Jan 20, 2026

ભાગવત રહસ્ય-૪૧-Bhgavat Rahasya-41

ભક્તિમાં આનંદ છે.કદીક ભક્તિ માં આનંદ આવતો નથી-તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી નથી.માનવ ભક્તિ કરે છે-પણ મોટે ભાગે-ધનથી-શરીરથી –ભક્તિ કરે છે.મનથી કરતો નથી.વાણી ભગવાનનાં નામનો ઉચ્ચાર કરે પણ મન જો ભગવાનનું સ્મરણ ના કરે તો-તેનો કોઈ અર્થ નથી.સેવામાં- ક્રિયા –એ મુખ્ય નથી. –ભાવ- એ મુખ્ય છે. ભાવથી ભક્તિ સફળ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1023

 

સંશપ્તકવધ પર્વ 

અધ્યાય-૧૭-ત્રિગર્તોની પ્રતિજ્ઞા અને અર્જુનનું પ્રયાણ 


II संजय उवाच II ते सेने शिबिरं गत्वा न्यविशांपते I यथाभागं यथान्यायं यथागुल्मं च सर्वश II १ II

સંજય બોલ્યો-હે રાજન,તે બંને પક્ષની સેનાઓ પોતપોતાની છાવણીમાં જઈને યથાયોગ્ય વિભાગ પ્રમાણે તથા પોતપોતાનાં પ્રથમથી નિયત કરેલાં સ્થાન પ્રમાણે સર્વસ્થળે વિશ્રાંતિ લેવા લાગી.સૈન્યોને પાછાં વાળી પરમ દુઃખી મનવાળા દ્રોણાચાર્યે દુર્યોધનને જોઈને લજ્જાપૂર્વક તેને કહ્યું કે-'મેં તને પ્રથમ જ કહ્યું હતું કે જ્યાં સુધી અર્જુન યુદ્ધમાં ઉભો હશે ત્યાં સુધી યુધિષ્ઠિરને પકડી શકાય તેમ નથી.તમે અતિશય પ્રયત્ન કરી રહ્યા હતા,છતાં અર્જુને જે પરાક્રમ કરી દેખાડ્યું છે તે પરથી જ તું મારા વચન પર શંકા કરીશ નહિ.હું તને ખરું જ કહું છું કે-કોઈ પણ ઉપાયે જો અર્જુનને યુદ્ધમાંથી દૂર કરવામાં આવે તો જ યુધિષ્ઠિર તારે સ્વાધીન થશે.

Jan 19, 2026

ભાગવત રહસ્ય-૪૦-Bhgavat Rahasya-40

જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય-એ-મનુષ્યો માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી-કે-જેમાં કોઈ પ્રકારની કામના ના હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિથી-હૃદય-“આનંદ રૂપ પરમાત્મા” ની પ્રાપ્તિ કરીને-કૃત-કૃત્ય થઇ જાય છે.(ભાગવત-૧-૨-૬)
સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે.
આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વરથી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1022

 

અધ્યાય-૧૬-પહેલો દિવસ સમાપ્ત 


II संजय उवाच II तदबलं सुमहदीर्णं त्वदीयं प्रेक्ष्य वीर्यवान I दधारैको रणे राजन वृषसेनोस्त्रमायया II १ II

સંજય બોલ્યો-હે રાજન,તમારા સૈન્યને નાસભાગ થતું જોઈને પરાક્રમી વૃષસેન (કર્ણનો પુત્ર) એકલો જ પોતાની અસ્ત્રકુશળતાથી સર્વને રોકી રહ્યો હતો.તેનાં બાણો દશે દિશામાં જતાં હતાં.ને તેણે ઘાયલ કરેલા રથીઓ અને ઘોડેસ્વારો ટપોટપ પૃથ્વી પર પડતા હતા.ત્યારે નકુલનો પુત્ર શતાનિક તેની સામે ધસી આવ્યો અને દશ નારાચ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે વૃષસેને શતાનિકના ધનુષ્યને કાપી નાખ્યું ને તેની ધજાને ઢાળી દીધી એટલે દ્રૌપદીના પુત્રો પોતાના એ ભાઈનું રક્ષણ કરવા માટે ત્યાં ધસી આવ્યા ને બાણોના સમૂહથી તે કર્ણના પુત્રને એકદમ અદશ્ય કરી દીધો.

Jan 18, 2026

ભાગવત રહસ્ય-૩૯-Bhgavat Rahasya-39

વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે.
શ્રદ્ધા- શ્રોતાએ શ્રદ્ધા-એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ
જીજ્ઞાસા-શ્રોતામાં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)
નિર્મત્સરતા –શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.

Jan 17, 2026

ભાગવત રહસ્ય-૩૮-Bhgavat Rahasya-38

ઋષિ મુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું-કે-અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજનમાં સાથ આપે.પરમાત્માએ ઋષિ મુનિઓને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે.