીષ્મને મુએલા સાંભળીને તે સો કકડા થઈને ચિરાઈ જતું નથી.મારા પિતા દેવવ્રત,રણમાં મરણ પામ્યા,એ વિચારને મનમાં લાવતાં મને એટલું બધું દુઃખ થાય છે કે જે હું સહન કરી શકતો નથી.અરેરે,જે ભીષ્મને પૂર્વે પરશુરામ પોતાના દિવ્ય અસ્ત્રોથી મારી શક્યા  ન હતા તેમને આજે પાંચાલપુત્ર શિખંડીએ મારી નાખ્યા !!(ઘણું જ આશ્ચર્ય ને અફસોસ)